AnandToday
AnandToday
Sunday, 08 Oct 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ

તા. 9 ઓક્ટોબર : 9 OCTOBER 
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર

ડાકિયા ડાક લાયા....

આજે વિશ્વ ટપાલ દિવસ 

સમગ્ર વિશ્વમાં ૯ ઓકટોબરના વિશ્વ ટપાલ દિવસની ઉજવણી થાય છે. કહેવાય છે કે ઓકટોબર ૧૮૭૪માં યુનિવર્સલ પોસ્ટલની સ્થાપના  સ્વીસની રાજધાની બર્નમાં થઇ હતી. જેને ધ્યાનમાં રાખી ૧૯૬૯ માં જાપાનના ટોકિયો શહેરમાં આ દિવસને વિશ્વ ટપાલ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત થઇ હતી. આ ઉજવણીનો હેતુ લોકોમાં વેપાર વાણિજ્ય અને દરરોજના જીવન વ્યવહારમાં દેશમાં ટપાલના મહત્વની જાગૃતિ, પ્રદાન અંગે જાણકારીનો હતો.

* પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર જોસેફ મેકવાનનો આણંદ જીલ્લાનાં ઓડ પાસેનાં ત્રણોલ ગામે જન્મ (1936)
તેઓ ‘વંચિતોનાં વકીલ’, ‘દલિત સાહિત્યનાં દાદા’ અને ‘જંગમ વિદ્યાપીઠ’ તરીકે ઓળખાતાં જોસેફભાઈ સમગ્રતયા ગુજરાતી સાહિત્યનાં બળુકા સર્જક તરીકે ઊભરી આવ્યાં અને સમાજમાં વ્યાપ્ત અસ્પૃશ્યતાને તેમણે સાહિત્યમાં વાચા આપી હતી
જીવનના અસંખ્ય અનુભવો અને જ્ઞાતિપ્રથા આધારીત સ્વઃનજરે નિહાળેલ અત્યાચારોને તેમણે પોતાના લખાણોમાં વાચા આપી અને અસલ ચરોતરી ભાષામાં ગામડાના અછુત અને પછાત જ્ઞાતિસમાજની વિતકકથાઓને એક માધ્યમ પુરુ પાડ્યુ છે. ચરોતરી અને દલિત સમાજની જેવી બોલાય છે, તેવી જ બળૂકી અને તળપદી ભાષાનો સચોટ પ્રયોગ, વિપુલ લેખન, સનસનાટીભરી ઘટનાઓ, અને આંચકો આપે તેવા આદર્શવાદી સંતપાત્રોની સાથે સામા છેડાના શેતાન શાં ચરિત્રોની સંમિશ્ર મિલાવટ, તેમની ઘણી રચનાઓ કથારૂપે આત્મકથાનાત્મક છે
જોસેફભાઈની સાહિત્ય સર્જન યાત્રા ‘ગેન્ગડીનાં ફૂલ’ કૃતિથી થઇ હતી. ‘આંગળિયાત’, ‘મારી પરણેતર’, ‘મારી ભિલ્લુ’, ‘લક્ષ્મણની અગ્નિ પરીક્ષા’, નિબંધ અને રેખાચિત્રો પૈકી ગુજરાતી સાહિત્યની કીર્તિદા કૃતિ ‘આંગળીયાત’ માટે જોસેફ મેકવાનને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો

* પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત અને સ્પષ્ટ - ઝડપી ઇખરા તાન્સ માટે જાણીતા સરોદવાદક અમજદ અલી ખાન (માસૂમ હાફિઝ અલી ખાન)નો ગ્વાલિયરમાં જન્મ (1945)
બંગાશ વંશનો એક ભાગ છે એવા પરિવારના તેમનાં બે પુત્રો અમન અલી બંગાશ અને આયન અલી બંગાશ પણ પ્રખ્યાત સરોદવાદક છે

* બહુજનના ઉત્થાન અને રાજકીય ગતિશીલતા માટે કામ કરનાર સમાજ સુધારક અને રાજકારણી કાંશીરામનું અવસાન (2006)

* યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન (2010-16), વિટની માટે સંસદના સભ્ય (2001-16)અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા (2005-16) તરીકે સેવા આપનાર બ્રિટીશ રાજકારણી અને લોબીસ્ટ ડેવિડ કેમેરોન (ડેવિડ વિલિયમ ડોનાલ્ડ કેમેરોન) નો જન્મ (1966)

* પાલી ભાષાનાં નિષ્ણાંત, બૌદ્ધ ધર્મનાં પ્રખર અભ્યાસી અને ધર્મ-તત્વજ્ઞાનનાં પ્રખર પંડિત ધર્માનંદ દામોદર કોસામ્બીનો ગોવાનાં સંખવાલમાં જન્મ (1876)
ધર્માનંદ કોસંબીની માતૃભાષા ગુજરાતી ન હોવા છતાં ગુજરાતી ભાષાની અનન્ય સેવા કરી, મહાત્મા ગાંધી સાથે તેમણે સત્યાગ્રહમાં ભાગ લીધો

* ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ઝડપી બોલર કમાન્ડુર રાજગોપાલાચારી રંગાચારીનું ચેન્નાઇ ખાતે અવસાન (1993)

* ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, બેરિસ્ટર, રાજકારણી અને બાદમાં શાંતિ ચળવળના નેતા સૈફુદ્દીન કિચલેવનું અવસાન (1963)

* વિદ્વાન, શિક્ષણશાસ્ત્રી, વિવેચક, સાહિત્યકાર, રવીન્દ્ર સાહિત્યના સત્તાધિકારી અને ભાષાશાસ્ત્રી ખુદિરામ દાસનો પશ્ચિમ બંગાળ રાજ્યમાં જન્મ (1916) 

* યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં ભારતના બીજા મહિલા રાજદૂત મીરા શંકરનો જન્મ (1950)

* બંગાળી સંગીત નિર્દેશક, ગીતકાર અને ગાયક સુધીન દાસગુપ્તાનો જન્મ (1929)

* હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી સયાની ગુપ્તાનો જન્મ (1985)

* ભારતીય મોડલ અને અભિનેતા વેદિતા પ્રતાપ સિંહનો જન્મ (1987)

* આર્જેન્ટેનિયન માર્કસવાદી ક્રાંતિકારી, ડૉક્ટર, લેખક, બૈદ્ધિક, ગેરિલા નેતા, લશ્કરી વ્યુહબાજ, અને ક્યુબન ક્રાંતિમાં મહત્વનું પ્રદાન આપનાર નેતા અર્નેસ્ટો "ચે" ગૂવેરાની હત્યા કરવામાં આવી (1967) 

* આફ્રિકા ખંડનાં યુગાન્ડા દેશે યુકેથી સ્વતંત્રતા મેળવી (1962 )