શ્વેતક્રાંતિનાં પ્રણેતા અને 'ધ મિલ્કમેન' તરીકે ઓળખાતાં ડૉ. વર્ગીસ કુરિયનનું નડિયાદ ખાતે અવસાન (2012)
26 નવેમ્બર, 1921ના રોજ કેરળમાં જન્મેલા કુરિયને ગુજરાતના આણંદ ડેરીઉદ્યોગને સફળ સહકારી મૉડલ તરીકે સ્થાપિત કર્યું હતું.વર્ષ 1973માં કુરિયને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ની સ્થાપના કરી અને 34 વર્ષ સુધી તેના અધ્યક્ષપદે રહ્યા.
* કારગિલ યુદ્ધમાં કામગીરી માટે પરમવીર ચક્રથી સન્માનિત ભારતીય સેનાના અધિકારી કેપ્ટન વિક્રમ બત્રાનો હિમાચલ પ્રદેશમાં જન્મ (1974)
* પદ્મશ્રીથી સન્માનિત હિન્દી ફિલ્મ સુપરસ્ટાર અભિનેતા અક્ષયકુમાર (રાજીવ હરીઓમ ભાટિયા)નો અમૃતસરમાં જન્મ (1967)
તેઓ ભારતમાં જન્મેલા નેચરલાઈઝ્ડ કેનેડિયન અભિનેતા, નિર્માતા, માર્શલ આર્ટિસ્ટ અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કરનાર ટેલિવિઝન વ્યક્તિત્વ છે
* પદ્મશ્રી અને રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત મહામહોપાધ્યાય કે.કા. શાસ્ત્રી (કેશવરામ કાશીરામ શાસ્ત્રી)નું અવસાન (2006)
તેઓ ‘બ્રહ્મર્ષિ’, ‘વિદ્યાવાચસ્પતિ’ ઉપનામથી જાણીતાં હતાં અને પ્રમુખપણે ગુજરાતી ગ્રંથોનાં સંપાદન, હસ્તપ્રતોને આધારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, વ્યાકરણ અને ઇતિહાસ સાથે જોડાયેલાં રહ્યા અને ગુજરાતી ભાષા, વ્યાકરણ અને કોશ સાહિત્યમાં કે.કા.શાસ્ત્રીનું વિશેષ યોગદાન રહ્યું છે
240 કરતાં વધુ પુસ્તકો અને દોઢ હજારથી વધુ લેખોનાં કર્તા કે.કા.શાસ્ત્રીનાં ‘ચાણક્યનાં નીતિ સૂત્રો’, ‘ઉર્દૂ ગુજરાતી શબ્દકોશ’, ‘પાયાનો સંસ્કૃત ગુજરાતી શબ્દકોશ’, ‘પ્રારંભિક સંસ્કૃત વ્યાકરણ’, ‘ગુજરાતી વ્યુત્પત્તિ કોશ’, ‘અપભ્રંશ વ્યાકરણ’, ‘ગુજરાતનાં સારસ્વતો’, ‘મીરાંનાં પદો’, ‘નરસિંહ મહેતા’, ‘પ્રેમાનંદ’, ‘લાલ બહાદુર શાસ્ત્રી’, ‘ભાલણ’, ‘કવિ ચરિત’, ‘ગુજરાતી વાગવિકાસ’, ‘સૌરાષ્ટ્રની પ્રાચીન નગરીઓ’, ‘પુરાણોમાં ગુજરાતની આદિમ જાતિઓ’ વગેરે પુસ્તકોનું સર્જન કર્યું
* વિશ્વવિખ્યાત રશિયન સાહિત્યકાર (લેવ નિકોલવીચ ટૉલ્સટોય) લિયો ટૉલ્સટોયનો જન્મ (1828)
ટોલ્સટોયની બે મહાન કૃતિઓ ‘જંગો અમન’(વોર એન્ડ પીસ) તથા ‘આના કોરેનિના’ નવલકથાઓ દ્વારા જગસાહિત્યને તેમણે પોતાનાં શ્રેષ્ઠ સાહિત્યનું પ્રદાન કર્યું
ટોલ્સટોયનાં પુસ્તક 'કિંગડમ ઑફ ગોડ ઇઝ વીથીન યુ'થી મહાત્મા ગાંધી પ્રભાવિત થયાં હતાં
* વિદેશમાં રહેતાં ભારતીય કલાપ્રેમી વિદ્વાન, સિલોનીસ તમિલ આધ્યાત્મિક વૈજ્ઞાનિક, અગ્રણી ઇતિહાસકાર અને ભારતીય કલાનાં ફિલસૂફ ડૉ.આનંદકુમાર સ્વામી (આનંદ કેન્ટીશ મુથુ કુમારસ્વામી)નું બોસ્ટનમાં અવસાન (1947)
* ચીનમાં સામ્યવાદી ક્રાંતિનાં પ્રણેતા માઓત્સે તુંગનું અવસાન (1976)
માઓ ત્સે-તુંગે 1949 થી 1959 સુધી પીપલ્સ રીપબ્લિક ઑફ ચાઇનાનાં અધ્યક્ષ તરીકે સેવા આપી અને ઈ.સ.1935થી મૃત્યુ સુધી ચિની કમ્યુનિસ્ટ પાર્ટીનું નેતૃત્વ કર્યું
* હાઈડ્રોજન બોમ્બ બનાવનાર વિજ્ઞાનીઓમાં અગ્રણી અને ‘હાઈડ્રોજન બોમ્બનાં પિતા’ તરીકે ઓળખાતાં હંગેરિયન-અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી એડવર્ડ ટેલરનું કેલિફોર્નિયામાં અવસાન (2003)
* રાજસ્થાનમાં સ્વતંત્રતા ચળવળનાં ક્રાંતિકારી અને શિક્ષણવિદ્ અર્જુન લાલ સેઠીનો જન્મ (1880)
* હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં 1930 થી 1980 ના દાયકા સુધી સક્રિય અભિનેત્રી લીલા ચિટનીસનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1909)
* મરાઠી ભાષાના પ્રખ્યાત સંગીતકાર શ્રીધર ફડકેનો મુંબઈ ખાતે જન્મ (1950)
* હિન્દી ફિલ્મ, ટેલિવિઝન અને થિયેટર અભિનેતા અશોક લોખંડેનો મુંબઈ ખાતે જન્મ (1962)
* મલયાલમ તથા તમિલ ફિલ્મો અને ટેલિવિઝન અભિનેતા અને બોડી બિલ્ડર રિયાઝ ખાનનો ખાતે જન્મ (1972)
* મુકેશ ખન્નાની ટેલિવિઝન શ્રેણી શક્તિમાનમાં ગીતા બિસ્વાસની ભૂમિકા ભજવવા માટે જાણીતી ટીવી અને ફિલ્મ અભિનેત્રી વૈષ્ણવી મહંતનો મુંબઈ ખાતે જન્મ (1974)
* તમિલનાડુના મૂવી નિર્માતા અને દ્રવિડિયન રાજકારણી નેતા આર. એમ. વીરપ્પનનો જન્મ (1926)
* મલયાલમ સિનેમામાં અભિનેતા, પટકથા લેખક અને દિગ્દર્શક વેણુ નાગવલ્લીનું અવસાન (2010)
* મલયાલમ સિનેમામાં ભારતીય ફિલ્મ દિગ્દર્શક અને કલા દિગ્દર્શક પી.એન. મેનન (પેલીસેરી નારાયણકુટ્ટી મેનન)નું અવસાન (2008)