AnandToday
AnandToday
Tuesday, 10 Oct 2023 18:30 pm
AnandToday

AnandToday

સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા 

આણંદ ખાતેવાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ આણંદકાર્યક્રમ યોજાશે

વાઇબ્રન્ટ ગુજરાત - વાઇબ્રન્ટ આણંદ' કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્ટોલ્સ ઉભા કરાશે

જિલ્લાની વિવિધ પ્રોડક્ટસ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે તેમજ જિલ્લામાં વધુમાં વધુ એમ.ઓ.યુ. થાય તે મુજબનું આયોજનબધ્ધ કાર્ય કરાશે.

આણંદ ટુડે I આણંદ

સમગ્ર રાજ્યમાં ‘વાયબ્રન્ટ ગુજરાત - વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અન્વયે આગામી તા. ૧૩ ઓક્ટોબરના રોજ આણંદ ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત - વાઇબ્રન્ટ આણંદ' કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની વિવિધ પ્રોડક્ટસ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે તેમજ જિલ્લામાં વધુમાં વધુ એમ.ઓ.યુ. થાય તે મુજબનું આયોજનબધ્ધ કાર્ય કરવામાં આવનાર છે. 

આણંદ સ્થિત સરદાર પટેલ બેંકવેટ હોલ ખાતે યોજાનાર આ ‘વાઇબ્રન્ટ ગુજરાત - વાઇબ્રન્ટ આણંદ’ કાર્યક્રમ દરમિયાન વિવિધ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમના સ્થળે વિવિધ પ્રકારના સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે. જેમાં બેંકિંગ, નાણાંકીય સેવાઓ, એમ.એસ.એમ.ઇ. લોન, આર.એસ.ઈ.ટી.ઈ., બાગાયત પાકો તથા ખેતીને સંલગ્ન, ઔદ્યોગિક એકમો અને ઓ.ડી.ઓ.પી. આર્ટીજન હેઠળ આવતી પ્રોડક્ટસના વિવિધ પ્રકારના સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ઉભા કરવામાં આવનાર સ્ટોલ્સનો લાભ કાર્યક્રમમાં આવનાર રોકાણકારો, ધંધાર્થીઓ-વ્યાપારીઓ, યુવા ઉદ્યમકારો અને અન્ય ઉત્પાદન,નિર્માણ અને સેવા સાથે જોડાયેલા લોકો તેમજ વિવિધ ક્ષેત્રના વ્યવસાયો સાથે સંકળાયેલા મહાનુભાવોને મળી રહેશે. 

નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

આણંદમાં આગામી તા. ૧૩ ઓક્ટોબરના રોજ  ‘વાઇબ્રન્ટ ગુજરાત - વાઇબ્રન્ટ આણંદ' કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે સંબંધિત વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એસ. દેસાઈના અધ્યક્ષસ્થાને આણંદ સરકીટ હાઉસ ખાતે બેઠક મળી હતી. 

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓ પાસેથી આ કાર્યક્રમ અન્વયે થયેલ કામગીરીની વિગતો મેળવીને કાર્યક્રમના સુચારૂ આયોજન અને તેના અમલીકરણ અર્થે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેમણે કાર્યક્રમ આરંભ થાય ત્યારથી પૂર્ણ થાય ત્યા સુધીની કરવાની થતી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી જરૂરી સુચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી આર.એસ. પટેલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.સી.રાવલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

નોંધ- સમાચારમાં મુકેલ તસવીર પ્રતિકાત્મક

*****