આણંદ ટુડે I આણંદ,
શિયાળાની ઋતુની શરૂઆતની સાથે રાજ્યની સાથે આણંદ જિલ્લામાં શરદી-ખાંસી અને તાવના કેસોમાં થતા વધારાને ધ્યાને લઈ આગમચેતીના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. દિપક પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલ - પેટલાદ, જનરલ હોસ્પિટલ - આણંદ, સામુહિક આરોગ્ય કેન્દ્ર - વાસદ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર - તારાપુર ખાતે કાર્યરત ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી સંબંધી મોકડ્રીલ યોજાઈ હતી.
આ મોકડ્રીલના ભાગરૂપે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરી દરેક બેડ સુધી ઓક્સિજન પહોંચી રહ્યો છે કે કેમ? તેની ચકાસણી કરી અધ્ધવચ્ચે ઓક્સિજન લિકેજ છે કે કેમ? તેની પણ ચકાસણી કરવામાં આવતા તમામ પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત માલુમ પડેલ છે.
*****