AnandToday
AnandToday
Monday, 04 Sep 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 5 સપ્ટેમ્બર : 5 SEPTEMBER 
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર

આજે શિક્ષક દિન 

ભારતમાં શિક્ષક દિન દર વર્ષની 5 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎નો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.
આજે દેશમાં રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલ શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે અને શિક્ષણ સંસ્થાઓમાં આ દિવસે વિધાર્થીઓ શિક્ષક બની અધ્યાપનકાર્યનો અનુભવ લે છે અને શિક્ષક દિનની ઉજવણી કરે છે 

* ભારતનાં મહાન શિક્ષણશાસ્ત્રી, દાર્શનિક, રાજપુરુષ, તત્વચિંતક અને બીજા રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો તમિલનાડુ રાજ્યમાં જન્મ (1888)
રાધાકૃષ્ણને ફિલોસોફીમાં એમએ 1908માં પૂરું કર્યું અને 21 વર્ષની નાની વયે કારકિર્દીનો પ્રારંભ મદ્રાસ પ્રેસિડેન્સી કૉલેજનાં વ્યાખ્યાતાથી થયો, આંધ્ર યુનિવર્સિટી અને બનારસ હિંદુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ફરજ બજાવી છે
તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (1952-1962) અને દ્વિતીય રાષ્ટ્રપતિ (13 મે, 1962 - 13 મે, 1967) હતાં
તેમણે કહ્યું હતું કે, “મારો જન્મદિવસ ઊજવવાને બદલે જો 5 સપ્ટેમ્બરના દિવસને શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવશે તો એ મારા માટે ગર્વની વાત હશે.” ત્યારથી લઇને આપણા જીવનમાં શિક્ષકોના યોગદાનની યાદમાં તેમના જન્મદિવસને ઊજવવામાં આવે છે
રાધાકૃષ્ણનનું નાઈટહૂડ (1931), ભારતરત્ન (1954), બ્રિટિશ ઓર્ડર રોયલ ઓર્ડર ઑફ મેરીટ (1963) સહિતનાં પુરસ્કારોથી સન્માન થયું છે 

* રણજિતરામ સુવર્ણચંદ્રક, કુમાર સુવર્ણ ચંદ્રક, કલાપી પુરસ્કારથી સન્માનિત ગુજરાતી સાહિત્યકાર ભગવતીકુમાર શર્માનું અવસાન (2018)
તેમણે નવલકથા, ટુંકી વાર્તાઓ, કવિતાઓ અને વિવેચન ક્ષેત્રે ખુબ મોટુ કાર્ય કર્યું છે 
સુરતના ‘ગુજરાત મિત્ર’ દૈનિકનાં તંત્રીવિભાગમાં 1955થી જોડયાં બાદ અંતિમ સમય સુધી ત્યાં જ કાર્યરત રહ્યા તેમને અસુર્યલોક નવલકથા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતા

* નોબેલ પુરસ્કારથી સન્માનિત સેવા અને કરુણાની મૂર્તિ મધર ટેરેસા (એગ્નેસ ગોન્કસા બોજાક્સુ)નું અવસાન (1997)
તેઓ અલ્બેનિયન-ભારતીય રોમન કેથોલિક નન અને મિશનરી હતા
મૃત્યુને આરે ઊભેલ રોગીઓ, રક્તપિત્તથી પીડાતા તથા સમાજથી બહિષ્કૃત એવા દર્દીઓ, એઈડ્સ જેવા અસાધ્ય રોગથી પીડાતા મનુષ્યો વિગેરેની સેવા તે જ તેમના જીવનનો એકમાત્ર ધર્મ બની રહ્યો અને તેમના જીવનકાળમાં તેમણે ભારત ખાતે અગણિત સેવાકેન્દ્રો સ્થાપ્યા

* અશોક ચક્રથી સન્માનિત ભારતીય હેડ પર્સર નીરજા ભનોટનું અવસાન (1986) 
કરાચીમાં સ્ટોપઓવર દરમિયાન આતંકવાદીઓ દ્વારા હાઇજેક કરવામાં આવેલ પેન એમ ફ્લાઇટ 73 પર મુસાફરોને બચાવતી વખતે તેમનું મૃત્યુ થયું હતું

* ભારતીય ક્રિકેટર (24 ટેસ્ટ, 18 ODI અને 6 T20 રમનાર) પ્રજ્ઞાન ઓઝાનો ભુવનેશ્વર ખાતે જન્મ (1986)

* હિન્દી કવિ, લેખક, વ્યંગકાર અને હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનમાં સંવાદ અને સ્ક્રિપ્ટ લેખક શરદ જોશીનું મુંબઈમાં અવસાન (1991)

* બંગાળી, હિન્દી, મલયાલમ ફિલ્મો માટે ગીતકાર, સંગીત નિર્દેશક, ગીતકાર, લેખક અને કવિ સલિલ ચૌધરીનું કોલકાતા ખાતે અવસાન (1995)

* પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત ભારતીય પરમાણુ વૈજ્ઞાનિક હોમી નુસેરવાનજી સેથનાનું મુંબઈમાં અવસાન (2010)

* રાજકીય અને સામાજિક વિજ્ઞાનના મનોવિજ્ઞાની, કાર્યકર અને રાજકારણી યોગેન્દ્ર યાદવનો હરિયાણા રાજ્યમાં જન્મ (1963)
તેઓ આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્ય છે 

* મંદિર વાસ્તુશાસ્ત્ર પરંપરામાં આર્કિટેક્ચર અને શિલ્પના કૉલેજના વૈદ્યનાથ ગણપતિ સ્થાનપતિનું અવસાન (2011)

* ભારતીય શાસ્ત્રીય સંગીતકાર અને સરોદ વાદક અયાન અલી ખાનનો જન્મ (1979)

* પેલ્ટન વોટર વ્હીલ શોધ સાથે પાણીનાં ધોધ કે ડેમમાં ટર્બાઈન વડે વીજળી ઉત્પન્ન કરતાં મથક - હાઈડ્રોપાવરનો પાયો નાખનાર વિજ્ઞાની લેસ્ટર પેલ્ટનનો અમેરિકામાં જન્મ (1829)

* ભારતીય શાસ્ત્રીય વાંસળીવાદક કેશવ ગિંડેનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1942)

* હિન્દી ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને નિર્માતા વિધુ વિનોદ ચોપરાનો શ્રીનગરમાં જન્મ (1952)

* કવિ અને હિન્દી ફિલ્મ ગીતકાર ઇર્શાદ કામિલનો પંજાબમાં જન્મ (1971)

* હિન્દી ફિલ્મોમાં અભિનેતા પંકજ ત્રિપાઠીનો બિહારના ગોપાલગંજ ખાતે જન્મ (1976)

* મલયાલમ સિનેમામાં પાર્શ્વગાયિકા જ્યોત્સના રાધાકૃષ્ણનનો જન્મ (1986)

* મોડલ, અભિનેત્રી, એન્જિનિયર અને સૌંદર્ય સ્પર્ધાના ખિતાબ ધારક આશા ભટનો કર્ણાટક રાજ્યમાં જન્મ (1992)

* મોડલ, હોસ્ટ અને સ્પ્લિટ્સવિલા 10 જીતવા માટે જાણીતા ટેલિવિઝન વ્યક્તિત્વ બસીર અલીનો ખાતે જન્મ (1994)

* હિન્દી ટેલિવિઝન અને સિનેમા અભિનેત્રી અચિંત કૌરનો મીરુત ખાતે જન્મ (1970)