AnandToday
AnandToday
Friday, 01 Dec 2023 18:30 pm
AnandToday

AnandToday

ગૌરવ

જોડીયા ભાઈ-બહેને ઇન્ટરનેશનલ સ્કેટિંગ કોમ્પિટિશનમાં નાની વયે અપ્રતિમ સિદ્ધિ પ્રાપ્ત કરી

મૂળ ભાવનગરના વતની જોડિયા ભાઈ-બહેન હાલ નડિયાદમાં વસવાટ કરે છે.

ચારૂસેટ  યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. નીરવ ભટ્ટ અને પ્રાધ્યાપક ડો. નિકિતા ભટ્ટના 7 વર્ષના પુત્ર  કથન ભટ્ટે 3 બ્રોન્ઝ મેડલ અને 7 વર્ષની પુત્રી કાવ્યા ભટ્ટે 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળવી અનેરી સિદ્ધિ હાંસલ કરી

આણંદ ટુડે I નડિયાદ
મૂળ ભાવનગરના વતની અને હાલ નડિયાદમાં વસતા જોડિયા ભાઈ-બહેને ઇન્ટરનેશનલ સ્કેટિંગ કોમ્પિટિશનમાં અન્ડર-8 વર્ષની કેટેગરીમાં 3-3 મેડલ પ્રાપ્ત કરી નાની વયે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. એન્ડયુરન્સ વર્લ્ડ દ્વારા તાજેતરમાં મહારાષ્ટ્રના ખોપોલી મુકામે ઇન્ટરનેશનલ સ્કેટિંગ કોમ્પિટિશન યોજાઈ હતી. જેમાં  કેન્યા, શ્રીલંકા, U.A.E., નેપાલ, માલદીવ્સ જેવા વિવિધ દેશોએ ભાગ લીધો હતો. આ ઇન્ટરનેશનલ સ્કેટિંગ કોમ્પિટિશનમાં ચાંગા સ્થિત ચારુસેટ  યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. નીરવ ભટ્ટ અને પ્રાધ્યાપક ડો. નિકિતા ભટ્ટના 7 વર્ષના પુત્ર  કથન ભટ્ટે 3 બ્રોન્ઝ મેડલ અને 7 વર્ષની પુત્રી કાવ્યા ભટ્ટે 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળવી અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. આટલી નાની વયે આવી અપ્રતિમ સિદ્ધિ પ્રાપ્ત  કરવા બદલ અભિનંદન આપવામાં આવ્યા છે.