AnandToday
AnandToday
Monday, 06 Nov 2023 18:30 pm
AnandToday

AnandToday

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં ૩,૪૯૨ યુવાનોએ મતદાર યાદીમાં નામ નોંધાવ્યા

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત ખાસ ઝુંબેશના દિવસે ૭,૨૧૩ અરજીઓ મળી

આણંદ ટુડે I આણંદ,

 મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં તા. ૦૫/૧૧/૨૦૨૩ના રોજ ખાસ ઝુંબેશ યોજાઈ હતી. જે અંતર્ગત જિલ્લામાંથી કુલ ૭,૨૧૩ અરજીઓ મળી હતી. 

ખાસ ઝૂંબેશના દિવસે નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૩,૪૯૨, આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(બ)ની ૬૦૯, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૯૩૨ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ દિવ્યાંજન અંકિત કરવા માટેની ફોર્મ નંબર ૮ ની ૨,૧૮૦ અરજીઓ મળીને કુલ ૭,૨૧૩ અરજીઓ મળી હતી. 

આ અંતર્ગત આણંદના સાત વિધાનસભા મતવિસ્તારમાં ખાસ ઝૂંબેશના દિવસે મળેલ કુલ અરજીઓ પૈકી ૧૦૮ ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૩૮૭,  આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(બ)ની ૨૬૩, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૧૩૪ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ દિવ્યાંજન અંકિત કરવા માટેની ફોર્મ નંબર ૮ ની ૩૮૯ અરજીઓ મળીને કુલ ૧,૧૭૩ અરજીઓ મળી હતી. 

૧૦૯ બોરસદ વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૪૫૮,  આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(બ)ની ૧૨૨, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૧૨૪ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ દિવ્યાંજન અંકિત કરવા માટેની ફોર્મ નંબર ૮ ની ૩૧૮ અરજીઓ મળીને કુલ ૧,૦૨૨ અરજીઓ મળી હતી. 

૧૧૦ આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૬૮૪,  આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(બ)ની ૧૫, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૧૬૯ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ દિવ્યાંજન અંકિત કરવા માટેની ફોર્મ નંબર ૮ ની ૨૧૫ અરજીઓ મળીને કુલ ૧,૦૮૩ અરજીઓ મળી હતી. 

૧૧૧ ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં ખાસ ઝૂંબેશના દિવસે નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૫૦૭,  આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(બ)ની ૧૦૮, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૨૨૫ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ દિવ્યાંજન અંકિત કરવા માટેની ફોર્મ નંબર ૮ ની ૩૯૫ અરજીઓ મળીને કુલ ૧,૨૩૫ અરજીઓ મળી હતી. 

૧૧૨ આણંદ વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૩૮૭,  આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(બ)ની ૩૫, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૧૦૮ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ દિવ્યાંજન અંકિત કરવા માટેની ફોર્મ નંબર ૮ ની ૩૦૫ અરજીઓ મળીને કુલ ૮૩૫ અરજીઓ મળી હતી. 

૧૧૩ પેટલાદ વિધાનસભા મતવિસ્તારમાં નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૬૦૯,  આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(બ)ની ૫૬, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૬૭ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ દિવ્યાંજન અંકિત કરવા માટેની ફોર્મ નંબર ૮ ની ૨૫૨ અરજીઓ મળીને કુલ ૯૮૪ અરજીઓ મળી હતી. 

૧૧૪ સોજિત્રા વિધાનસભા મતવિસ્તારમાં ખાસ ઝૂંબેશના દિવસે નવા નામ નોંધાવવા માટેની ફોર્મ નં ૬ ની ૪૬૦, આધાર કાર્ડ લિંક કરવા માટેની ફોર્મ નં. ૬(બ)ની ૧૦, નામ કમી કરાવવા માટેની ફોર્મ નંબર ૭ ની ૧૦૫ અને સુધારા-વધારા, સ્થળાંતર તેમજ દિવ્યાંજન અંકિત કરવા માટેની ફોર્મ નંબર ૮ ની ૩૦૬ અરજીઓ મળીને કુલ ૮૮૧ અરજીઓ મળી હોવાનું ચૂંટણીશાખાની યાદીમાં જણાવાયું છે. 

*****