AnandToday
AnandToday
Thursday, 31 Aug 2023 18:30 pm
AnandToday

AnandToday

A.P.M.S આણંદ ખાતે વાનગી હરીફાઈ યોજાઈ

આ હરીફાઈમાં પ્રથમ ક્રમે રીયા પટેલ, બીજા નંબરે ગૌરાંગ રાણા અને ત્રીજા ક્રમે ઈશિકા પટેલ વિજેતા જાહેર થયા 

આણંદ ટુડે
આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટી સંચાલિત શ્રીમતી કમળાબેન પી. પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સ  દ્વારા વાનગી હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.   આ હરીફાઈમાં પ્રથમ ક્રમે રીયા પટેલ, બીજા નંબરે ગૌરાંગ રાણા અને ત્રીજા ક્રમે ઈશિકા પટેલ વિજેતા જાહેર થયા હતા. જેના નિર્ણાયક તરીકે ડો. હિરલબેન સુથારએ સેવાઓ આપી હતી. આ કાર્યક્રમ સાથે વિદ્યાર્થીઓએ ડાકોરની આંગણવાડી ખાતે ચાર્ટ સાથે નાટ્ય પ્રસ્તુતિ દ્વારા માહિતી આપવાનો કાર્યક્રમ કર્યો હતો. જેમાં માતા માટે જરૂરી વિટામીન્સ અને મિનરલ્સ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જન જાગૃતિના આ કાર્યક્ર્મ માટે સંસ્થાના પ્રમુખ શ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ), સીઇઑ અને વાઇસ પ્રેસિડેન્ટ ડૉ.પાર્થ બી. પટેલ, રજીસ્ટ્રાર અને સેક્રેટરી ડૉ. ઈશિતાબેન પી. પટેલ અને એડમિન વિભાગના યુગ્માબેન પટેલએ સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રીમતી કમળાબેન પી. પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સ કોલેજના કા. આચાર્યા બીજલબેન અમીનના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમોમાં સગર્ભા માતાઓ તથા તમામ અધ્યાપકગણ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. 

****