AnandToday
AnandToday
Saturday, 02 Sep 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 3 સપ્ટેમ્બર : 3 SEPTEMBER 
તારીખ તવારીખ 
સંકલન : વિજય એમ. ઠક્કર

ઓલમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ અપાવનાર મહિલા પહેલવાન સાક્ષી મલિકનો આજે જન્મદિવસ 

 પદ્મશ્રી તથા રાજીવ ગાંધી ખેલરત્નથી સન્માનિત અને રેસ્લિંગમાં ભારત તરફથી ઓલિમ્પિકમાં મેડલ મેળવનારી પહેલી મહિલા પહેલવાન રેસલર સાક્ષી મલિકનો હરિયાણામાં જન્મ (1992)

* સદગુરુ નામથી ઓળખાતા ભારતીય યોગ ગુરુ અને આધ્યાત્મિકતાના સમર્થક જગદીશ "જગ્ગી" વાસુદેવનો જન્મ (1957)
તેમણે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચલાવતા આશ્રમ અને યોગ કેન્દ્ર ઈશા ફાઉન્ડેશનની સ્થાપના 1992માં,
કોઈમ્બતુર નજીક કરી છે 

* બુકર પ્રાઈઝથી સન્માનિત લેખિકા કિરણ દેસાઈનો નવી દિલ્હી ખાતે જન્મ (1971)

* બોલિવૂડ ફિલ્મોમાં અભિનેતા શક્તિ કપૂરનો દિલ્હી ખાતે જન્મ (1952)
તેમની દિકરી શ્રદ્ધા કપૂર આજે ખુબ લોકપ્રિય અને સફળ અભિનેત્રી છે

* ભારતીય આર્મીના બ્રિટિશ અધિકારી જનરલ સર ડગ્લાસ ડેવિડ ગ્રેસીનો ભારતમાં મુઝફરપુર ખાતે જન્મ (1894)
તે પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધ ઉપરાંત ફ્રેન્ચ ઈન્ડોચીનામાં પણ લડ્યા હતા અને પાકિસ્તાન આર્મીના બીજા કમાન્ડર-ઈન-ચીફ રહ્યા હતા

* ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલાપતી ત્રિપાઠીનો વારાણસી ખાતે જન્મ (1905) 

* ગુજરાતી ભાષાનાં કવિ, વિવેચક અને ભાષાશાસ્ત્રી નરસિંહરાવ દિવેટિયાનો અમદાવાદમાં જન્મ (1859)
અર્વાચીન ગુજરાતી કવિતાને સંસ્કારશુદ્ધ કરનારાં કવિ-વિવેચક અને ‘મંગલ મંદિર ખોલો, દયામય...’ જેવાં કારુણ્યસભર ઉદગાર પ્રગટાવનાર નરસિંહરાવ દિવેટિયાને કાકા કાલેલકરે તેઓને ગુજરાતી સાહિત્યનાં ભીષ્મપિતામહ કહ્યાં છે 

* હિન્દી ફિલ્મ અભિનેતા ગોવિંદ નામદેવનો મધ્યપ્રદેશ રાજ્યમાં જન્મ (1954)

* તમિલ ભાષાની ફિલ્મોમાં અભિનેતા ગુરુ સોમસુંદરમનો મદુરાઈ ખાતે જન્મ (1975)

* બોલિવૂડ ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોયનો હૈદરાબાદ ખાતે જન્મ (1976)
તેમના પિતા સુરેશ ઓબેરોય ખુબ લોકપ્રિય અભિનેતા રહ્યા છે 

* હિન્દી અને તેલુગુ સિનેમામાં જાણીતા ફિલ્મ અભિનેતા અર્જન બાજવાનો દિલ્હી ખાતે જન્મ (1979)

* તેલુગુ સિનેમામાં અભિનેતા કમલ કામરાજુનો મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મ (1981)

* કલર્સ ટીવીના બેઇન્તેહામાં ઝૈન અબ્દુલ્લાના પાત્ર માટે જાણીતા હિન્દી ટેલિવિઝન અભિનેતા હર્ષદ અરોરાનો નવી દિલ્હી ખાતે જન્મ (1987)

* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન બાળ કલાકાર અમેય પંડ્યાનો જન્મ (1998)