AnandToday
AnandToday
Wednesday, 13 Sep 2023 18:30 pm
AnandToday

AnandToday

સોજીત્રા નગરપાલિકાના ભાજપના  સભ્યોને  પક્ષ માંથી તાત્કાલિક બરતરફ કરવામાં આવ્યા.

સોજીત્રા પાલિકાની ગુરુવારે યોજાયેલ ચૂંટણીમાં પક્ષના મેન્ડેટ(વ્હીપ)ના અનાદર બદલ તમામ છ સભ્યો ને પક્ષમાંથી તાત્કાલિક ધોરણે બરતરફ કરવાનો ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મોવડી મંડળે લીધો નિર્ણય.

આણંદ
આણંદ જિલ્લાની સોજીત્રા નગરપાલિકાના છ સભ્યોને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય તરીકે તમામ હોદ્દા ઉપરથી બરતરફ કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.
સોજિત્રા નગર પાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખ પદની આજે તા. ૧૪,૦૯,૨૦૨૩ના રોજ યોજાયેલ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી સત્તાવાર રીતે પ્રમુખપદ માટે જેતલબેન સંજયભાઈ પટેલ તથા ઉપપ્રમુખપદ માટે જશોદાબેન દિલીપભાઈ ભોઈના નામનો મેન્ડેટ(વ્હીપ) પક્ષ તરફથી આપવામાં આવેલ હતો. સોજિત્રા નગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટીના પ્રતિક ઉપર ચૂંટાયેલ  ૬ સભ્યોએ પક્ષના મેન્ડેટ(વ્હીપ)નો અનાદર કરીને ગેરશિસ્તનું વર્તન કર્યું છે. પક્ષના મેન્ડેટ(વ્હીપ)ના અનાદર બદલ તમામ છ સભ્યો ને પક્ષમાંથી તાત્કાલિક ધોરણે બરતરફ થવાને યોગ્ય ઠરતા હોય જેથી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મોવડી મંડળના આદેશ મુજબ ભારતીય જનતા પાર્ટીના સોજીત્રા નગરપાલિકન   ૬ સભ્યોને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય તરીકે તમામ હોદ્દા ઉપરથી બરતરફ કરવામાં આવેલ છે.

બરતરફ કરાયેલા સભ્યોમાં

૧. કલ્પનાબેન ઉમેશભાઈ મકવાણા

૨. જશોદાબેન દિલીપભાઈ ભોઈ

૩. રાહુલભાઈ અશોકભાઈ વાઘરી

૪. ઉન્નિબેન ધર્મેશભાઈ રાણા

૫. જીમિતભાઈ ભરતભાઈ ભટ્ટ

૬. જીગ્નેશભાઈ અશીશ્વીનભાઈ કા. પટેલ

નો સમાવેશ થાય છે.તેમ ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લાના પ્રમુખ રાજેશ  રમેશભાઈ પટેલ દ્વારા જણાવાયું છે