AnandToday
AnandToday
Sunday, 26 Nov 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તારીખ તવારીખ : વિજય એમ. ઠક્કર 
તા. 27 NOVEMBER : તા. 27 નવેમ્બર

પદ્મભૂષણથી સન્માનિત હિન્દી લેખક અને કવિ હરિવંશરાય બચ્ચનનો આજે જન્મદિવસ

 ‘પદ્મભૂષણ’થી સન્માનિત હિન્દી લેખક અને કવિ હરિવંશરાય (પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવ) બચ્ચનનો ઉત્તરપ્રદેશનાં પ્રતાપગઢ જિલ્લાનાં બાબુપટ્ટી ગામમાં જન્મ (1907)
હરિવંશરાય બચ્ચને હિન્દી સાહિત્યમાં ‘મધુશાલા’ માટે યાદ કરવામાં આવે છે, ‘મધુબાલા’, ‘મધુકલશ’, ‘તેરા હાર’, ‘નિશા નિમંત્રણ’, ‘દો ચટ્ટાને’ વગેરે તેમને કૃત્તિઓ છે
તેમણે પ્રારંભિક અભ્યાસ ઉર્દૂમાં કર્યો અને પછી અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. કર્યું અને ઘણા વર્ષો અલ્હાબાદ યુનિવર્સિટીનાં અંગ્રેજી વિભાગનાં પ્રોફેસર રહેલાં હરિવંશરાય બચ્ચને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી કવિ ડબલ્યુબી યેટ્સની કવિતાઓનું સંશોધન કરીને પીએચડી પૂર્ણ કર્યું હતું
તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો સાથે સંકળાયેલા હતાં અને હિન્દી નિષ્ણાત તરીકે વિદેશ મંત્રાલય સાથે પણ કામ કર્યું
તેમનાં પુત્ર અમિતાભ અભિનેતા છે અને અને અજિતાભ બિઝનેસમેન છે 

* બૉલીવુડ ફિલ્મ સંગીતકાર અને ગાયક બપ્પી લાહિરી (આલોકેશ અપરેશ લાહિરી)નો પશ્ચિમ બંગાળના જલ્પાઇગુડી ખાતે જન્મ (1952)
બપ્પી દા તરીકે પણ ઓળખાતા આ સંગીતકાર એ ડિસ્કો સંગીતના ઉપયોગને લોકપ્રિય બનાવ્યો અને બંગાળી, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ બોક્સ ઓફિસ પર મોટી સફળતા મેળવી
તેમની કારકિર્દીનો વળાંક તાહિર હુસૈનની હિન્દી ફિલ્મ ઝખ્મી (1975) હતો, જેના માટે તેમણે સંગીત આપ્યું અને પ્લેબેક સિંગર તરીકે બમણું કર્યું
તેમનું સંગીત 21મી સદીમાં ખૂબ આવકાર પામ્યું અને 1986 માં, તેમને એક વર્ષમાં 180 થી વધુ ગીતો રેકોર્ડ કરવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા માન્યતા આપવામાં આવી હતી
તેમના લોકપ્રિય ડિસ્કો-ઈલેક્ટ્રોનિક સંગીત ઉપરાંત, બપ્પી લાહિરી તેમની વ્યંગાત્મક શૈલીના સિગ્નેચર લુક માટે પણ જાણીતા હતા, જેમાં સોનાની સાંકળો, સુવર્ણ શણગાર, વેલ્વેટી કાર્ડિગન્સ અને સનગ્લાસનો સમાવેશ થતો હતો

* ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (18 ટેસ્ટ, 226 વનડે અને 78 ટી-20 રમનાર) સુરેશ રૈનાનો ઉત્તર પ્રદેશના મુરાદનગર ખાતે જન્મ (1986)
તે તેની ટ્વેન્ટી20 કારકિર્દીમાં 6000 તેમજ 8000 રન બનાવનાર પ્રથમ અને IPLમાં 5,000 રન પૂરા કરનાર પ્રથમ ક્રિકેટર છે
IPLમાં સૌથી વધુ કેચ (107) નો રેકોર્ડ તેના નામે છે અને ક્રિસ ગેલ પછી બીજા અને IPLમાં 100 સિક્સર મારનાર પ્રથમ ભારતીય ખેલાડી છે

* ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ અને ઈન્ડોરમા વેન્ચર્સ પીસીએલના સ્થાપક અને જૂથ સીઈઓ આલોક લોહિયાનો કોલકાતા ખાતે જન્મ (1958)

