AnandToday
AnandToday
Friday, 08 Dec 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 9 ડિસેમ્બર 9 December
તારીખ તવારીખ : વિજય ઠક્કર (આણંદ)

ભારતનાં પહેલા મહિલા તસવીરકાર હોમાય વ્યારાવાલા નો આજે જન્મદિવસ

ભારતનાં પહેલા મહિલા તસવીરકાર અને ભારતમાં ફોટોગ્રાફીનાં ક્ષેત્રે સીમાસ્તંભરૂપ મહિલા ફોટો જર્નાલીસ્ટ હોમાય વ્યારાવાલાનો નવસારીમાં પારસી પરિવારમાં જન્મ (1913)
ઈ.સ.2011માં ભારતનું બીજા નંબરનું નાગરિક સન્માન ‘પદ્મ વિભૂષણ’ તેઓને એનાયત થયું હતું

* બોલીવુડ અભિનેત્રી કેટરિના કૈફ (જન્મ : હોંગકોંગ, ઉ. 38 અને ફિલ્મો 43) અને અભિનેતા વિકી કૌશલ (જન્મ: મુંબઈ, ઉ. 33 અને ફિલ્મો 14) લગ્ન બંધનમાં જોડાયા 

* ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષનાં પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીનો ઈટાલીનાં લ્યુસિઆના નામનાં ગામમાં જન્મ (1946)
ઈ.સ.1968માં તેમણે રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યા હતાં

* "રણજિતરામ સુવર્ણચન્દ્રક’ અને ‘પદ્મશ્રી’થી સન્માનિત કલાગુરુ રવિશંકર રાવળનું અવસાન 
(1977)

* આંગળીઓથી ભરપુર પરાક્રમ દેખાડવાના ખાસ ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં બેંગલોરના આઠ વર્ષના અથર્વ એ 3 રોટેટીંગ પઝલ ક્યુબ સોલ્વ કરવાનો વિશ્ચ કીર્તિમાન બનાવ્યો (2020)

* આણંદ જિલ્લામાં ૧૯ર ગ્રામ પંચાયતોની તા.૧૯ ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીમાં ૯ ગામ સમરસ જાહેર થયા, જયારે બાકીની ગ્રામ પંચાયતોમાં કુલ ૭૧૬એ સરપંચપદ માટે અને રર૮૦ ઉમેદવારોએ સભ્ય બનવા માટે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું (2021)