ભારતીય ક્રિકેટર (51 ટેસ્ટ અને 136 વનડે રમનાર બેટ્સમેન), ટેલિવિઝન વ્યક્તિત્વ (ધ કપિલ શર્મા શૉ) અને રાજકારણી રહેલ નવજોત સિંહ સિદ્ધુનો પટિયાલા ખાતે જન્મ (1963)
તેઓ અમૃતસર લોકસભા બેઠકના સાંસદ (2004-2014) અને પંજાબ વિધાનસભાના સભ્ય (2017-22) રહ્યા
* ગુજરાતી સાહિત્યનાં નવલકથાકાર, કવિ, ચરિત્રકાર, વિવેચક અને પ્રકાંડ પંડિત ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનો ખેડા જિલ્લાનાં નડિયાદ ખાતે જન્મ (1855)
ગોવર્ધનરામનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની બુદ્ધિવર્ધક શાળામાં થયું અને પછી અંગ્રેજી ત્રણ ધોરણ નડિયાદમાં અને ચોથા ધોરણથી મુંબઇની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો
તેમનાં સૌ સર્જનોમાં સબળ સર્જન તો “સરસ્વતી ચંદ્ર' છે, ‘સરસ્વતીચંદ્ર’: ભાગ-1 (1887) નવલકથા એમની ગ્રંથરૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. પછી ક્રમશઃ તેના ભાગ-2 (1892), ભાગ-3 (1898) અને ભાગ-4 (1901) પ્રકાશિત થયાં
ગુણસુંદરી જેવું ગુણિયલ પાત્ર સર્જીને ગોવર્ધનરામે ગુર્જરી નારીનું ગૌરવ વધાર્યું, સરસ્વતીચંદ્ર-કુમુદનાં ભગ્નાશ પ્રણયની કથા, ચારે ભાગને આવરી લેતી હોવા છતાં ‘સરસ્વતીચંદ્ર’ માત્ર પ્રણયકથા નથી; પ્રણયકથા નિમિત્તે એ સંસ્કૃતિકથા છે
* પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી સન્માનિત ભારતના ક્રિકેટ ખેલાડી (104 ટેસ્ટ અને 251 વનડે રમનાર) આક્રમક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગનો દિલ્હી ખાતે જન્મ (1978)
‘વીરુ’નાં હુલામણા નામથી ઓળખાતા સહેવાગ વિશ્વનાં વિઝડન અગ્રણી ક્રિકેટર તરીકે સન્માનિત કરનાર પ્રથમ ભારતીય બન્યાં હતાં
તેમણે પોતાની કારકિર્દીમાં 104 ટેસ્ટમાં 8,586 રન અને 251 વનડેમાં 8,273 રન બનાવ્યા છે
તેમના આંતરરાષ્ટ્રીય રેકોર્ડ્સમાં ઓપનર તરીકે ટેસ્ટ અને ODI બંનેમાં 7,500 થી વધુ રન બનાવનાર ઇતિહાસમાં એકમાત્ર બેટ્સમેન છે
સૌથી ઝડપી ટેસ્ટ ટ્રિપલ સદી માટે માત્ર 278 બોલ લીધા, ટેસ્ટમાં બીજા સૌથી ઝડપી 250 રન માટે 207 બોલ લીધા, ટોચની દસ સૌથી ઝડપી ટેસ્ટ બેવડી સદીઓમાંથી ચાર વીરેન્દ્રના નામ પર છે, જેમાં બીજી સૌથી ઝડપી ODI બેવડી સદી જેના માટે તેણે 140 બોલ લીધા હતા, ટેસ્ટમાં સૌથી વધુ ત્રેવડી સદી: 2 (ડોન બ્રેડમેન, બ્રાયન લારા અને ક્રિસ ગેલ સાથે) સંયુક્ત રેકોર્ડ ધારક છે, ટેસ્ટ ઈતિહાસમાં બે ત્રેવડી સદી ફટકારનાર અને એક દાવમાં પાંચ વિકેટ ઝડપનાર એકમાત્ર ક્રિકેટર છે
100-પ્લસ સ્ટ્રાઇક રેટ પર ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ ટેસ્ટ સ્કોર: 319 નોંધાવ્યો
