AnandToday
AnandToday
Monday, 11 Dec 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 12 ડિસેમ્બર 12 December
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

T-20 વિશ્વકપમાં બોલમાં છગ્ગા લગાવનાર ભારતીય ક્રિકેટર યુવરાજસિંહ નો આજે જન્મદિવસ

 ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર અને ‘યુવી’નાં હુલામણા નામથી જાણીતાં યુવરાજસિંહનો ચંદીગઢમાં જન્મ (1981)
યુવી ભારતીય ક્રિકેટ ટીમમાં 2000 ના વર્ષમાં જોડાયો હતો અને 2017 સુધી ટીમનો હિસ્સો રહ્યો હતો. તેણે કેન્યા સામે વન ડે ડેબ્યૂ કર્યુ હતુ. તેણે 304 વન ડે આંતરરાષ્ટ્રીય રમીને 8701 રન નોંધાવ્યા હતા.T20 વિશ્વકપ 2007 માં તેણે ઇંગ્લેન્ડ સામેની મેચમાં છ બોલમાં છ છગ્ગા લગાવવાનુ કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ.

* ઊંઝાના ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ (કેમેસ્ટ્રીમાં પીએચડી)નું ડેંગ્યુની સારવાર દરમિયાન અવસાન (2021)
વર્ષ 2017માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધારાસભ્ય પદે ચૂંટણી જીત્યા હતા 
2019માં ભાજપ સાથે જોડાયા અને પેટાચૂંટણી ફરીથી જીતી ધારાસભ્ય બન્યા હતા 

* મુંબઈ એન્ટી-ટેરરિસ્ટ સ્કોર્ડના ચીફ તરીકે ફરજ બજાવનાર પોલીસ અધિકારી હેમંત કરકરેનો નાગપુર ખાતે જન્મ (1954)
2008ના મુંબઈ હુમલામાં તેમનું અવસાન થયું 
વર્ષ 2009માં તેઓનું મરણોત્તર અશોક ચક્રથી સન્માન કરવામાં આવ્યું 

* મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી, એનસીપીના સ્થાપક શરદ પવારનો બારામતી ખાતે જન્મ (1940)

* દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનો બેંગલોર ખાતે જન્મ (1950)

* ગુજરાતી નવલિકાકાર, નવલકથાકાર, નિબંધકાર, ચરિત્રકાર, નાટ્યકાર તરીકે પ્રસિધ્ધ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’નો જલારામધામ વીરપુરમાં જન્મ (1892) 

* રાષ્ટ્રકવિ મૈથિલીશરણ ગુપ્તનુ અવસાન (1964)
ઈ.સ.1954માં ‘પદ્મભૂષણ’થી સન્માનવામાં આવ્યાં હતાં

* કેન્દ્રીય મંત્રી સૈયદ શાહનવાઝ હુસેનનો બિહારમાં જન્મ (1968)

* કેન્દ્રીય મંત્રી, મહારાષ્ટ્રના રાજકીય આગેવાન અને લોકનેતા તરીકે લોકપ્રિય ગોપીનાથ મુંડેનો જન્મ (1949)

* કેન્સર સર્જન, એડવોકેટ અને વિશ્ચ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડિયાનો અમરેલી જિલ્લામાં જન્મ (1956)

* 'પદ્મશ્રી’થી સન્માનિત ફિલ્મ અને ટીવી સિરિયલના નિર્માતા - નિર્દેશક રામાનંદ સાગર (મૂળનામ ચંદ્રમૌલી ચોપરા)નું અવસાન (2005)

* ટીવી અભિનેતા સિધ્ધાર્થ શુકલાનો મુંબઈમાં જન્મ (1980)

* અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિંહા, સુનિલ દત્ત, શશી કપૂર, રાખી, પરવીન બાબી, બિંદીયા ગોસ્વામી, કુલભુષણ ખરબંદા, મઝહર ખાન અને જ્હોની વોકર અભિનિત ફિલ્મ 'શાન' રિલીઝ થઈ (1980)
ડિરેક્શન : રમેશ સિપ્પી
સંગીત : આર.ડી. બર્મન