AnandToday
AnandToday
Saturday, 30 Sep 2023 18:30 pm
AnandToday

AnandToday

નડિયાદ : ટુ-વ્હીલર,ફોર-વ્હીલરના પસંદગીના નંબરો માટે  હવે ઓનલાઈન ઓક્શન યોજાશે 

પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો online http:parivahan.gov.in/fancy પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઓકશનમાં ભાગ લઈ શકશે


આણંદ ટુડે I નડિયાદ
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડીઆદ (ખેડા) દ્વાંરા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, અત્રેની કચેરીમાં ટુ- વ્હીલર તેમજ ફોર વ્હીલર (નોન ટ્રાન્સપોર્ટ) વાહનોને લગતી નવી સીરિઝ ટુ વ્હીલર જી.જે.૦૭.ઇ.એન(EN) ફોર વ્હીલર જી.જે.૦૭.ડીજી (DG)નું  ઓક્શન તા.૧૬-૧૦-૨૦૨3 થી શરૂ કરવામાં આવનાર  હોઈ પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી online  http:parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી ઓકશનમાં ભાગ લઈ શકશે. જે માટે અરજદારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા તેમજ સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે. 
અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જવુ. વેબસાઇટમાં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ fancy number booking પર ક્લિક કરવું. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું. આઈ.ડી.બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું. પસંદગીનો નંબર સિલેકટેડ કરી દર્શાવેલી ઓછાંમાં ઓછી ફી ભરી દેવી. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલે કે હરાજીમાં ભાગ લેવો. હરાજીમાં નંબર મેળવ્યા બાદ ૫ દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ માથી એપ્રૂઅલ લઈ નંબર લઈ લેવો. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે. ટુ વ્હીલર સીરિઝ  GJ07-EN- નું ઓનલાઈન ઓકશન થશે. ફોર વ્હીલર સીરિઝ  GJ07DG- નું ઓનલાઈન ઓકશન થશે.
વાહનની વેચાણ તારીખ અને વીમા તારીખ તે બે માંથી જે વહેલુ હોય તે તારીખથી  ૭ દિવસ ની અંદર સી.એન.એ. ફોર્મ ઓનલાઇન કરેલ હોવું ફરજિયાત છે. તે અરજદારો પસંદગીના નંબર માટે ૬૦ દિવસ સુધી ઈ-ઓકશનમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. ઉપરોકત પધ્ધતિની સંબંધકર્તા વાહન માલિકોએ નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડીઆદ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો સમયગાળો

 તા.16-10-2023, બપોરે 04:00 કલાક થી તા. 21-10-2023, 03:59:59 કલાક સુધી અને ઓક્શન પ્રક્રિયાનો સમયગાળો તા. 21-10-2023, બપોરે 04:00 કલાક થી 23-10-2023, બપોર 04:00 કલાક મુજબ રહેશે.