AnandToday
AnandToday
Monday, 09 Oct 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદ અને પેટલાદમાં ખાણી પીણીની લારી પર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા

આણંદ ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા પેટલાદમાં ૩૨ અને આણંદમાં ૨૦ ખાણીપીણીની લારીઓની તપાસ

તપાસમાં બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓના કુલ ૪૯ કિ.ગ્રા. જથ્થાનો નાશ કરવામાં આવ્યો

આણંદ, મંગળવાર 

આણંદ જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા આણંદ જિલ્લાના પેટલાદ લોકમેળા ખાતે ખાણીપીણીની ૩૨ અને આણંદ ગણેશ ચોકડી તેમજ અમુલ ડેરી રોડ પર આવેલી ખાણીપીણીની ૨૦ લારીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં કુલ ૪૯ કિ.ગ્રા. બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જેમાં પેટલાદમાં ૨૨ કિ.ગ્રા. જ્યારે આણંદમાં ૨૭ કિ.ગ્રા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 

વધુમાં તપાસ દરમિયાન લારીવાળાઓને સેનિટેશન અને હાઈજીન અંગે જરૂરી સુચનાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા લારીવાળાઓને કેપ, એપ્રોન અને કીટનું સ્થળ ઉપર જ વિતરણ કરી તેનો ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવી હતી. આગામી તહેવારોને અનુલક્ષીને આ પ્રકારની વધુ તપાસ હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન અધિકારીએ જણાવ્યું છે. 

**********