આણંદ ટુડે I આણંદ,
આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે આગામી તા. ૧૧ થી ૧૩ ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન સેન્ટર ફોર એગ્રીકલ્ચરલ માર્કેટ ઈન્ટેલીજન્સ - નાહેપ કાસ્ટ, આણંદ અને સ્કુલ ઓફ કોમ્પ્યુટર, ડેટા એન્ડ મેથેમેટીકલ સાયન્સિઝ, વેસ્ટર્ન સીડની યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયાના સંયુક્ત ઉપક્રમે એગ્રીકલ્ચરલ માર્કેટ ઈન્ટેલીજન્સ વિષય ઉપર આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના આશરે ૫૫૦ ડેલિગેટ્સ ભાગ લેનાર છે. આ કોન્ફરન્સનો મુખ્ય વિષય "ડ્રાઇવિંગ એગ્રીકલ્ચર ફોરવર્ડ : રીસન્ટ ટ્રેન્ડ્સ એન્ડ ઇનોવેશન્સ ઇન એગ્રીકલ્ચર માર્કેટ ઇન્ટેલિજન્સ' છે. આ કોન્ફરન્સમાં વૈજ્ઞાનિકો, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ, પ્રતિનિધિઓ તથા ઉદ્યોગ સાહસિકો એગ્રીકલ્ચર માર્કેટ ઇન્ટેલિજન્સના વિવિધ પાસાઓ ઉપર વિચાર વિમર્શ અને મંતવ્યો રજૂ કરશે. જેના થકી કૃષિના વ્યવસાયમાં મોટી સમસ્યા એવી બજાર વ્યવસ્થાપન માટે ભવિષ્યના આયોજનમાં મદદ મળશે. બજાર વ્યવસ્થાપનની સમસ્યાના પડકાર અને ભવિષ્યમાં તેની સામે કેવી વ્યૂહરચના અપનાવવી તેને ધ્યાનમાં રાખી આ કોન્ફરન્સમાં વિવિધ ૧૬ તાંત્રિક બેઠકો યોજાનાર છે. આ કોન્ફરન્સનો ઉદ્દઘાટનન સમારોહ તારીખ ૧૧ મી ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ સવારે ૯:૩૦ કલાકે બં. અ. કૃષિ મહાવિદ્યાલયના ઓડિટોરિયમ ખાતે યોજાનાર છે. જેમાં અધ્યક્ષ તરીકે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. કે. બી. કથીરીયા, મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચરના ચેરમેન કમિશનર પ્રોફેસર વિજય પોલ શર્મા, આઈસીએઆર ન્યુ દિલ્હીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (એજ્યુકેશન) અને નેશનલ ડાયરેક્ટર નાહપ ડૉ. આર. સી. અગ્રવાલ ઉપસ્થિત રહેનાર છે
*****