AnandToday
AnandToday
Sunday, 05 Nov 2023 18:30 pm
AnandToday

AnandToday

મતદાન જાગૃતિ અંગે અનોખું અભિયાન

આણંદ જિલ્લાની ૬૭૨ શાળાઓના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પત્ર લેખન થકી વાલીઓને મતદાન અંગે જાગૃત કર્યા

આણંદ જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ સ્વીપ અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન


આણંદ ટુડે I આણંદ, 
આણંદ જિલ્લાના મતદારોમાં મતદાન અંગે જાગૃત્તિ વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિતા લાછુન તથા સ્વીપના નોડલ અધિકારી અને આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અર્ચના પ્રજાપતિ દ્વારા મતદાર જાગૃતિ અર્થે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ કાર્યક્રમના ભાગરૂપે તા. ૨૫/૧૦/૨૦૨૩ થી ૩૦/૧૦/૨૦૨૩ દરમિયાન જિલ્લામાં શાળા-કોલેજોના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓને પત્ર લખીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદીમાં નામ દાખલ કરવા - સુધારણા માટે અને મતદાન અંગે જાગૃતતા ફેલાવવામાં આવી હતી. જેમાં જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજો મળી કુલ ૬૭૨ શાળા-કોલેજોના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સહભાગી બનીને વાલીઓને પત્ર લખીને મતદાન અંગે જાગૃત કર્યા હતા.