‘દાદાસાહેબ ફાળકે એવૉર્ડ’, ‘પદ્મભૂષણ’ અને ત્રણવાર ‘ફિલ્મફેર એવૉર્ડ’થી સન્માનિત હિન્દી ફિલ્મ અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા શશી કપૂર (બલવીરરાજ)નું મુંબઇમાં અવસાન (2017)
પૃથ્વીરાજ કપૂરનાં આ ત્રીજા નંબરનાં પુત્ર તરીકે જન્મ કોલકાતામાં થયો
શશી કપૂર 1957માં બ્રિટિશ નાટક કંપની 'શેક્સપિયરના' સાથે જોડાયાં અને આ કંપનીનાં માલિકની પુત્રી અને તેમનાં કરતા ત્રણ વર્ષ મોટી જેનિફર કેન્ડલ સાથે શશી કપૂરને પ્રેમ થયો અને બંનેએ લગ્ન કર્યા બાદ જેનિફર અને શશીએ 5 નવેમ્બર, 1978માં મુંબઈમાં પૃથ્વી થિયેટરની સ્થાપના કરી
તેમની નોંધપાત્ર ફિલ્મોમાં ‘ધરમપુત્ર’, ‘ચાર દીવારી’, ‘પ્રેમપત્ર’, ‘જબ જબ ફૂલ ખીલે’, ‘વક્ત’, ‘હસીના માન જાયેગી’, ‘પ્યાર કા મોસમ’, ‘ચોર મચાયે શોર’, ‘કભી.. કભી’, ‘સત્યમ, શિવમ, સુંદરમ’, ‘શાન’, ‘અંજામ’, ‘ઘર એક મંદિર’, ‘દો ઔર દો પાંચ’, ‘કાલા પત્થર’, ‘ત્રિશૂલ’, ‘ફકીરા’, ‘દીવાર’, ‘અનાડી’, ‘સુહાના સફર’ સહિત 160 ફિલ્મોમાં અભિનય કર્યો
નિર્માતા તરીકે શશી કપૂરે ઝુનૂન (1978), કલિયુગ (1980), 36 ચૌરંગી લેન (1981), વિજેતા (1982), ઉત્સવ (1984) જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું
કપૂર પરિવાર તેમને ‘અંગ્રેજ કપૂર’ અને રાજ કપૂર તો તેમને ‘ટેક્સી કપૂર’ કહીને બોલાવતા હતા
* ભારતીય ક્રિકેટર (26 ટેસ્ટ અને 191 વનડે રમનાર) અજીત અગરકરનો મુંબઈમાં જન્મ (1977)
તે વન-ડે ઈન્ટરનેશનલ (ODI)માં ભારત માટે ત્રીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને 1999 ક્રિકેટ વર્લ્ડ કપ, 2003 ક્રિકેટ વર્લ્ડ કપ, 2007 વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે
તેઓ 2007 ICC વર્લ્ડ ટ્વેન્ટી20 વિજેતા ટીમના પ્રારંભિક સભ્ય હતા
* ભારત દેશનાં 12માં વડાપ્રધાન તરીકે રહેલાં ઇન્દ્રકુમાર ગુજરાલનો પાકિસ્તાનમાં જન્મ (1919)
તેઓએ 21મી એપ્રિલ, 1997 થી 19મી માર્ચ, 1998 સુધી ભારતનાં વડાપ્રધાન પદ પર કાર્ય કર્યું
તેમણે ભારત સરકારના મંત્રીમંડળમાં વિભિન્ન હોદ્દાઓ પર વિદેશ મંત્રી, સંચારમંત્રી, સંસદીય કાર્ય, સૂચના અને પ્રસારણ મંત્રી, વિદેશ મંત્રી તથા આવાસ મંત્રી તરીકે કામ કર્યું
તેઓએ બીબીસીની હિન્દી સેવા માટે એક પત્રકારનાં રૂપમાં કાર્ય કર્યું
