આણંદ ટુડે I આણંદ,
આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફટી ઓફિસર દ્વારા ઇન્ફિનિટી ટેમ્પટેશન, ૧૨૪, મારુતિ સોલારીસ, આણંદ ખાતેથી મલેશિયન નુડલ્સ લુઝ (તૈયાર ફૂડ) ની ખરીદી કરી જથ્થાના નમુનાનો એક ભાગ ફૂડ એનાલિસ્ટશ્રી, ભુજને મોકલવામાં આવેલ જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.
આમ, સબ સ્ટાન્ડર્ડ ખાદ્ય ચીજનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરતા હોવાનું સ્પષ્ટપણે પુરવાર થતું હોઇ આણંદના એડજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ દ્વારા કરવામાં આવેલ હુકમ મુજબ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની કલમ -૫૧ હેઠળ ઇન્ફિનિટી ટેમ્પટેશન, ૧૨૪, મારુતિ સોલારીસ, આણંદના ફૂડ બિઝનેસ ઓપરેટર શ્રી પ્રશાંતકુમાર કનૈયાલાલ નાયકને રૂપિયા ૨૫,૦૦૦ અને વેન્ડર પેઢીના માલિક શ્રી અમિતકુમાર રાનપરને રૂપિયા ૫૦,૦૦૦ નો દંડ કરવામાં આવ્યો છે.
પ્રતિકાત્મક તસવીર સોર્સ બાય google
*****