ભારતના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી હાલ વિશ્વના સૌથી લોકપ્રિય ભારતીય નેતા બની ગયા છે. તેમણે 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી એટલે કે ઓક્ટોબર, 2001 થી મે, 2014 સુધી સેવા આપનાર મુખ્યમંત્રીની ઉપલબ્ધિ પણ ધરાવે છે. 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની કમાન સંભાળી વડાપ્રધાન બન્યા.આ વર્ષે 2023 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે સત્તામાં નવ વર્ષ પૂર્ણ કર્યા છે.
* ‘મિસ વર્લ્ડ’ (1999), બિઝનેસવુમન, મોડેલ તથા બોલિવૂડ એક્ટ્રેસ યુક્તા મુખીનો બેંગ્લોરમાં જન્મ (1977)
યુક્તા મુખી મિસ વર્લ્ડ જીતનાર રીટા ફરિયા (1966), એશ્વર્યા રાય (1994) અને ડાયના હેડન (1997) પછી ભારતનાં ચોથા મહિલા બન્યાં છે
યુક્તાએ પ્રિન્સ તુલી સાથે 2008માં લગ્ન કર્યાં અને છ વર્ષ પછી તેમનાં છૂટાછેડા થયાં, દીકરો અહેરિન યુક્તા સાથે રહે છે
* સ્વતંત્રતા સેનાની, સંસદીય પ્રણાલીમાં ઊંડો અનુભવ ધરાવતા લોકસભાના 6ઠ્ઠા અધ્યક્ષ રહેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી બલી રામ ભગતનો બિહારના પટનામાં જન્મ (1922)
જન્મજાત સક્ષમ તથા પ્રતિભાશાળી વ્યક્તિત્વ સાથે પરંપરાઓમાં ઊંડી શ્રદ્ધા રાખનાર સ્પષ્ટ, પ્રામાણિક, મક્કમ અને ન્યાયી ભગત પાસે લોકસભાના સ્પીકર તરીકે તેમનો કાર્યકાળ ચૌદ મહિના કરતાં પણ ઓછો સૌથી ટૂંકા કાર્યકાળમાં તેમણે ગૃહની કાર્યવાહી પર પોતાની અમીટ છાપ છોડી પોતાની ક્ષમતા દર્શાવી હતી
* શ્રેષ્ઠ ભારતીય ઝડપી બોલરોમાંથી એક ક્રિકેટર (92 ટેસ્ટ અને 200 વનડે રમનાર) ઝહીર ખાનનો મહારાષ્ટ્રના શિવરામપુર ખાતે જન્મ (1978)
ઝડપી મધ્યમ ડાબોડી બોલર ઝહીરને કપિલ દેવ પછી ટેસ્ટ ક્રિકેટમાં બીજા સૌથી સફળ ભારતીય ઝડપી બોલર માનવામાં આવે છે
ઝહીર ખાને બરોડા તરફથી રમીને સ્થાનિક કારકિર્દીની શરૂઆત કરી અને કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં, ઝહીર ખાન તેની પ્રતિકૂળ સીમ અને પેસ બોલિંગ, ખાસ કરીને ઝડપી ઇંચ-પરફેક્ટ માટે જાણીતો બન્યા
* ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નજીકના સાથી નરહરી પરીખનો અમદાવાદમાં જન્મ (1891)
મહાત્મા ગાંધીએ પોતાની વસિયતમાં મહાદેવ દેસાઈ અને લેખક નરહરિ પરીખને તેમના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કર્યા હતા
જ્યારે પ્રથમ કોંગ્રેસ મંત્રીમંડળની રચના (1937માં) કરવામાં આવી ત્યારે નરહરિ પરીખને મૂળભૂત શિક્ષણ બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા
* "મલ્લિકા-એ-ગઝલ" તરીકે ઓળખાતાં, ભારતનાં પ્રખ્યાત ગાયિકા અને અભિનેત્રી બેગમ અખ્તર (અખ્તરીબાઈ ફૈઝાબાદી)નો ઉત્તરપ્રદેશનાં ફૈઝાબાદમાં જન્મ (1914)
તેઓને ગઝલ, દાદરા અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની ઠુમરી શૈલીની શ્રેષ્ઠ ગાયિકાઓમાંના એક ગણવામાં આવે છે અને તેમને ‘પદ્મશ્રી’, ‘સંગીત નાટક અકાદમી એવોર્ડ’ અને ‘પદ્મભૂષણ’ (મરણોત્તર) જેવાં સન્માનથી નવાજવામાં આવ્યાં
જીવનનો પાછલો સમય તેઓએ વિતાવ્યો હોવાથી સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડી તાલુકાનાં બજાણા ગામની શેરીઓમાં આજેય વિશ્વ વિખ્યાત ગઝલ ગાયીકા બેગમ અખ્તરનાં સ્વર યાદ સ્વરૂપે ગુંજી રહ્યાં છે
* ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકથી સન્માનિત અને વિશ્વને સૌ પ્રથમ પરમાણુ મોડેલની ભેટ ધરનાર વૈજ્ઞાનિક નિલ્સ હેન્રીક ડેવિડ બૉહરનો ડેન્માર્ક કોપનહેગનમાં જન્મ (1885)
* ચેન્નાઈમાં વેલ્સ યુનિવર્સિટીના સ્થાપક, અધ્યક્ષ અને ચાન્સેલર ડૉ. ઈશારી કે ગણેશનો જન્મ (1966)
* હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયક અશ્વિની ભીડે-દેશપાંડેનો જન્મ (1970)
* મરાઠી અને હિન્દી ફિલ્મોમાં અભિનેતા શરદ કેલકરનો જન્મ (1976)
* આધુનિક એર કંડિશનરના શોધક વિલિસ કેરિયરનું અવસાન (1950)
તેમણે ભેજ, તાપમાન, હવાની આવ-જા ઉપર અંકુશ અને હવાનું શુદ્ધિકરણ કરે તેવું એર કંડિશનર વિકસાવેલ
* ઈન્ડિયન આઈડલના વિજેતા ગાયક, ટેલિવિઝન અભિનેતા અને એન્કર અભિજીત સાવંતનો જન્મ (1981)
* ભારતીય થિયેટર ડિરેક્ટર, પટકથા લેખક અને દસ્તાવેજી ફિલ્મ નિર્માતા સુનીલ શાનબાગનો જન્મ (1956)
* હિન્દી ફિલ્મ નિર્દેશક, સિનેમેટોગ્રાફર અને નિર્માતા અમલ નીરદનો જન્મ (1976)
* કન્નડ, તમિલ, મલયાલમ, બંગાળી અને હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી અને નિર્માતા પૂજા ગાંધીનો જન્મ (1983)
* મોડલ, બ્યુટી ક્વીન અને મહારાષ્ટ્રની અભિનેત્રી લોપામુદ્રા રાઉતનો જન્મ (1991)