* ક્રિકેટ જગતમાં ગુજરાતનું ગૌરવ વધારનાર (7 ટેસ્ટ અને 97 ફર્સ્ટક્લાસ મેચ રમનાર) અમરસિંહ લધાભાઈ નકુમનો રાજકોટમાં જન્મ (1910)
તેમણે ટેસ્ટમાં 28 વિકેટ અને ફર્સ્ટક્લાસ મેચમાં 508 વિકેટ લીધી છે
તે શ્રેષ્ઠ ઓલરાઉન્ડર હતાં અને ભારતીય ક્રિકેટનાં ઇતિહાસમાં અમરસિંહ ઇતિહાસમાં પ્રથમ ફાસ્ટ બોલર માનવામાં આવે છે. ભારતનાં પ્રથમ ટેસ્ટ ક્રિકેટર પણ છે, લૅન્કશાયર લીગમાં રમનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ હતાં
માત્ર 30 વર્ષની વયે અવસાન પામનાર અમરસિંહ એ રણજી ટ્રોફીમાં 100 વિકેટ લીધી
વિજય મરચન્ટ સાથે તેમને એવી મૈત્રી હતી કે બંનેએ એકબીજાનાં નામ પરથી તેમનાં પુત્રોનાં નામ રાખ્યા તે પ્રમાણે અમરસિંહનો પુત્ર વિજય અને વિજય મરચન્ટનો પુત્ર અમ૨ છે
* પૂર્વ કેન્દ્રીય સંચાર અને માહિતી ટેકનોલોજી અને શિપિંગ રાજ્ય મંત્રી મિલિંદ દેવરાનો જન્મ (1976)
* કોલકાતાના ભૂતપૂર્વ શેરિફ, પ્રોફેસર અને રાષ્ટ્રવાદી ઇતિહાસકાર (રમેશચંદ્ર ) આર.સી.મજુમદારનો બાંગ્લાદેશમાં જન્મ (1888)
એક ઇતિહાસકાર તરીકે નમૂનેદાર ગ્રંથો લખ્યાં અને વસ્તુલક્ષીતા અને પૂર્વગ્રહ-અનુગ્રહવિહીન ઈતિહાસલેખન તેમની વિશેષતા રહી છે
* મોહન બાગાન તરફથી ડિફેન્ડર તરીકે રમતા ભારતીય પ્રોફેશનલ ફૂટબોલર સલામ રંજન સિંઘનો જન્મ (1995)
* ભારતીય વકીલ, ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા અને રાજકારણી રામાસ્વામી વેંકટરામનનો જન્મ (1910)
* દેવદાસ અને પરખ માટે ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેતા પુરસ્કારના વિજેતા હિન્દી ફિલ્મ અભિનેતા મોતીલાલનો સિમલા ખાતે જન્મ (1910)
તેઓ હિન્દી સિનેમાના પ્રથમ નેચરલ એક્ટર તરીકે જાણીતા છે
* પંજાબી નાટ્યકાર, થિયેટર દિગ્દર્શક, નવલકથાકાર અને ટૂંકી વાર્તા લેખક બલવંત ગાર્ગીનો જન્મ (1916)
* હિન્દી ફિલ્મ અભિનેતા, ડાન્સર અને હાસ્ય કલાકાર જાવેદ જાફરીનો ઉત્તર પ્રદેશ રાજ્યમાં જન્મ (1963)
તેમના પિતા જગદીપ ખુબ લોકપ્રિય બૉલીવુડ અભિનેતા હતા
* પંજાબી ગાયિકા અને અભિનેત્રી ગુરિન્દર કૌર કૈન્થનો જન્મ (1980)
* ભારતીય ફિલ્મ મોડલ, કોસ્ચ્યુમ ડિઝાઇનર, એડિટર અને અભિનેત્રી રેણુ દેસાઈનો જન્મ (1981)
* મલયાલમ ફિલ્મ અને થિયેટર અભિનેત્રી અપર્ણા ગોપીનાથનો જન્મ (1983)