AnandToday
AnandToday
Saturday, 30 Sep 2023 18:30 pm
AnandToday

AnandToday

કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા મહાત્મા ગાંધીજીને સ્વછાંજલી

ઉધના વિસ્તારમાં "એક તારીખ, એક કલાક, એક સાથે" લોકો શ્રમદાનમાં સહભાગી બન્યા

સુરત

દેશને કચરા મુક્ત કરવા માટે સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનમાં વધુને વધુ લોકોને જોડવા તેમજ સફાઈ દૈનિક જીવનનો ભાગ બને એ હેતુથી 'સ્વચ્છતા હી સેવા' અભિયાન સાથે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.

ત્યારે આજે માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો, સુરત  દ્વારા ઉધનામાં પટેલનગર આંગણવાડી વિસ્તારમાં એક કલાક શ્રમદાન કરવામાં આવ્યું હતું. ઉધનાના નગરસેવક અને પરિવહન સમિતિનાં અધ્યક્ષ શ્રી સોમનાથભાઈ મરાઠે, માજી નગર સેવક શ્રી સુરેશભાઈ કણસાગરા સહિત મોટી સંખ્યામાં લોકો 'સ્વચ્છતા હી સેવા અભિયાન' અંતર્ગત એક કલાકના શ્રમદાનમાં જોડાયા હતા.
આ શ્રમદાન દરમિયાન 1800 મીટર જેટલા વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી. જેમાં 1400 કીગ્રા માટી મિશ્રિત કચરો એકત્રિત કરી તેને દૂર કરવામાં આવ્યો હતો.

"એક તારીખ , એક કલાક, એક સાથે" શ્રમદાનમાં સુરત મહાનગરપાલિકાનાં અધિકારીઓ, સ્વચ્છતા કર્મીઓ, સનરાઈજ આર્મી અને પોલીસ પ્રશિક્ષણ સંસ્થાના પ્રશિક્ષણાર્થીઓ સંસ્થાનાં સંસ્થાપક શ્રી પ્રદિપભાઈ શિરસાઠ, પ્રશિક્ષકશ્રી શિવરાજભાઈ સાવળે(BSF- સેવા નિવૃત્ત), કમલેશ શિરસાઠ, કૌશલભાઈ બાગડે, નેહરુ યુવા કેન્દ્રનાં જિલ્લા યુવા અધિકારી શ્રી સચિન શર્મા તેમજ અન્ય યુવાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમને સફળ બનાવવા કેન્દ્રીય સંચાર બ્યુરોનાં ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલા અને રોશનભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી.
0-0-0