AnandToday
AnandToday
Friday, 13 Oct 2023 18:30 pm
AnandToday

AnandToday

ચીખોદરા સ્થિત મહેશ ઓઈલ એન્ટરપ્રાઈઝ ખાતેથી લીધેલા ખાદ્યતેલના નમુના મીસ બ્રાન્ડેડ જાહેર

પેઢીના માલિકને રૂપિયા ૧.૭૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો

આણંદ ટુડે I આણંદ,
 ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતાં ઉત્પાદકો-વેપારીઓ દ્વારા નિયમાનુસાર વેચાણ થાય છે કે નહીં ? તેમજ તેમાં કોઇ ભેળસેળ છે કે કેમ ? અને તે માનવ વપરાશ માટે યોગ્ય છે કે કેમ ? તેમજ ખાદ્યચીજવસ્તુઓનુ વેચાણ એફ.એસ.એસ.એ. મુજબ થાય છે કે નહીં ? તેની ચકાસણી અર્થે સમયાંતરે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સબંધિત ઊત્પાદકો- વેપારીઓના સ્થળની મુલાકાત લઈ તેઓના નમૂનાની ચકાસણી કરવામાં આવે છે તેમજ મળેલ ફરિયાદોના આધારે જે તે વેપારી દ્વારા વેચાણ કરવામાં આવતી ખાદ્યચીજવસ્તુઓની ખરીદી કરીને તેનું ફુડ એનાલીસીસ કરવામાં આવે છે.
 
આ કાર્યવાહીના ભાગરૂપે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આણંદના ફુડ સેફટી ઓફિસર દ્વારા સાક્ષીની રૂબરૂમાં આણંદ તાલુકાના ચીખોદરા ગામે સારસા રોડ પર આવેલ મહેશ ઓઈલ એન્ટરપ્રાઈઝના માલિક ભરતકુમાર ત્રિકમલાલ મહેશ્વરી પાસેથી ફુડ સેફટી ઓફિસર દ્વારા એફ.એસ.એસ.એ.-૨૦૦૬ અને તે અન્વયેના નિયમો હેઠળ મહેશ બ્રાન્ડ ખાદ્યતેલ અને કમલ બ્રાન્ડના ખાદ્યતેલના નમુના લઇ ફુડ એનાલીસ્ટશ્રી, ભુજને નિયમાનુસાર પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવતાં આ નમુનો ફુડ એનાલીસ્ટશ્રી, ભુજ દ્વારા “મીસ બ્રાન્ડેડ” જાહેર કરવામાં આવ્યો હતો. 

આ તપાસ દરમિયાન ૧૫ કિલોની ભરતીવાળા મહેશ બ્રાન્ડ ખાદ્યતેલના ૮૦ અને કમલ બ્રાન્ડના ખાદ્યતેલના ૨૯ ડબ્બા તેમજ એલ્યુમિનિયમના એક મુખ્ખામાં પીનટ લેવલ ઓઇલ યુઝનો આશરે ત્રણ કિલોનો જથ્થો મળી આવ્યો હતો.

ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અને તે અન્વયેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન-૨૦૧૧ના Food Products and Food Additive રેગ્યુલેશન ૨.૨.૧. મુજબ સદર નમુનામાં Lodine Value નિયત માત્રા કરતા ઓછી તેમજ Added Flavour, Absent હોવું જોઈએ તેની જગ્યાએ Peanut Flavour Detected થયેલ હોય જે ધારા ધોરણ મુજબ ના હોય સદર નમૂનો મીસ બ્રાન્ડેડ તથા 'Contains Adulterant' જાહેર થતા આણંદના એડજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ. દેસાઈ દ્વારા ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ધારાની વિવિધ કલમ હેઠળ પેઢીના માલિક ભરતકુમાર ત્રિકમલાલ મહેશ્વરીને વ્યક્તિગત રીતે રૂપિયા ૧.૭૫ લાખનો દંડ કરવામાં આવ્યો છે.

સમાચારમાં આપેલ તસવીર પ્રતિકાત્મક
*******