AnandToday
AnandToday
Tuesday, 12 Dec 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર
તા. 13 ડિસેમ્બર 13 December 

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા સ્મિતા પાટીલે દૂરદર્શનમાં ન્યૂઝ રીડર તરીકે કામ કર્યું હતું, આજે છે તેમની પુણ્યતિથિ

* પદ્મશ્રીથી સન્માનિત અને બોલીવુડ હિન્દી સાથે મરાઠી, ગુજરાતી, તેલુગુ, બંગાળી, કન્નડ અને મલયાલમ ફિલ્મોના અભિનેત્રી સ્મિતા પાટીલનું માત્ર 31 વર્ષની વયે અવસાન (1986)
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા સ્મિતા પાટીલે દૂરદર્શનમાં ન્યૂઝ રીડર તરીકે કામ કર્યું હતું
તેમણે સમાંતર સિનેમાની સાથે સાથે કોમર્શિયલ સિનેમામાં પણ પોતાના દમદાર અભિનયથી ખાસ ઓળખ બનાવી 80થી વધુ ફિલ્મમાં કામ કર્યું, ઉત્કૃષ્ટ અભિનયથી સુશોભિત તેમની ફિલ્મો ‘ભૂમિકા’, ‘મંથન’, ‘ચક્ર’, ‘શક્તિ’, ‘નિશાંત’ અને ‘નમક હલાલ’ આજે પણ દર્શકોના હૃદય પર પોતાની અમીટ છાપ છોડી જાય છે
જેમાં ‘ભૂમિકા’ અને ‘ચક્ર’ ફિલ્મો માટે બે વાર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થયા હતા અને ‘ચક્ર’ ફિલ્મ માટે ‘ફિલ્મફેર એવૉર્ડ’થી પણ સન્માનિત થયાં હતાં
સ્મિતા પાટીલે રાજ બબ્બર સાથે લગ્ન કર્યા હતાં અને પુત્ર પ્રતિકને જન્મ આપ્યાનાં 2 અઠવાડિયામાં જ 31 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું
સ્મિતા પાટીલના અવસાન બાદ તેમની મહત્વની ભૂમિકા સાથેની કુલ 17 ફિલ્મો રિલીઝ થઈ હતી

* ગોવાના 3 વખત (2000, 2012 અને 2017) મુખ્યમંત્રી બનેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મનોહર પારિકરનો જન્મ (1955)

* પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષ વર્ધનનો દિલ્હી ખાતે જન્મ (1954)

* આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી (13 ટેસ્ટ, 49 વન ડે અને 31 ટી20 મેચ રમનાર) કોર જેમ્સ એન્ડરસનનો ન્યુઝીલેન્ડમાં જન્મ (1990)

* ગુજરાતના જાણીતા રેડીઓ કલાકાર - અધિકારી - લેખિકા વસુબેન ભટ્ટ (વસુબહેન રામપ્રસાદ શાસ્ત્રી)નું અવસાન (2020) 
તેમનો જન્મ વડોદરામાં થયો, તેમના પિતા વડોદરા રાજ્યના સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના રાજકીય સચિવ હતા
તેમણે પોતાનું નામ ‘વસુબહેન’ જ રાખ્યું, પિતાજી કે પતિની અટક સાથે લેવાનું તેમણે ટાળ્યું અને એકવાર સાહિત્ય પરિષદની ચૂંટણીમાં તેમણે પોતાનું પૂરું નામ ‘વસુબહેન’ આપ્યું. ચૂંટણી આયોજકોને તે અધૂરું લાગ્યું અને તેમનું આવેદનપત્ર રદ કર્યું. પછી વસુબહેને કાયદાકીય રીતે સાબિત કર્યું હતું કે માત્ર ‘વસુબહેન’ એ પૂરતું પૂરું નામ છે. પરિષદે તેમને કારોબારીમાં સમાવીને ભૂલ સુધારી હતી. 
તેઓ ૧૯૪૯માં આકાશવાણીમાં જોડાયાં હતાં. પછી તેઓ અમદાવાદ, રાજકોટ અને વડોદરા રેડિયો સ્ટેશનના ડિરેક્ટર બન્યાં, સુરતમાં વિવિધ ભારતી માટે તેમની નિમણૂંક થઇ હતી