સેહવાગ અને ગ્રેહામ ગૂચ એકમાત્ર એવા બેટ્સમેન છે જેમણે સંપૂર્ણ ટેસ્ટ ઇનિંગ્સમાં બેટિંગ કરીને ટીમના 60% કરતા વધુ રન બનાવ્યા
* બોલિવૂડમાં કિંગ ઓફ મેલોડી તરીકે ઓળખાતા પ્લેબેક સિંગર કુમાર સાનુ (કેદારનાથ ભટ્ટાચાર્ય)નો કોલકાતા ખાતે જન્મ (1957)
મોહમ્મદ રફી જેવો સુરનો ઠહેરાવ, કિશોર કુમારનો થ્રો અને એક્ટીંગ ને મુકેશ જેવું સેન્ટીમેન્ટનો સમનવ્ય એટલે કુમાર શાનુનો અવાજ અને ગાવાની શૈલી ગાયક કિશોર કુમારથી વધારે પ્રભાવિત છે અને તેઓ બોલીવુડના હજારો હિન્દી ગીતો ગાવા સાથે ખુબ પ્રખ્યાત રહ્યા છે
* ગુજરાતી કવિ અને વિવેચક જયંત હિંમતલાલ પાઠકનો પંચમહાલ જિલ્લાનાં રાજગઢ તાલુકાનાં ગોઠ ગામમાં જન્મ (1920)
તેઓ સાહિત્ય અકદાદમી પુરસ્કાર, કુમાર સુવર્ણ ચંદ્રક, નર્મદ સુવર્ણ ચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક અને ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, નરસિંહ મહેતા એવોર્ડ જેવાં પારિતોષિકોથી સન્માનિત થયાં
* ભારતનાં ન્યાયતંત્રનાં ઈતિહાસમાં હાઈકોર્ટનાં પહેલાં મહિલા જજ તરીકે સેવા આપનાર લીલા શેઠનો લખનૌમાં જન્મ (1930)
લંડન પહોંચીને લીલા શેઠ કાનૂનની- બારની પરીક્ષામાં પ્રથમ સ્થાને આવી કાયદાશાસ્ત્રમાં શ્રેષ્ઠ સાબિત થયા બાદ ભારત પાછા ફર્યાં અને લીલા શેઠ દિલ્હી હાઈકોર્ટનાં પહેલાં મહિલા જજ બન્યા, હિમાચલપ્રદેશ રાજ્યની હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ બનનાર પહેલા મહિલા ઉત્કૃષ્ઠ મૂલ્યો માટે સંઘર્ષ કરનાર પ્રતિભા તરીકે પણ યાદ કરાય છે
* માઉન્ટ એવરેસ્ટનાં શિખર પર પહોંચનાર પ્રથમ મહિલા જુન્કો તાબેઇનું જાપાનનાં કાવાગોએમાં અવસાન (2016)
* ભૌતિક નૃવંશશાસ્ત્રી અને ભારતના માનવશાસ્ત્રીય સર્વેક્ષણના પ્રથમ નિર્દેશક બિરજા શંકર ગુહાનું બિહારના ઘાટશિલામાં મૃત્યુ (1961)
* ભારતના મહાન શાસ્ત્રીય તબલાવાદક બિક્રમ ઘોષનો જન્મ (1966)
* હિન્દી અને ગુજરાતી સ્ક્રીન અને થિયેટર અભિનેતા કિરણ કુમારનો જન્મ (1953)
* રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ ચંદ્રકથી સન્માનિત ગુજરાતી હાસ્યકાર, વાર્તાલેખક, નાટ્યકાર, સંપાદક અને અનુવાદક ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતાનો સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણમાં જન્મ (1890)
* લિબિયામાં 40 વર્ષ સુધી શાસન કરનાર સરમુખત્યાર મોહમ્મદ ગદ્દાફી ગૃહ યુદ્ધમાં માર્યા ગયા (2011)
લિબિયન સિવિલ વોરમાં લિબિયાના પદભ્રષ્ટ નેતા મુઅમ્મર ગદ્દાફીને સિર્ટના યુદ્ધ દરમિયાન પકડવામાં આવ્યો અને એક કલાક કરતાં પણ ઓછા સમય પછી તે માર્યો ગયો
