AnandToday
AnandToday
Saturday, 09 Sep 2023 18:30 pm
AnandToday

AnandToday

ગુજરાતના ડેરી ઉદ્યોગની ક્રાંતિકારી પહેલ

હવે ગાયનાં ગોબર માંથી ગેસ અને હાઇડ્રોજન બનાવવાની યોજના

જાપાન માં થયેલ કરાર મુજબ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં 2025 સુધીમાં પ્રારંભિક તબક્કામાં 4 બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે

અંદાજિત રૂ .230 કરોડના કુલ રોકાણ સાથે ગ્રીન અને ક્લીન એનર્જિ પણ ઉત્પન્ન કરશે

આણંદ ટુડે I આણંદ,
શ્રી શંકરભાઈ ચૌધરી, અધ્યક્ષશ્રી ગુજરાત વિધાનસભા અને ચેરમેન બનાસ ડેરી ની આગેવાની હેઠળ ભારત નાં એક ઉચ્ચ સ્તરીય ડેલીગેશને જાપાન ની મુલાકાત લીધી જેમાં NDDB ચેરમન શ્રી મીનેશભાઈ શાહ, અમૂલ ફેડરેશન નાં MD જયેન મહેતા, બનાસ ડેરી MD શ્રી સંગ્રામ ચૌધરી, NDDB ED શ્રી રાજીવ શામેલ હતા.

પ્રવાસ નો મુખ્ય હેતુ મારુતિ સુઝુકી, બનાસ ડેરી અને NDDB વચ્ચે બનાસકાંઠા જિલ્લા માં ૪ અત્યાધુનિક બાયોગેસ પ્લાન્ટ ની સ્થાપના માટે ત્રીપક્ષિય કરાર કરવાનો હતો તેમજ આ ક્ષેત્ર માં જાપાન માં થયેલ સંશોધન અને વિકાસ ની જાણકારી લેવાનો હતો.

આ પ્રોજેક્ટનો ઉદેશ ભારતને સ્વચ્છ બનાવવા અને ખેડૂતોને તેમના પશુપાલન વ્યવસાયની આડપેદાશોમાંથી વધારાની આવક મેળવવામાં મદદરૂપ થવાનો છે.

 આગળ જતાં પશુઓના છાણ માંથી મેળવાયેલી બાયો સી. એન. જીની આ ક્લીન એનર્જિ માંથી ગ્રીન હાઇડ્રોજન તેમજ લિક્વિડ બાયો-મિથેન (LBM) નું ઉત્પાદન કરી ગ્રીન એનર્જીના સ્ત્રોત તરીકે વધુ ઉપયોગ કરી શકાશે.

ત્યાં થયેલ કરાર મુજબ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં 2025 સુધીમાં પ્રારંભિક તબક્કામાં 4 બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. તમામ પક્ષોની પરસ્પર સમજૂતી મુજબ આ પ્લાન્ટોની સંખ્યા વધારો પણ કરવામાં આવશે. આ પ્લાન્ટો પ્રદૂષણ ઘટાડવામાં અને પર્યાવરણને જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે, તથા અંદાજિત રૂ .230 કરોડના કુલ રોકાણ સાથે ગ્રીન અને ક્લીન એનર્જિ પણ ઉત્પન્ન કરશે. CNG વાહનો માટે બળતણનું વિતરણ કરવા માટે દરેક પ્લાન્ટની સાથે બાયોગેસ ફિલિંગ સ્ટેશનો સ્થાપવામાં આવશે તદઉપરાંત જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જૈવિક ખાતરનું ઉત્પાદન પણ આ બાયોગેસ પ્લાન્ટો થકી કરવામાં આવશે.
જાપાનમાં ભારતના રાજદૂત શ્રી સિબી જ્યોર્જની હાજરીમાં જાપાનના ટોક્યો ખાતેના ભારતીય દૂતાવાસમાં એક ભવ્ય કાર્યક્રમ માં શ્રી ટી સુઝુકી (પ્રમુખ, સુઝુકી મોટર કોર્પોરેશન, જાપાન) સાથે આ અંગેના એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

ભવિષ્ય માં આવા પ્લાન્ટ ગુજરાત ના દરેક જિલ્લા માં સ્થાપવામાં આવશે. આમ, ગુજરાત નાં સહકારી ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલ ૩૬ લાખ ખેડૂત પરિવારોને આ યોજના નો લાભ મળશે અને NDDB દ્વારા દેશ ભર માં આનો વ્યાપ વધશે.

આ ઉપરાંત, ડેલીગેશને જાપાન સંસદ ભવન ની મુલાકાત લીધી હતી અને ત્યાંના સાંસદ સાથે મીટીંગ કરેલ.

જાપાનનાં કૃષિ અને ડેરી વિકાસ મંત્રાલય નાં ઉચ્ચ અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી ભારત અને જાપાન વચ્ચે ટેકનોલોજી આપ લે વિશે વિગતવાર ચર્ચા કરેલ.

ઉપરાંત, સુઝુકી મોટર કંપની હેડ ઓફીસ ની મુલાકાત લઈ ત્યાંના પ્રેસિડેન્ટ સહિત ટોચ નાં  અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરેલ. સુઝુકીએ ગુજરાત અને ભારત નાં વિકાસ માં કરેલ કર્યો તેમજ ભવિષ્ય ની તકો વિશે ચર્ચા કરેલ.

તે ઉપરાંત હોકાઇડો ની મુલાકાત લઈ ત્યાંના બાયો ગેસ થી ઉત્પાદન થતાં હાઇડ્રોજન પ્લાન્ટ ની મુલાકાત લઈ ભવિષ્યની ખૂબ મહત્વની ટેકનોલોજી ની જાણકારી લીધી જે ડેરી ઉદ્યોગ માટે ખુબજ ક્રાંતિકારી બની શકશે. ઉપરાંત ત્યાંના ૨૫૦૦ ગાય ધરાવતા મોટા ડેરી ફાર્મ અને ઓર્ગેનિક બટાકા ઉત્પાદન કરતા ફાર્મ ની પણ મુલાકાત લીધી હતી.

રોજનું આશરે ૨૦ લાખ લીટર દૂધ પ્રોસેસ કરતી યોત્સુબા ડેરી પ્લાન્ટ ની પણ મુલાકાત લીધી જેના શેર હોલ્ડર હોકાઈડો ટાપુ નાં ૮ ખેડૂત એસોસિયેશન છે.

બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આ મુલાકાત અને તેના થયેલ કરારો થકી આત્મનિર્ભર ભારતનાં સ્વપ્નદૃષ્ટા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજી પ્રેરિત ‘ગોબરધન પ્રોજેક્ટ’ થકી સ્વચ્છ ઊર્જા અને પ્રાકૃતિક ખેતીનાં ક્ષેત્રે હરણફાળ ભરવા ગુજરાત અને ભારત નો સહકારી ડેરી ઉદ્યોગ જઈ રહ્યો છે.માનનીય વડાપ્રધાનશ્રીના વિઝનને અંતર્ગત નેટ કાર્બન ન્યૂટ્રાલિટી તથા સરક્યુલર ઇકોનોમીને હાંસિલ કરવા માટે એક બહુજ મહત્વ નું પગલું છે. માનનીય વડાપ્રધાનશ્રીના હરિયાળું ભારત અને ખેડૂતોની આવક વધારવાના પ્રયાસોને વેગવંત બનાવશે.