આણંદ ટુડે I આણંદ
આદ્યશક્તિ અંબાની આરાધનાના મહાપર્વ નવરાત્રીપર્વને આડે હવે ગણતરીના જ દિવસ બાકી રહ્યા છે. ત્યારે આ વર્ષે શારદીય નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબરના રોજથી થશે અને સમાપન 23 સપ્ટેમ્બરે નવમીના હવન સાથે સંપન્ન થશે.
નવરાત્રીના પર્વને લઈ આણંદ- ખેડા જિલ્લા સહિત રાજ્યભરમાં ઉજવણીનો માહોલ છે. ગરબા આયોજકો વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં ભવ્ય આયોજનની તૈયારીઓમાં વ્યસ્ત છે તો ખેલૈયાઓ વિવિધ સ્ટેપ્સ શીખવામાં રચ્યાપચ્યા છે. ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં ગરબાના આયોજનને લઈને તંત્ર દ્વારા મંજૂરીઓ આપવાનું શરૂ કરી દેવાયું છે.
શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે કળશ સ્થાપનનું શુભ મુહૂર્ત સવારે 11.44 થી બપોરે 12.30 સુધીનો છે. ઘટસ્થાપન માટે તમને 46 મિનિટ મળશે.
15 ઓક્ટોબર, રવિવાર: ઘટસ્થાપન, શૈલપુત્રી પૂજા
16 ઓક્ટોબર, સોમવાર: બ્રહ્મચારિણી પૂજા
17 ઓક્ટોબર, મંગળવાર: ચંદ્રઘંટા પૂજા
18 ઓક્ટોબર, બુધવાર: કુષ્માંડા પૂજા, વિનાયક ચતુર્થી
19 ઓક્ટોબર, ગુરુવાર: સ્કંદમાતા પૂજા
20 ઓક્ટોબર, શુક્રવાર: કાત્યાયની પૂજા
21 ઓક્ટોબર, શનિવાર: કાલરાત્રિ પૂજા
22 ઓક્ટોબર, રવિવાર: દુર્ગા અષ્ટમી, મહાગૌરી પૂજા, કન્યા પૂજા
23 ઓક્ટોબર, સોમવાર: મહાનવમી, હવન
24 ઓક્ટોબર, મંગળવાર: વિજયાદશમી, દશેરા, નવરાત્રી પારણ, દુર્ગા વિસર્જન
નવરાત્રિને ગણતરીના દિવસો બાકી હોવાથી યુવાનો હવે ટ્રેડિસનલ કપડાની ખરીદીમાં જોતરાયાં છે. શહેરના સહિતના સ્થળો ઉપર ચણીયાચોળી અને ઘરેણાની ખરીદી માટે ભારે ભીડ જામી છે. મહિલાઓ ચણીયાચોળી અને યુવાનો ધોતી-કેડિયા તથા પાઘડીની ખરીદીમાં જોતરાયાં છે.
યુવાનો નવરાત્રી માટે ધોતી, ઝભ્ભો, મોજડી,છત્રી, પાઘડી, કેડીયા, કમર બંધ, વગેરે ખરીદી કરી રહ્યાં છે. જ્યારે મહિલાઓ ચણિયાચોળી કમરબંધ, બાજુબંધ, પગના અને હાથના પોચા, અલગ અલગ પ્રકારની ઓઢણીમાં વિવિધ ડિઝાઇન ખરીદીમાં જોડાઈ છે. શહેરના વિવિધ વિસ્તારમાં નાના બાળકોથી લઈને મોટેરાઓ માટે નવરાત્રિના ટ્રેડિશનલ કપડા ખરીદી કરી રહ્યાં છે. જો કે, મોંઘવારીને પગલે ટ્રેડિશનલ કપડાંની કિંમતમાં વધારો થયો છે
પ્રતિકાત્મક તસ્વીર સોર્સ બાય google