* હિન્દી મ્યુઝિકલ રોમાંસ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ("ધ બીગ-હાર્ટેડ વિલ ટેક ધ બ્રાઇડ") રજૂ થઇ (1995)
DDLJ યશ ચોપરાના મોટા પુત્ર આદિત્ય ચોપરાની પ્રથમ લખવામાં અને નિર્દેશિત કરવામાં આવેલ ફિલ્મ છે, શાહરૂખ ખાન અને કાજોલ અભિનિત આ ફિલ્મની વાર્તા રાજ અને સિમરન નામના બે યુવા બિન-નિવાસી ભારતીયોની આસપાસ ફરે છે
આ ફિલ્મ શ્રેષ્ઠ ફિલ્મના રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થઇ અને 10 ફિલ્મફેર એવોર્ડ (શ્રેષ્ઠ ફિલ્મ, નિર્દેશન, અભિનેતા, અભિનેત્રી, સહાયક અભિનેત્રી, કોમિક રોલ, ગીતકાર, સ્ક્રીનપ્લે, ડાયલોગ અને પુરુષ ગાયક માટે) એક સાથે આ ફિલ્મ માટે આપવામાં આવ્યા
દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મએ 2001માં, શોલે (1975)ને પાછળ છોડી દીધી, શોલે ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી લાંબી ચાલતી ફિલ્મ તરીકે મિનર્વા થિયેટરમાં પાંચ વર્ષથી વધુ સમય સુધી ચાલી હતી
1995માં DDLJની મૂળ રજૂઆત પછીથી ત્રણ વર્ષ સુધી મુગલ-એ-આઝમ (1960) બતાવવા માટે પ્રખ્યાત મરાઠા મંદિર થિયેટરમાં પ્રદર્શિત થયા બાદ 1,009 અઠવાડિયા પછી 19 ફેબ્રુઆરી 2015ના રોજ ફિલ્મનું પ્રદર્શન સમાપ્ત કર્યું, ચાહકોના સમર્થન અને પ્રોડક્શન કંપની સાથે વાતચીત બાદ, ફિલ્મને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો અને 16 માર્ચ, 2020 સુધીમાં, તે 1251 અઠવાડિયા (24 વર્ષ) થી રહ્યું હતું તે દરમિયાન 46 વર્ષથી મંદિરમાં કામ કરી રહેલા પ્રોજેક્શનિસ્ટે આ ફિલ્મ 9,000 થી વધુ વખત જોઈ છે
* સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોઝની સ્થાપ્ના સિંગાપુરમાં કરી (1943)
* ઑન્ટારિયોએ ડેલાઇટ સેવિંગ ટાઈમ લંબાવનાર પ્રથમ કેનેડિયન પ્રાંત બન્યો (2005)
* ભારતીય કોર્પોરેશન 'ટાટા ગ્રૂપે' એંગ્લો-ડચ સ્ટીલ કંપની કોરસને ખરીદવાનું નક્કી (2006)
ભારતીય કંપની દ્વારા વિદેશી કંપનીનું અત્યાર સુધીનું સૌથી મોટું ટેકઓવર છે
* ઑસ્ટ્રેલિયાની ઓળખસમાં સિડની ઓપેરા હાઉસને કાર્યક્રમોનાં આયોજન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું (1973)
ડેનિશ આર્કિટેક્ટ જોમ ઉટઝોનની ડિઝાઇન પર બનેલ સિડની ઓપેરા હાઉસ વિશ્વના સૌથી જાણીતા અને લોકપ્રિય પરફોર્મિંગ આર્ટ્સ સેન્ટર તરીકે ગણના થાય છે, જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘોષિત કરવામાં આવ્યું છે,
જે જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલા આ ઓપેરા હાઉસમાં દર વર્ષે 1500થી પણ વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને લગભગ 1 કરોડ દર્શકો દ્વારા તેઓ માણવામાં આવે છે