AnandToday
AnandToday
Sunday, 08 Oct 2023 00:00 am
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 8 ઓક્ટોબર : 8 OCTOBER 
તારીખ તવારીખ 
સંકલન : વિજય એમ. ઠક્કર

ભારતીય સિનેમાના મહાન અભિનેતા રાજ કુમારની આજે જન્મજયંતિ

રાજ કુમારનો જન્મ 8 ઓક્ટોબર 1926ના રોજ બ્રિટિશ ઈન્ડિયા હેઠળના બલૂચિસ્તાનમાં થયો હતો. તે સમયે તેમનું નામ રાજ કુમાર નહીં પરંતુ કુલભૂષણ પંડિત હતું. વર્ષ 1947માં જ્યારે દેશનું વિભાજન થયું ત્યારે તેમનો પરિવાર ભારત પાછો આવ્યો અને અહીં આવ્યા બાદ તેઓ મુંબઈમાં સ્થાયી થયા.રાજ કુમાર ચોક્કસ મુંબઈમાં હતા પણ એક્ટર બનવાનો વિચાર તેમના મગજમાં ક્યારેય નહોતો આવ્યો. તેમના જીવનની શરૂઆતમાં તેઓ મુંબઈ પોલીસમાં નોકરી કરતા હતા. રાજ કુમાર મુંબઈ પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે ડ્યુટી કરતા હતા અને તેઓ તેમની નોકરીથી ખૂબ જ ખુશ હતા. પોલીસની નોકરી મળ્યાના થોડા સમય પછી, તેના પર હત્યામાં સામેલ હોવાનો આરોપ લાગ્યો, જેના કારણે તેણે નોકરી છોડી દીધી અને કહેવાય છે કે અહીંથી તેની ફિલ્મી કરિયરની શરૂઆત થઈ હતી.વર્ષ 1957માં આવેલી ફિલ્મ ‘નૌશેરવાન-એ-દિલ’ રાજ કુમારની પહેલી ફિલ્મ હતી, જેને જોઈને લોકો તેમને ઓળખવા લાગ્યા. તેણે એવા ડાયલોગ્સ કહ્યા કે, તે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો. તેને તેની અસલી ઓળખ ફિલ્મ ‘મધર ઈન્ડિયા’થી મળી હતી. તે જમાનાની સૌથી સફળ ફિલ્મ હતી, જેના પછી રાજ કુમારે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તે પછી તેણે ઘણી ફિલ્મો કરી.3 જુલાઈ, 1996ના રોજ દુનિયાને કહ્યું અલવિદા 3 જુલાઈ, 1996ના રોજ, તેમણે કેન્સર સામે લડતાં આ દુનિયા છોડી દીધી

* મેગ્સેસે એવોર્ડ અને ‘ભારતરત્ન’(મરણોત્તર)થી સન્માનિત ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, સમાજવાદી અને મહાન ગાંધીવાદી રાજકીય નેતા લોકનાયક જયપ્રકાશ નારાયણનું બિહારનાં પટના ખાતે અવસાન (1979)
સ્વાતંત્ર્ય સેનાની અને રાજનેતા જેપીએ દેશમાં ઘર કરી ગયેલાં ભ્રષ્ટાચાર, ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓથી દેશને આઝાદ કરાવવા તેમણે તેમનું જીવન ખર્ચી નાખ્યું
જયપ્રકાશ નારાયણે 5 જૂન, 1975નાં રોજ પટનાનાં ગાંધી મેદાન ખાતે વિદ્યાર્થીઓ અને યુવાનોની એક મોટી રેલી તૈયાર કરીને એક આંદોલનની શરૂઆત કરી તે આંદોલનનું નામ સંપૂર્ણ ક્રાંતિ રાખવામાં આવ્યું હતું
તેમનાં આંદોલનનાં પગલે તત્કાલીન સમયની ઇન્દિરા ગાંધી સરકાર ખળભળી ઉઠી અને 25 જૂન, 1975નાં રોજ દેશમાં કટોકટી જાહેર કરી હતી
18 જાન્યુઆરી, 1977નાં રોજ દેશમાં કટોકટીને હટાવવામાં આવી અને દેશમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. આ ચૂંટણીમાં જેપીનાં સંગઠનથી જનતા પાર્ટીને જોરદાર સફળતા મળી અને દેશમાં પહેલીવાર કૉંગ્રેસ સિવાયની સરકાર સત્તા ઉપર આવી

* હિન્દી અને ઉર્દુકથા સાહિત્યને નૂતન દિશા આપનાર આધુનિક હિન્દુસ્તાની સાહિત્ય માટે પ્રખ્યાત લેખક મુનશી પ્રેમચંદ (ધનપતરાય શ્રીવાસ્તવ)નું અવસાન (1936)
તેમણે 15 નવલકથા, 300 વાર્તા ઉપરાંત નાટકો, ચરિત્રો, અનુવાદ જેવાં વિવિધ પ્રકારનાં સાહિત્યનું સર્જન કર્યું છે, ગોદાન, પ્રતિજ્ઞા, નિર્મલા, ગબન, શતરંજ કે ખિલાડી, ઇદગાહ વગેરે પ્રેમચંદની કેટલીક યાદગાર કૃતિઓ છે

* ગુજરાતના રાજ્યપાલ તરીકે સેવા આપનાર નવલ કિશોર શર્માનું અવસાન (2012)

* બૉલીવૂડ ફિલ્મ નિર્માતા અને ડિઝાઇનર ગૌરી ખાનનો જન્મ (1970)
તેમના લગ્ન અભિનેતા શાહરુખ ખાન સાથે થયા છે 

* તેલુગુ સિનેમામાં નિર્દેશક, પટકથા લેખક, નિર્માતા મારુતિ દાસારીનો જન્મ (1981)

* હિન્દી ટેલિવિઝન પ્રસ્તુતકર્તા અને અભિનેત્રી મોના સિંઘનો જન્મ (1981)

* તેલુગુ સિનેમામાં અભિનેત્રી, નિર્માતા અને ટેલિવિઝન પ્રસ્તુતકર્તા લક્ષ્મી મંચુનો જન્મ (1977)

* હિન્દી અને બંગાળી ફિલ્મોમાં અભિનેતા રાજેશ શર્માનો જન્મ (1980)

* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી સમેક્ષાનો જન્મ (1985)

* તેલુગુ સિનેમા, તમિલ સિનેમા અને કન્નડ સિનેમામાં અભિનેત્રી અર્ચના શાસ્ત્રીનો જન્મ (1989) 

* સંગીત નાટક અકાદમી ફેલોશિપ, પદ્મવિભૂષણથી સન્માનિત ભારતીય સંગીતજગતનાં પ્રતિભાવાન કલાકાર અલ્લાઉદ્દીન ખાનનો બાંગ્લાદેશમાં જન્મ (1862)