* હિન્દીમાં મનોવૈજ્ઞાનિક નવલકથાઓના પ્રણેતા ગણાતા ઇલાચંદ્ર જોશીનો જન્મ (1903) 
તેમણે પર્વતીય જીવન, ખાસ કરીને અલ્મોડાના પર્વતીય શિખરો અને તેની આસપાસનો વનસ્પતિથી ઢંકાયેલો વિસ્તાર, અને હિમાલયના ધોધ અને ખીણો, સરોવરો અને નદીઓએ તેમની કાવ્યાત્મક સંવેદના હંમેશા જાગૃત રાખી 

* ખેડૂતો, કારીગરો અને મહિલાઓના જૂથો, સરકારી સમિતિઓ અને બોર્ડ વચ્ચે સેતુની ભૂમિકા ભજવનાર ભારતીય અર્થશાસ્ત્રી લક્ષ્મી ચંદ જૈનનો જન્મ (1925) 
તેમણે 1948માં કમલા દેવી ચટ્ટોપાધ્યાય સાથે ‘ભારતીય સહકારી સંઘ’ની સ્થાપના કરી, 1968 માં, કન્સલ્ટિંગ ફર્મની પણ સ્થાપના કરી, ખેડૂતો અને કારીગરોની સલાહ પર સરકારી અને બિન-સરકારી કામમાં મદદ કરી

* હિન્દી ફિલ્મ લેખક, દિગ્દર્શક અને નિર્માતા મેઘના ગુલઝારનો જન્મ (1973)
તેમના પિતા ગુલઝાર કવિ, શાયર, લેખક અને ફિલ્મ દિગદર્શક છે અને માતા રાખી ખુબ સફળ અભિનેત્રી રહ્યા છે 

* તેલુગુ અભિનેતા વેંકટેશ દગ્ગુબાટીનો ચેન્નઈ ખાતે જન્મ (1960)

* દક્ષિણ ભારતના ફિલ્મ અભિનેત્રી લક્ષ્મી (વાય. વી. મહાલક્ષ્મી)નો જન્મ (1952)

* હિન્દી ફિલ્મ ફિલ્મ નિર્માતા અને ફેશન ડિઝાઇનર અલવીરા ખાન અગ્નિહોત્રીનો જન્મ (1969)

* મલયાલમ ટેલિવિઝન સિરિયલો અને ફિલ્મોમાં અભિનેત્રી, ફેશન ડિઝાઇનર, ટેલિવિઝન એન્કર અને ટોક શો હોસ્ટ પૂર્ણિમા ઇન્દ્રજીથનો જન્મ (1978) 

* સંતુ મુખોપાધ્યાયની પુત્રી અને અભિનેત્રી સ્વસ્તિકા મુખર્જીનો જન્મ (1980)

* ઉત્તર પ્રદેશના પ્લેબેક સિંગર બ્રિજેશ વાવધનેનો જન્મ (1980)

* તમિલ અને તેલુગુ ફિલ્મોમાં અભિનેત્રી રેજીના કેસાન્ડ્રાનો જન્મ (1990) 

* પૃથ્વીથી સૂર્યનું અંતર વાંસની પાઇપ અને પરંપરાગત સાધનો વડે માપનાર ભારતીય ખગોળશાસ્ત્રી અને વિદ્વાન પઠાણી સામંતનો જન્મ (1835)

* મૈથિલી, હિન્દી અને બંગાળી ભાષાઓમાં કવિ, ટૂંકી વાર્તા લેખક, નવલકથાકાર, વિવેચક અને વિચારક રાજકમલ ચૌધરીનો જન્મ (1929)

* મિસ યુનિવર્સ 2021 સ્પર્ધામાં ભારતની હરનાઝ સંધુ પ્રથમ આવતા ક્રાઉન વિજેતા બની (2021)
અગાઉ આ સન્માન માત્ર લારા દત્ત 2000માં અને 1994માં સુસ્મિતા સેન મેળવી વિજેતા બન્યા છે