AnandToday
AnandToday
Thursday, 05 Oct 2023 00:00 am
AnandToday

AnandToday

આણંદમાં 4 વેપારી પાસેથી 100 માઈક્રોનથી નીચેનું 60 કિલો પ્લાસ્ટિક જપ્ત

આણંદ નગરપાલિકા ટીમે પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ કરતાં 4 વેપારીને  દંડ ફટકાર્યો

આણંદ નગરપાલિકાએ આખરે આળસ ખંખેરી...આ ઝુંબેશ જારી રહેશે કે કેમ? પ્રજામાં ઉઠેલા સવાલ

આણંદ,

રાજ્ય સરકાર દ્વારા ૧૦૦ માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે.  તદ્દઅનુસાર આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી એસ.કે ગરવાલના માર્ગદર્શન હેઠળ આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા સરદાર ગંજ ખાતેના પ્લાસ્ટિકના વેપારીઓની દુકાનો ખાતે આકસ્મિક ચકાસણી કરતા જે વ્યાપારીઓ ૧૦૦ માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના ઝભલાનુ વેચાણ કરતા હતા તેવા તનિષા પ્લાસ્ટિક, ધનલક્ષ્મી પ્લાસ્ટિક અને સાંઈ એન્ટરપ્રાઇઝ ખાતેથી અંદાજિત ૬૦ કિલોગ્રામ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને આ પેઢીઓ પાસેથી રૂપિયા ૨૦૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો છે.

આણંદના જે વેપારીઓ ૧૦૦ માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિકના ઝભલાનું વેચાણ કરતા હશે તેવા વેપારીઓએ તાત્કાલિક અસરથી આવા ઝભલાઓનું વેચાણ બંધ કરી સ્વૈચ્છિક રીતે પ્લાસ્ટિકના જથ્થાનો નાશ કરે તે ઇચ્છનીય છે તેમ જણાવી નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના વેપારીઓની દુકાનો ખાતે ચકાસણીની ઝુંબેશ ચાલુ રહેશે તેમ શ્રી ગરવાલે જણાવ્યું છે.