આણંદ ટુડે I આણંદ
ગુજરાત રાજ્યએ વન્ય જીવ ની દ્રસ્ટીએ ખૂબ જ સમૃદ્ધ રાજ્ય છે. ગીર નું જંગલ એસિયાઈ સિંહો માટે,કચ્છ નું રણ ઘુંડખર માટે,વેળાવદર રાષ્ટ્રીય ઉધ્યાન કાળિયાર માટે,સુપ્રસિદ્ધ છે. એ રીતે ચરોતર તરીકે ઓળખાતો આપણો આણંદ જિલ્લો સારસ ,મગર,અને ગીધ ની પ્રજાતિ માટે પ્રખ્યાત છે.
આ પક્ષી ઊંચા ઝાડ પર પોતાનું રહેઠાણ એટલે કે માળો બનાવવાનું પસંદ કરે છે. આ પક્ષી માંસભક્ષી છે. ગીધનો મુખ્ય ખોરાક પશુ પ્રાણીઓના મૃતદેહ છે. આવા મૃતદેહ શોધવા ગીધ આકાશમાં ઉંચે ઉંચે ઉડે છે. ગામની સીમમાં વેરાન જગ્યા પર પડેલા સડેલા મૃતદેહ ગીધો માટે ઊજાણીનું સ્થળ છે. સડેલા મૃતદેહોની ગંદકીને દૂર કરતા આ પક્ષીને સફાઇ કામદાર તરીકે ઓળખવામાં આવે છે.
ગીધ એ પ્રકૃતિનો સૌથી ઉપયોગી સફાઈ કામદાર છે. ગીધ કોઈ પશુ કે પક્ષીનો શીકાર કરતું નથી. તે ફક્ત મરેલા પશુ તેમજ જાનવરોને પોતાનો ખોરાક બનાવે છે. તે કાયમ ઝુંડમાં જોવા મળે છે.
વિશ્વમાં તેની ૨૧ પ્રજાતિઓ છે.. ખંભાત તાલુકાના નગરા, નેજા, કાળી તલાવડી , જીણજ, ટીંબા જેવા ગામોમાં ઘણી વસ્તી જોવા મળે છે. સને ૨૦૨૩ ની ગણતરી મુજબ આણંદ જિલ્લામાં ૧૩૯ ગીધ જોવા મળેલા હતા.
આ જાતિ કેટલાક વર્ષો પહેલા સમગ્ર ક્ષેત્રમાં પુષ્કળ માત્રામાં જોવા મળતા હતા. 1990ના દશકામાં તે જાતિનું 97થી 99 ટકા પતન થઇ ગયું હતું. તેનું મુખ્ય કારણ પશુ દવા પાલતુ ઢોરોને સોજાના ઓસડ તરીકે અપાતી માનવામાં આવે છે. આ દવાનું ખાસ પ્રકારનું રસાયણ ઢોરના મડદા ખાનાર ગીધના કોષ બંધ થઇ જાય છે. કેન્દ્ર સરકારે 2006માં ડ્રાયક્લોફિનેક પ્રતિબંધિત કરવામાં આવી હતી. હવે નવી દવા મેલોક્સિકેમ આવી ગઇ છે. અને આપણા ગીધ માટે હાનિકારક પણ નથી. હવે જો આ દવાનો જો પશુપાલક ઉપયોગ કરશે તો કદાચ આપણા ગીધ મરતા અટકી જાય. ગીધ રાતવાસા માટે તથા માળો બનાવવા માટે ઉંચા વૃક્ષો પસંદ કરે છે,જંગલો તથા માનવ વસાહતોની આસપાસ ઉંચા વૃક્ષો કપાઇ જતા તેમની પ્રજનનની પ્રક્રિયામાં અવરોઝ ઉભો થાય છે.ખોરાકની અછત પણ એક કારણ માનવામાં આવે છે. લુપ્ત થતાં પક્ષીઓની યાદીમાં કુદરતનાં સફાઇ કામદાર ગણાતા ગીધની સંખ્યા દિન-પ્રતિદિન ઘટી રહી છે.
(વર્ષ 2012 મુજબ) ગીધની છેલ્લી ગણતરી મુજબ સમગ્ર રાજ્યમાં ફક્ત ૧૦૪૩ જ ગીધ જ બચેલા છે. પ્રકૃતિના સૌથી ઉપયોગી સફાઇ કામદાર ગીધ ક્યારેય પણ કોઇ પણ પશુ-પંખીનો શિકાર કરતો નથી તે માત્ર મરેલા જાનવરો આરોગે છે.તેથી જ તેને પર્યાવરણનાં સફાઇકારો માનવામાં આવે છે.પર્યાવરણને શુદ્ધ રાખવામાં જે પક્ષીનું વિશેષ યોગદાન રહ્યુ છે તેવા ગીધ આજે ભયજનક પરિસ્થિતિમાં આવી ગયા છે.જો ગીધના સંરક્ષણ માટે કોઇ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનારા વર્ષોમાં ગીધ માત્ર મોબાઇલ, ટીવી કે કોમ્પ્યુટરની સ્ક્રીન સિવાય ક્યાંક જોવા નહીં મળે.
******