આણંદ ટુડે I આણંદ,
રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા સમયાંતરે ઊંટને ચકરીના રોગથી બચાવી શકાય તે હેતુથી રસી આપવામાં આવે છે, જે અંતર્ગત નાયબ પશુપાલન નિયામક શ્રી એસ.બી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના દરિયાઈ વિસ્તારના ઊંટોની વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે.
જે અંતર્ગત ખંભાત તાલુકાના જૂની આખોલ ગામ નજીકના વિસ્તારમાં પશુપાલન વિભાગ દ્વારા ઊંટ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પશુપાલન વિભાગના પશુચિકિત્સકો દ્વારા ૩૫૦ જેટલા ઊંટની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી અને ઊંટોને ઝેરબાજ (ચકરી) વિરોધી સારવાર, શસ્ત્રક્રિયા તથા કૃમિનિવારણ રોગથી બચાવી લેવામાં આવ્યાં હતા.
*****