AnandToday
AnandToday
Friday, 01 Dec 2023 18:30 pm
AnandToday

AnandToday

વિકસિત ભારત સંકલ્પ યાત્રા 

સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ધિરાણ આપવામાં આણંદ જીલ્લો  છઠ્ઠા ક્રમાંક ઉપર

આણંદ જિલ્લામાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ૫૧ હજારથી વધુ લાભાર્થીઓને રૂપિયા ૪૩૭.૩૬ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું

વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ગામેગામ બેંક સ્ટોલ પ્રધાનમંત્રી મુદ્રા યોજના લોન અંગે જાણકારી મેળવતા ગ્રામજનો

આણંદ ટુડે I આણંદ,
 આણંદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પ્રતિદિન જિલ્લાના પ્રત્યેક તાલુકાના બે ગામ ખાતે યાત્રાનો રથના માધ્યમથી ગ્રામજનો સુધી સરકારની યોજનાઓ પહોંચાડવામાં આવી રહી છે. આ યાત્રા દરમિયાન પ્રત્યેક ગામ ખાતે ઉભા કરવામાં આવેલ સ્ટોલ ઉપર જિલ્લાની તમામ સરકારી બેંકોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લાભ લેવા માટે ગ્રામજનો જાણકારી આપી રહયાં હોવાનું લીડ બેંકના અધિકારી શ્રી ડો. અભિષેક પરમાર એ જણાવ્યું હતુ.
પ્રધાન મંત્રી મુદ્રા યોજના ભારત સરકારની એક યોજના છે. જે વર્ષ - ૨૦૧૬ થી શરૂ કરવામાં આવી છે. આ મુદ્રા યોજનાથી માનવીની સમૃદ્ધિ વધારવા માટે  મદદ કરે છે. આ યોજના થકી લોન મળતા લોકોની વ્યવસાયિક અને વ્યાપારિક જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળે છે. આ યોજનામાં ત્રણ ભાગ છે - 'શિશુ' મુદ્રા લોન, 'કિશોર' મુદ્રા લોન અને 'તરુણ' મુદ્રા લોન. આ યોજનાનો ઉદ્દેશ છે, માનવી સમૃદ્ધિને આગળ વધારવી. આ યોજના અંતર્ગત શિશુ' મુદ્રા લોન રૂપિયા ૫૦૦૦૦/- સુઘી,  'કિશોર' મુદ્રા લોન - રૂપિયા ૫૦ હજાર થી ૫ લાખ સુધી અને 'તરુણ' મુદ્રા લોન રૂપિયા પ લાખ થી રૂપિયા ૧૦ લાખ સુઘી આપવામાં આવે છે.

આણંદ જિલ્લાના કોઈપણ નાગરિકને મુદ્રા લોન માટે અરજી કરવી હોય તો હાલ સમગ્ર આણંદ જિલ્લામાં ગામેગામ ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં બેંક સ્ટોલની મુલાકાત લઈને  અરજી કરી શકે છે, જાણકારી મેળવી શકે છે. અન્યથા જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારની નજીકની બેકં શાખાનો સંપર્ક કરી પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન મેળવી શકે છે, તેમ લીડ બેંક મેનેજરશ્રીએ વધુમાં જણાવ્યું છે.

કઈ કેટેગરીમાં કેટલું ધિરાણ આપવામાં આવ્યું

આણંદ જિલ્લામાં શિશુ કેટેગરીમાં ૩૨૮૧૧ લાભાર્થીને ૧૧૯.૯૮ કરોડ, કિશોર કેટેગરીમાં ૧૭૧૦૩ લાભાર્થીને ૨૦૬.૭૬ કરોડ  અને તરુણ કેટેગરીમાં ૧૧૦.૬૨ કરોડ નું ધિરાણ આપવામાં આવ્યુ છે. આમ કુલ ૫૧,૩૩૦ લાભાર્થીઓને રૂપિયા ૪૩૭.૩૬ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ધિરાણ આપવામાં આણંદ જીલ્લો  છઠ્ઠા ક્રમાંક ઉપર છે.