AnandToday
AnandToday
Tuesday, 29 Aug 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 30 ઓગસ્ટ : 30 AUGUST
તારીખ તવારીખ 
સંકલન : વિજય એમ. ઠક્કર

આજે ભાઈ અને બહેનના પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધન

રક્ષાબંધનનો તહેવાર તમામ ભાઈઓ અને બહેનો માટે ખૂબ જ ખાસ છે.આજે ભાઈ-બહેનના પ્રેમ અને પવિત્ર સંબંધની આજે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આજનાં દિવસે બહેનો ભાઈઓના કાંડા પર રાખડી બાંધી ભાઈનાં લાંબા આયુષ્યની કામના કરે છે અને ભાઈઓ તેમની બહેનોની રક્ષા માટે પ્રતિજ્ઞા લે છે.આ વખતે બે દિવસ રક્ષાબંધન 30 અને 31 ઓગસ્ટના રોજ ઉજવણી કરવામાં આવશે. પરંતુ ભદ્રકાળના કારણે રાખડી બાંધવાનો શુભ સમય 30 ઓગસ્ટ 2023ના રોજ રાત્રે 9.05 વાગ્યાથી શરૂ થશે અને 31 ઓગસ્ટ 2023ના રોજ સવારે 7.05 વાગ્યે સમાપ્ત થશે.

* ભારતની હિંદી ફિલ્મોમાં સદાબહાર યાદગાર ગીતો સર્જનાર અને હિંદુસ્તાની મમત્વને અસર કરી જાય તેવી વાત પોતાના ગીતમાં લખનાર શૈલેન્દ્રનો પાકિસ્તાનમાં જન્મ (1923)
1950નાં દશકામાં રાજ કપૂરનો અવાજ મુકેશ હતાં તો મુકેશનાં ગીતોનાં શબ્દો શૈલેન્દ્રનાં હતાં
મેરા જૂતા હૈ જાપાની, યે પટલૂન ઈંગ્લિસ્તાની,
સર પે લાલ ટોપી રુસી ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની…
શૈલેન્દ્રએ જે ફિલ્મો માટે ગીતો લખ્યા તેમાં શ્રી 420, ગાઈડ, અનાડી, આવારા, તીસરી કસમ, યહુદી, કાલા બઝાર જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે

* રસીની શોધ ક્ષેત્રે ઈતિહાસનાં સૌથી સફળ વિજ્ઞાની મોરિસ હિલમેનનો અમેરિકામાં જન્મ (1919)
તેમણે મમ્પ્સની સાથે મિસલ્સ અને રૂબેલાની રસી પણ શોધી, હિલમેને હિપેટાઈટીસ બીની રસી શોધી અને વિશ્વમાં 250 દેશોએ તેનો લાભ લીધો છે 

* પરમાણુ ભૌતિકશાસ્ત્રના પિતા તરીકે જાણીતા આર્નેસ્ટ રુથરફોર્ડનો ન્યુઝીલેન્ડમાં જન્મ (1871)
તેમને “તત્વોના વિઘટન અને કિરણોત્સર્ગી પદાર્થોની રસાયણશાસ્ત્ર અંગેની તેમની તપાસ માટે" નોબેલ પારિતોષિક (1908) મળ્યું હતું

* સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનો બિહાર રાજ્યનાં પટનામાં જન્મ (1954)
તેઓને કેન્દ્રીય મંત્રીમંડળમાં માહિતી અને પ્રસારણ પ્રધાનની ક્ષમતામાં તેઓ ભારતમાં ડાયરેક્ટ ટૂ હોમ (ડીટીએચ) સેવાઓ જાન્યુઆરી 2003માં લાવ્યા, એફએમ રેડિયો સેવાઓ ઉદારીકૃત કરી અને ભારતીય સિનેમાને ઉદ્યોગનો દરજ્જો આપ્યો

* અમેરિકન રોકાણકાર, ઉદ્યોગપતિ અને દાનેશ્વરી વોરન એડવર્ડ બફેટનો સંયુકત રાજ્ય અમેરિકામાં જન્મ (1930)
પ્રાથમિક શેરહોલ્ડર અને બર્કશાયર હેથવેનાં સીઇઓ બફેટને ફોર્બ્સ દ્વારા અંદાજે 62 બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે 2008માં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જાહેર કરવામાં આવ્યા હતાં

* ભારતીય બૌદ્ધ સાધુ અને ભારતને પોતાના ઘર તરીકે પસંદ કરનાર સુરાઈ સસાઈનો જાપાનમાં જન્મ (1935)

* ભારતીય ક્રિકેટર (2 ટેસ્ટ અને 7 વનડે રમનાર) સુબ્રમણ્યમ બદ્રીનાથનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1980)

* પંજાબી, ભાંગડા, ઈન્ડી-પોપ અને બોલિવૂડ ગાયક, ગીતકાર અને સંગીતકાર ગુરુ રંધાવાનો ગુરદાસપુર ખાતે જન્મ (1991)

* લેખિકા, પરોપકારી, બિઝનેસ લીડર અને મોડલ અમીષા સેઠીનો રાજકોટ ખાતે જન્મ (1980)

* સંપાદકીય કાર્ટૂનિસ્ટ, ચિત્રકાર અને ગ્રાફિક ડિઝાઇનર શેખર ગુરેરાનો ખાતે જન્મ (1965)

* હિન્દી ફિલ્મ અભિનેત્રી ચિત્રાંગદા સિંહનો જોધપુર ખાતે જન્મ (1976)

* હિન્દી ફિલ્મ નિર્માતા, સહાયક દિગ્દર્શક, રેસ્ટોરેચર, સેલિબ્રિટી મેનેજર અને યોગી જુસપ્રીત સિંહ વાલિયાનો મુંબઈ ખાતે જન્મ (1979)

* મોડલ અને હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં અભિનેત્રી રિચા પલોદનો બેંગ્લોર ખાતે જન્મ (1980)

* હૈદરાબાદ સ્થિત ભારતીય ફિલ્મ નિર્માતા સ્વપ્ના દત્તનો વિજયવાડા ખાતે જન્મ (1981)

* હિન્દી ફિલ્મ - ટેલિવિઝન અભિનેતા અને મોડલ રાજબીર સિંહનો પઠાણકોટ ખાતે જન્મ (1982)

* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા આશિષ શર્માનો જયપુર ખાતે જન્મ (1984)

* અભિનેતા, મોડલ, ગાયક અને ફિલિપાઈન્સમાં ભૂતપૂર્વ એક્સચેન્જ વિદ્યાર્થી એડી રાજનો અજમેર ખાતે જન્મ (1995)