AnandToday
AnandToday
Thursday, 23 Nov 2023 18:30 pm
AnandToday

AnandToday

ચારૂસેટ-BDIPS ના મેડીકલ  ઇમેજીંગ   ટેકનોલોજી વિભાગ અને આર્થો-થ્રીડી (Artho3D) વચ્ચે M.O.U


આ MOU વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્યના દરવાજા ખોલશે

આણંદ ટુડે I ચાંગા
ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (CHARUSAT) સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સિસ (BDIPS) ના મેડીકલ  ઇમેજીંગ ટેકનોલોજી વિભાગે  અમદાવાદસ્થિત અગ્રણી મેડિટેક એન્ટરપ્રાઈઝ, આર્થો-થ્રીડી (Artho3D) સાથે હાથ મિલાવ્યા છે અને પરિવર્તનલક્ષી જોડાણની રચના કરવામાં આવી છે. આ ભાગીદારી અંતર્ગત તાજેતરમાં ચારુસેટના અગ્રણી હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સમજૂતીપત્ર (એમઓયુ-MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 
MOU પર હસ્તાક્ષર કરવાના પ્રસંગે BDIPSના પ્રિન્સિપાલ ડો. હેમંતકુમાર, મેડીકલ  ઇમેજીંગ ટેકનોલોજી વિભાગના વડા (HOD) ડોલી શર્મા, આસીસ્ટન્ટ પ્રોફેસર સંતોષ ઓઝા અને આસીસ્ટન્ટ પ્રોફેસર શ્રીની શાહ અને  આર્થો-થ્રીડી (Artho3D) ના પદાધિકારીઓ ડો. મનીષ શાહ, ડો. અમિષી શાહ અને સંજય ડાભી  ઉપસ્થિત રહ્યા હતા.  
આ MOU હેલ્થકેર અને ટેક્નોલોજીના સંકલન સાથે આવતીકાલના વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ પથ દર્શાવવાનું વચન આપે છે. આર્થો-થ્રીડીનું ઓગમેન્ટેડ આર્થો-થ્રીડી બોન પ્લેટફોર્મ હેલ્થકેર ટેકનોલોજીમાં સંશોધન, નવીનતા અને વિશાળ તકો પૂરી પાડવા માટે પથદર્શક બનવા તૈયાર છે. આ MOU વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્યના દરવાજા ખોલશે, જેના થકી વિદ્યાર્થીઓ તેમની કલ્પનાઓની વિશાળ ક્ષિતિજ વિકસાવી પ્રગતિ કરી શકશે, એટલું જ નહિ, સર્જન-ઇનોવેશન પણ કરી શકશે.  
આ MOU શૈક્ષણિક ક્ષેત્રે અને રિસર્ચ ડેવલપમેન્ટમાં ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવાના હેતુથી ગહન ભાગીદારી પ્રસ્થાપિત કરશે. MOU અંતર્ગત ચારુસેટ અને આર્થો-થ્રીડી (Artho3D) પ્રોજેક્ટ્સ અને સંશોધનની જરૂરિયાતો બાબતમાં ફેકલ્ટી સભ્યો, રિસર્ચ સ્કોલર્સ અને વિદ્યાર્થીઓનું આદાનપ્રદાન કરશે.