આણંદ ટુડે I આણંદ,
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રણેતા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના ૭૩મા જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવશે. યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં ૧૬ અને ૧૭ મી સપ્ટેમ્બર એમ યોગ શિબિરનું આયોજન દ્વિદિવસીય સવારે ૬ થી ૮ દરમિયાન કરવામાં આવેલ છે.
રાજ્યમાં વિવિધ ૭૩ સ્થાનો પર ૭૩ હજાર યોગસાધકો દ્વારા ૭,૩૦,૦૦૦ સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવેલ છે . જે અંતર્ગત નડિયાદ ખાતે શ્રી સંતરામ મંદિરના ચોગનમાં નડિયાદ અને ખેડા જિલ્લાવાસીઓ પણ આ વિશિષ્ટ ઉજવણીમાં જોડાશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના ૭૩મા જન્મદિવસ નિમિત્તે બે દિવસના યોગ શિબિરના કાર્યક્રમમાં સર્વે યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધકો તેમજ તમામ સંસ્થાઓ સહિત નાગરિકોને સહ પરિવાર સાથે પધારવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી ખેડા જિલ્લા યોગ કોઓર્ડીનેટર શ્રી મીનલ કુમાર પટેલ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
યોગ માટે સવારે ભૂખ્યા પેટે સોચ ક્રિયા તેમ જ સ્નાન કરી સ્વચ્છ થઈ યોગને અનુરૂપ પોષક પહેરી યોગા મેટ કે શેત્રંજી સાથે પાણીની બોટલ લઈ પધારવા ખેડા જિલ્લા યોગ કોઓર્ડીનેટરશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.