આણંદ શહેરમાં લોટિયા ભાગોળ વિસ્તારમાં પેટ્રોલ પંપ સામે એક મહિલા રડતી હોઈ કોઈએ 181 અભયમને જાણ કરતા અભયમની ટીમએ ઘટના સ્થળે દોડી જઇ આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકની SHE ટીમને જાણ કરતા SHE ટીમ ઘટના સ્થળે દોડી જઇ મહિલાને ટાઉન પોલીસ મથકમાં લઈ જઈ તેનું કાઉન્સેલિંગ કરી. પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.
આણંદ શહેરમાં પોતાના પતિ અને ૨૦ વર્ષીય પુત્ર સાથે રહેતી મહિલા માનસિક રીતે અસ્વસ્થ હતી અને તેમાં પણ રાત્રે ઘરમાં પુત્ર સાથે બોલાચાલી થયા બાદ. સવારે પતિ અને પુત્ર કામ ધંધા અર્થે બહાર ગયા ત્યારે મહિલાએ ઘર છોડી ચાલી નીકળી હતી. અને સાંજના સુમારે લોટિયા ભાગોળ પેટ્રોલપંપ સામે બેસી રડતી હતો જ કોઈએ 181 અભયમને ફોન. કરી જાણ કરતા અભયમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મહિલા સાથે વાતચીત કર્યા બાદ આ અંગે આણંદ ટાઉન પોલીસની SHE ટીમને જાણ કરતા SHE ટીમના એએસઆઈ જસીબેન ચૌધરી અને કોન્સ્ટેબલ ભાગ્યશ્રીબેન ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહિલાન પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા મહિલાએ તેણી ઘરેથી કંટાળી હવે ઘરે પરત જવું નથી તેમ નક્કી કરી નીકળી હતી જેથી એએસઆઈ જસીબેન ચૌધરી અને કોન્સ્ટેબલ ભાગ્યશ્રીબેનએ મહિલાનું કાઉન્સેલિંગ કરી મહિલાને કોઈ અઘટિત પગલું નહીં ભરવા સમજાવી હતી. જેથી મહિલા પણ સંમત થઈ હતી.
પોલીસ અધિક્ષક પ્રવિણકુમારની સુચના અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જે એન.પંચાલનાં માર્ગદર્શન અનુસાર આણંદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર. બ્રહ્મભટ્ટની સૂચના હેઠળ SHE ટીમએ આ અંગે મહિલાના પતિ અને પુત્રને જાણ કરતા તેઓ પણ મહિલાને શોધી રહ્યા હતા અને ચિંતામાં હતા. જેથી તેઓ પોલીસ મથકે દોડી આવ્યા હતા જ્યાં મહિલાના પતિએ જણાવ્યું હતું કે મહિલા માનસિક અસ્વસ્થ છે અને તેની દવા પણ ચાલુ છે. અને અગાઉ પણ આ રીતે ઘરેથી નીકળી ગઈ હતી. જેથી SHE ટીમે મહિલાને પ્રેમ અને હૂંફ આપી તેણીનું કાઉન્સેલિંગ કરીને ઘર છોડીને નહીં નીકળવા સમજાવી હતી અને ત્યારબાદ મહિલાને તેના પતિ અને પુત્ર સાથે મેળાપ કરાવી ઘરે મોકલ્યા હતા.
આમ SHE ટીમની સજાગતાનાં કારણે મહિલા કોઈ અઘટિત પગલું ભરતા અટકી હતી.
નોંધ- સમાચારમાં આપેલ તસવીર પ્રતિકાત્મક છે
******