AnandToday
AnandToday
Saturday, 07 Oct 2023 00:00 am
AnandToday

AnandToday

ખંભાત તાલુકાના રાલેજ ખાતે "મારી માટી, મારો દેશ' અંતર્ગત અમૃત કળશ યાત્રા યોજાઈ

અમૃત કળશ યાત્રાને પ્રાંત અધિકારી નિરૂપા ગઢવી, તાલુકા વિકાસ અધિકારી અને અગ્રણી સંજયભાઈ પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું 


આણંદ, શનિવાર 
નાગરિકોમાં રાષ્ટ્ર ભાવના વધુ પ્રબળ બને તે માટે “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાંથી માટી એકત્રિત કરીને દિલ્હી ખાતે ભેગી એકઠી કરીને આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક અને અમૃતવાટિકાનું નિર્માણ કરવામાં આવનાર છે. જે અન્વયે દેશના વિવિધ ભાગોની માટી એકઠી કરવા દેશભરમાં અમૃત કળશ યાત્રાઓ યોજાઈ રહી છે. 

ખંભાત તાલુકાના રાલેજ ગામની કે.ડી.પટેલ હાઈસ્કુલ ખાતે મહિલાઓની વિશેષ ભાગીદારી સાથે અમૃત કળશ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. 

આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી નિરૂપા ગઢવીએ દેશની એકતા અને અખંડિતતાને વધુ મજબુત કરવા દરેક વર્ગના લોકોને અમૃત કળશ યાત્રામાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. 

આ અમૃત કળશ યાત્રાને પ્રાંત અધિકારીશ્રી નિરૂપા ગઢવી, તાલુકા વિકાસ અધિકારી અને અગ્રણીશ્રી સંજયભાઈ પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં કે.ડી.પટેલ હાઇસ્કુલના આચાર્યશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, રાલેજ સરપંચશ્રી, એન.સી.સી.ના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
*****