* બૉલીવુડ ફિલ્મ અને સંગીત નિર્માતા ભૂષણ કુમાર દુઆનો જન્મ (1977)
T-Series તરીકે જાણીતી સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે, જે કંપની તેમના પિતા ગુલશન કુમાર એ શરૂ કરી હતી
સુપર કેસેટ્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ, જે ટી-સિરીઝ તરીકે વ્યવસાય કરે છે અને એ ભારતીય સંગીત રેકોર્ડ લેબલ અને ફિલ્મ નિર્માણ કંપની છે, જેની સ્થાપના ગુલશન કુમાર દ્વારા 11 જુલાઈ 1983ના રોજ કરવામાં આવી, તે મુખ્યત્વે બોલિવૂડ સંગીતના સાઉન્ડટ્રેક્સ અને ઈન્ડી-પોપ સંગીત માટે જાણીતું છે
ટી-સિરીઝ (2014 સુધીમાં, ) ભારતનું સૌથી મોટું મ્યુઝિક રેકોર્ડ લેબલ બન્યું છે, T-Series 16 સપ્ટેમ્બર 2022 સુધીમાં 225 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ અને કુલ 201 બિલિયન વ્યૂઝ સાથે સૌથી વધુ જોવાયેલી અને સૌથી વધુ સબ્સ્ક્રાઇબ થયેલી YouTube ચેનલની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે
મ્યુઝિક લેબલ તરીકે સૌથી વધુ જાણીતું હોવા છતાં, ટી-સિરીઝને ફિલ્મ પ્રોડક્શન કંપની તરીકે કેટલીક સાધારણ સફળતા પણ મળી છે 

* અમેરિકન-હોંગકોંગનાં ચીની, અભિનેતા, દાર્શનિક, ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક, વિંગ ચુનનાં અભ્યાસકર્તા અને જીત કૂન ડો અવધારણાનાં સંસ્થાપક, માર્શલ આર્ટ કિંગ બ્રુસ લી (જોન ફાન લી)નો અમેરિકાના સાનફ્રાન્સિસ્કોમાં જન્મ (1940)
તેમનો પરિવાર 1941માં હોંગકોંગમાં સ્થાયી થયો અને લીએ બાળકલાકાર તરીકે 20 જેટલી ચાઈનીઝ ફિલ્મોમાં કામ કર્યું 
યુવાનીમાં એક્ટિંગ ક્ષેત્રે ઝંપલાવ્યુ અને ‘બિગ બોસ’, 'ધ વે ઑફ ડ્રેગન' જેવી એક્શન ફિલ્મો કરીને સફળ અભિનેતા તરીકે પ્રસ્થાપિત થયા, ‘ફિસ્ટ ઑફ ક્યૂરી’ ફિલ્મે તેમને મેગાસ્ટાર બનાવ્યાં પણ તેમની આવનારી ફિલ્મ 'ધ ડ્રેગન' ની રિલીઝ પહેલા તેઓ માત્ર 33 વર્ષની વયે મૃત્યુ પામ્યાં

* સ્વતંત્ર ભારતની લોકસભાનાં પહેલા સ્પીકર (લોકસભાનાં પિતા) અને દાદાસાહેબનાં હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની અને અગ્રણી વકીલ ગણેશ વાસુદેવ માવલંકરનો વડોદરામાં જન્મ (1888)
માવલંકર રાષ્ટ્રીય રાઇફલ એસોસિએશનનાં સ્થાપક-અધ્યક્ષ અને એફ્રો-એશિયન સંબંધો માટેની સંસ્થાનાં અધ્યક્ષ હતાં, ગુજરાત વિદ્યાપીઠમાં કાયદાનાં પ્રોફેસર, અમદાવાદ એજ્યુકેશન સોસાયટીનાં પ્રમુખ અને સ્થાપક-સદસ્ય, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનાં પ્રમુખ, ગુજરાત લૉ સોસાયટી અને ચરોતર એજ્યુકેશન સોસાયટી સાથે જોડાયેલાં હતાં, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી અને ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનામાં તેમનો સિંહફાળો હતો
તેઓ અમદાવાદ શહેરનું પ્રતિનિધિત્વ કરતી તત્કાલીન બૉમ્બે વિધાનસભામાં 1937-46 દરમિયાન બૉમ્બે વિધાનસભાનાં અધ્યક્ષ અને તા.15 મે, 1952 થી 27 ફેબ્રુઆરી, 1956 સુધી તેઓ લોકસભાનાં સ્પીકર રહ્યાં 

* આધુનિક ગુજરાતી કવિતાનાં સૌથી વધુ લોકપ્રિય કવિ અને વ્યવસાયે સરકારી કર્મચારી ‘સદાબહાર’ કવિ - ગીતકાર અને લેખક રમેશ પારેખનો અમરેલીમાં જન્મ (1940)
તેમની 1991 સુધીની બધી કવિતાઓ ‘છ અક્ષરનું નામ’ સંગ્રહમાં ગ્રંથસ્થ થઇ, જે સંગ્રહ અત્યંત લોકપ્રિય બન્યો અને ‘મન પાંચમનાં મેળામાં’ના ત્રણ ભાગમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે, તેમનાં નિબંધસંગ્રહો, ગઝલ સંગ્રહ સાથે બાળસાહિત્યમાં પણ તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે
‘વિતાન સુદ બીજ’ કાવ્યસંગ્રહ માટે રાષ્ટ્રીય સાહિત્યકાર સાહિત્ય અકાદમી એવૉર્ડ ઉપરાંત ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ પુરસ્કાર, ‘કુમાર સુવર્ણ ચંદ્રક’, ‘ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક’, ‘કલા ગૌરવ પુરસ્કાર’, ‘નર્મદ સુવર્ણચંદ્રક’, ‘ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર’, ‘ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક’, ‘શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક’, રાજ્યકક્ષાનો ‘ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર’, ‘રાજકુમાર ભુવલ્કા પુરસ્કાર’, ‘નરસિંહ મહેતા પુરસ્કાર’, ‘કલા ગૌરવ સુવર્ણચંદ્રક’થી તેઓ સન્માનિત થયા

