AnandToday
AnandToday
Thursday, 05 Oct 2023 18:30 pm
AnandToday

AnandToday

વિશ્વ હિન્દુ પરિષદના મહામંડલેશ્વર શ્રી અખિલેશ્વરદાસજી મહારાજે આણંદના B.A.P.S મંદિરની મુલાકાત લીધી

કોઠારી પૂજ્ય ભગવત ચરણ સ્વામીએ તેઓને શાલ ઓઢાડી, પુષ્પહાર પહેરાવી સન્માન કર્યું 

આણંદ ટુડે I આણંદ
વિશ્વ હિન્દુ પરિષદના પંચમુખી હનુમાનજી મંદિરના મહંત અને મહામંડલેશ્વર શ્રી અખિલેશ્વરદાસજી મહારાજ  કે જેઓ વિશ્વ હિન્દુ પરિષદમાં અખિલભારતીય સંરક્ષણ સમિતિમાં સ્થાન ધરાવે છે તેઓશ્રીએ ગતરોજ આણંદ ના બી.એસ. મંદિર ખાતે મુલાકાત લીધી હતી. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ શૌર્ય જાગરણ યાત્રા સમગ્ર ભારતમાં વિચરણ કરી આજે આણંદ જીલ્લામાં પૂર્ણાહુતિ થઈ હતી. સાથે વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓમાં ક્ષેત્રિય મહા મંત્રી શ્રી અશોકભાઇ રાવલ, મુકેશભાઇ ગોર, ઉત્તર ગુજરાત પ્રાંત સહ મંત્રી, કમલેશભાઈ સુતરીયા,  મુકેશભાઇ પટેલ, કૌશિક પટેલ, સાથે આણંદ જિલ્લાના  વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓમાં શ્રી ઉમેશભાઈ ઠક્કર, જીલ્લા મંત્રી, મોહનસિંહ રાજપૂત, જીલ્લા સહ મંત્રી, સોનુંભાઈ ખટવાણી, યોગેશભાઈ શર્મા, પ્રકાશભાઈ રાવ, સંદીપભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કોઠારી પૂજ્ય ભગવત ચરણ સ્વામીએ તેઓને શાલ ઓઢાડી, પુષ્પહાર પહેરાવી સન્માન કર્યું હતું. વિશેષમાં સનાતન ધર્મના રક્ષણ, પોષણ અને સંવર્ધન માટે વૈદિક અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના મંદિરો નિર્મિત કરવા માટે બી.એ.પી.એસ.ના આર્ધ્ય સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ આણંદ મંદિર પરિસરના જે સ્થાનમા ૪૦ વર્ષ સુધી રહીને આજુબાજુ વિચરણ કરીને વિશ્વ વ્યાપી બી.એ.પી.એસ. સંસ્થાના મંડાણ જે સ્થાનેથી કર્યા હતા. તે સ્થાન પર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે ચરણાર્વિંદ પધરાવ્યા છે એ ઐતિહાસિક સાથન પર કોઠારી પૂજ્ય ભગવત ચરણ સ્વામીએ શ્રી અખિલેશ્વરદાસજી મહારાજને વિગતો આપી ત્યારે તેઓશ્રી એ ધન્યતા અનુભવી હતી.