ગુજરાતી લોકસાહિત્યકાર, ભજનીક અને લોકગીત તથા લોકડાયરા માટે જાણીતા કલાકાર ભીખુદાન ગઢવીનો પોરબંદર જિલ્લાનાં કુતિયાણા તાલુકાનાં ખીજદળ ગામે જન્મ (1948)
‘ભાડાનું મકાન’ અને ‘ખાનદાનીનું ખમીર’ તેમનાં પ્રખ્યાત આલ્બમ છે.
તેમને રાજ્ય સરકાર તરફથી ‘ગુજરાત ગૌરવ એવોર્ડ’ અને ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા ‘રાષ્ટ્રીય તુલસી સન્માન’ મળેલ છે
* સ્ત્રી અવકાશયાત્રી તરીકે અવકાશમાં સૌથી વધુ સમય રહેવાનો વિશ્વ વિક્રમ સ્થાપનાર અને અમેરિકી અવકાશ એજન્સી નાસા દ્વારા અવકાશમાં ગયેલા ભારતીય મૂળનાં મહિલા સુનિતા વિલિયમ્સનો ઓહિયો સ્ટેટનાં યુક્લિડ ખાતે જન્મ (1965)
પદ્મભૂષણથી સન્માનિત સુનિતા વિલિયમ્સનાં પિતા ડૉ. દિપક પંડ્યાનો જન્મ ગુજરાતનાં મહેસાણા જિલ્લાનાં ઝુલાસણ ગામમાં થયો હતો
ડિસ્કવરી અભિયાન ફ્લોરિડાથી કેનેડી સ્પેસ સેન્ટરથી ફ્લાઈટ એંજિનિયર તરીકે ડિસ્કવરી મિશનમાં સમાવેશ થયાં બાદ 10 ડિસેમ્બર, 2006નાં રોજ અટલાંટિસ અંતરિક્ષ યાન દ્વારા સુનિતા સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતાં
આ અભિયાનમાં સુનિતાએ 29 કલાક 17 મિનિટ સુધી સ્પેસવૉક કરીને રેકૉર્ડ બનાવ્યો અને 4 કલાક 24 મિનિટમાં મેરેથોન જીતવાવાળાં પ્રથમ અંતરિક્ષયાત્રી બની ચૂક્યાં છે, અંતરિક્ષનાં બોસ્ટન મેરેથોનમાં સાડા ચાર કલાકમાં 42 કિલોમીટરનો પ્રવાસ કરવાવાળા પ્રથમ અંતરિક્ષયાત્રી બની સુનિતાએ અંતરિક્ષમાં 188 દિન અને ચાર કલાકનાં શૈનોન લ્યૂસિકનો રેકૉર્ડ તોડ્યો અને તેઓ 22 જૂન, 2007નાં રોજ પૃથ્વી પરત ફર્યાં, તેમજ અવકાશમાં મેરેથોન દોડનાર પ્રથમ મહિલા, અંતરિક્ષમાં સૌથી વધુ વાર ચાલનારી મહિલા સુનિતા વિલિયમ્સ છે
* ‘ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં: માધવ ક્યાંય નથી મધુવનમાં..’, ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં.....’ જેવાં પ્રસિદ્ધ ગીતોનાં રચયિતા અને ગુજરાતી ભાષાનાં જાણીતાં કવિ, ગીતકાર, ગઝલકાર હરીન્દ્ર જયંતીલાલ દવેનો કચ્છનાં ખંભરમાં જન્મ (1930)
તેઓ ‘સાહિત્ય અકાદમી ઍવોર્ડ’ દિલ્હી, ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’, મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા ‘કબીર સન્માન’ અને ‘ગોએન્કા એવોર્ડ’થી સન્માનિત થયાં હતાં.