* ભારતનાં પૂર્વ વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંઘનું અવસાન (2008)
તેઓ 1971માં લોકસભામાં સંસદસભ્ય બન્યાં અને વાણિજ્ય પ્રધાન, નાણા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન સહિત વિવિધ કેબિનેટ પોસ્ટ્ માટે સેવાઓ આપી
તેમણે જનતા પાર્ટીના વિવિધ જૂથોમાં ભળીને જનતા દળ પાર્ટીની રચના 1988માં કરી અને 1989ની ચૂંટણીઓમાં ભાજપનાં ટેકાથી સરકાર બનાવી વડાપ્રધાન બન્યા, તા. 2 ડિસેમ્બર, 1989 થી તા. 10 નવેમ્બર, 1990 સુધી આ પદ પર રહ્યાં

* ગુજરાતી ભાષાનાં ‘સૌંદર્યદર્શી’ કવિ તરીકે જાણીતાં કવિ બોટાદકર (દામોદર ખુશાલદાસ શાહ)નો બોટાદમાં જન્મ (1870) 
‘જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ’, ‘ભાભીનાં ભાવ મને ભીંજવે’ અને ‘મીઠલડી માવલડીએ આણાં મોકલ્યા જેવાં મધુર ગીતો તેમની યાદગાર રચનાઓ છે

* ભારતનાં જાણીતા સમાજ સુધારક અને 'રાષ્ટ્ર સેવિકા સમિતિ'ની સ્થાપના કરનાર લક્ષ્મીબાઈ કેલકર (આન્ટી જી - વંદનીય મૌસિજી)નું અવસાન (1978)

* ગોવાના ગવર્નર તરીકે સેવા આપનાર અને લેખક રાજકારણી મૃદુલા સિંહાનો જન્મ (1942)
* ચેતાતંત્રનો શોધક ચાર્લ્સ શેરિંગ્ટનનો લંડનમાં જન્મ (1857)
મગજ શરીરનો રાજા અને સંચાલક છે. આપણી દરેક ક્રિયાઓ મગજમાંથી મળેલા હુકમ પ્રમાણે થાય છે. મગજ કરોડરજ્જુમાંથી પસાર થતી ચેતાઓ દ્વારા શરીરનાં દરેક અંગ સાથે જોડાયેલું છે. આપણી ઇચ્છા તેમજ શરીરની જરૂરીયાત મુજબ મગજમાં રહેલા ચેતાકોષોમાંથી નીકળતાં સંદેશા ચેતાઓ દ્વારા શરીરનાં સ્નાયુઓને મળે છે અને શરીરનું સંચાલન થાય છે, આ કાર્ય રચનાની શોધ ચાર્લ્સ શેરિંગ્ટને કરેલી અને આ શોધ બદલ તેમને ઈ.સ.1932માં એડગર ડગ્લાસ એડ્રિયન વિજ્ઞાની સાથે મેડિસિનનું નોબેલ ઈનામ એનાયત થયું હતું 

* ભારતનાં પ્રસિદ્ધ ઇતિહાસકાર - લેખક કાશી પ્રસાદ જયસ્વાલ (કે.પી.જયસ્વાલ)નો ઉત્તરપ્રદેશનાં મિર્ઝાપુરમાં જન્મ (1881)

* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા અનિલ ધવનનો જન્મ (1950)

* તમિલ ફિલ્મોમાં અભિનેતા, નિર્માતા અને રાજકારણી ઉદયનિધિ સ્ટાલિનનો જન્મ (1977)

* ભારતીય શાસ્ત્રીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર નમ્રતા રાયનો જન્મ (1984) 

* ભારતીય મૂળના બ્રિટિશ ફિલ્મ અભિનેત્રી અને થિયેટર વ્યક્તિત્વ સંજના કપૂરનો જન્મ (1967)

* પ્યાર કી યે એક કહાની અને દિયા ઔર બાતી હમમાં તેમની હાસ્યજનક ભૂમિકા માટે જાણીતા હિન્દી ટીવી અભિનેતા ગૌતમ ગુલાટીનો જન્મ (1987)

* પંજાબી ફિલ્મોમાં અભિનેત્રી, મોડલ અને ગાયિકા હિમાંશી ખુરાનાનો જન્મ (1991)