* ‘પંચાયતી રાજનાં શિલ્પી’ તરીકે જાણીતાં અને ગુજરાતનાં મુખ્યમંત્રી રહેલ બળવંતરાય મહેતાનું અવસાન (1965)
તેઓ ગુજરાતનાં બીજા મુખ્યમંત્રી હતાં. 19 સપ્ટેમ્બર, 1963 થી 19 સપ્ટેમ્બર, 1965 સુધી ગુજરાતનાં મુખ્યમંત્રીનાં પદે રહ્યાં
તા.19 સપ્ટેમ્બર, 1965નાં રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા યુદ્ધ દરમિયાન બળવંતરાય મહેતા તેમનાં પત્ની સરોજબહેન, ત્રણ સ્ટાફનાં સભ્યો, એક પત્રકાર અને બે ક્રૂ મેમ્બર સાથે બીચક્રાફ્ટમાં સફર કરી રહ્યા હતાં. પાકિસ્તાનનાં રડારમાં તેમનું વિમાન ઝડપાતાં પાકિસ્તાનનાં યુદ્ધ વિમાનો બળવંતરાયનાં વિમાન પર બોંબમારો કર્યો. આથી તેમનું વિમાન કચ્છમાં પશ્ચિમે સૂથરી પાસે ભૂજથી 100 કિ.મી. દૂર દરિયાકિનારે તૂટી પડ્યું અને આ દુર્ઘટનાને કારણે એરક્રાફ્ટમાં સફર કરનાર તમામ લોકો મોતને ભેટયાં હતાં
* ભારતીય શાસ્ત્રીય સંગીતની જીવાદોરી સમાન શાસ્ત્રીય સંગીતનાં આચાર્ય પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડેનું મુંબઈમાં અવસાન (1936)
ભારતીય શાસ્ત્રીય સંગીતને વૈજ્ઞાનિક પદ્ધતિથી વ્યવસ્થિત, વર્ગીકૃત અને સંગૃહીત કરવાનો પહેલો આધુનિક પ્રયાસ પંડિત વિષ્ણુનારાયણે કર્યો
પંડિત વિષ્ણુનારાયણે ‘ભારતીય શાસ્ત્રીય સંગીત’નાં નામે પુસ્તક લખ્યું છે જેને શાસ્ત્રીય સંગીતનો કોશ કહેવાય છે અને અંદાજે 2000 પૃષ્ઠોની તેમની ડાયરી અને બીજા દસ્તાવેજ ખૈરગઢમાં આવેલા ‘ઇન્દિરા કલા સંગીત વિશ્વવિદ્યાલય’માં સાચવીને રાખવામાં આવ્યા છે
* ભારતીય ક્રિકેટર (4 ટેસ્ટ રમનાર) અંબર રોયનું કોલકાતા ખાતે અવસાન (1997)
* હિન્દી ટેલિવિઝન શ્રેણી રજનીમાં તેમના નામના પાત્ર માટે સૌથી વધુ જાણીતી અભિનેત્રી, સામાજિક કાર્યકર અને લેખિકા પ્રિયા તેંડુલકરનું અવસાન (2002)
* આત્યંતિક રમતવીર, સ્કાયડાઇવર અને રમતમાં આઠ વર્લ્ડ રેકોર્ડના ધારક શિતલ મહાજનનો જન્મ (1982)
* હિન્દી સિનેમામાં ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક તાહિર હુસૈનનો જન્મ (1938)
* હિન્દી ફિલ્મ અભિનેત્રી કલ્પના કાર્તિકનો જન્મ (1931)
* હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મરાઠી ફિલ્મોમાં અભિનેત્રી અને રાજકારણી ઈશા કોપ્પીકરનો જન્મ (1976)
* બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન રોયલ એર ફોર્સમાં પ્રતિષ્ઠિત બોમ્બર પાઇલટ ગાય ગિબ્સનનું અવસાન (1944)
* કોરિયોગ્રાફર, ગુરુ અને ભરતનાટ્યમના નોંધપાત્ર પ્રતિપાદક સરોજા વૈદ્યનાથનનો જન્મ (1937)
* હિન્દી ફિલ્મ ગાયક-ગીતકાર, સંગીતકાર અને અભિનેતા લકી અલીનો જન્મ (1958)
* મરાઠી અને હિન્દી ફિલ્મ સંગીતકાર દત્તા દાવજેકરનું અવસાન (2007)
* હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી મેઘના નાયડુનો જન્મ (1980)
* તેલુગુ-ભાષાની ફિલ્મોમાં ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક વેનેલા કિશોરનો જન્મ (1980)
* મલયાલમ ફિલ્મોમાં અભિનેત્રી કાવ્યા માધવનનો જન્મ (1984)
* તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષાઓમાં પ્લેબેક ગાયક સૂરજ સંતોષનો જન્મ (1987)
* ઇલેક્ટ્રોગ્રાફીની શોધ કરનારા અમેરિકન ભૌતિકશાસ્ત્રી, સંશોધક, પેટન્ટ એટર્ની ચેસ્ટર કાર્લસનનું અવસાન (1906)
કાર્લસને ઇલેક્ટ્રોગ્રાફીની શોધ કરી હતી જે લખાણની ડ્રાય કોપી કરી આપતું અને સમય જતાં કાર્લસનની લખાણની નકલ કરનારી પ્રક્રિયાને ઝેરોક્ષગ્રાફી તરીકે ઓળખવાની શરૂઆત થઈ
* વર્લ્ડ ટ્વેન્ટી-20 ચેમ્પિયનશિપમાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતીય ક્રિકેટર યુવરાજસિંહે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ બોલમાં છ છગ્ગા ફટકાર્યાં અને ટી-20માં છગ્ગા લગાવનાર પ્રથમ ક્રિકેટર બન્યાં (2007)