AnandToday
AnandToday
Saturday, 26 Aug 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદ અક્ષર ફાર્મ ખાતે  પૂજ્ય વિવેકનિષ્ઠ સ્વામીનું પ્રેરક વક્તવ્ય યોજાયું

અક્ષરફાર્મ રવિસભામા સાંસદ શ્રી મિતેશભાઈને ૫૮માં જન્મદિને સત્કાર કરી દીર્ઘાયુ અને યશસ્વી સેવાઓ માટે શુભેચ્છાઓ પાઠવી  


આણંદ ટુડે I આણંદ,
અક્ષરફાર્મ ખાતે તા.૨૭/૮/૨૦૨૩ની અઠવાડિક રવિસભામાં આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ ખાસ પધાર્યા હતા. યોગનું યોગ આજે તેમનો ૫૮મો જન્મદિવસ હોઈ કોઠારી પૂજ્ય ભગવતચરણ સ્વામીએ અને પૂજ્ય નારાયણચરણ સ્વામીએ તેમનું પ્રાસાદિક હારતોરા પહેરાવી અને સ્મૃતિભેટ અર્પણ કરી સન્માન કરી આશીર્વાદ પાઠવી તેમના દીર્ઘાયુ અને યશસ્વી સેવાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સાંસદશ્રીએ પ્રાસંગિક વક્તવ્યમાં બી.એ.પી.એસ. ની દેશ- પરદેશમાં કાર્યરત સત્સંગ અને સમાજ ઉત્થાનની પ્રવૃત્તિને બિરદાવી હતી

સંસ્થાના વિદ્વાન સંત “પૂજ્ય વિવેકનિષ્ઠદાસ સ્વામી” ની કથાવાર્તાનો અદ્દભુત લાભ પ્રાપ્ત થયો હતો. કથામૃતમાં કથા શ્રવણનો મહિમા રેલાવતા જણાવ્યું હતું કે શાસ્ત્રોમાં નવ પ્રકાર ની ભક્તિ જણાવી છે એમાં શ્રવણ ભક્તિને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતમાં મનને નિર્વિષયી કરવું હોય તો કથાવાર્તાથી થાય છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમની વાતોમાં કહે છે કે આતો કાઈ વાતો છે? આ તો અમૃત છે. કરોડ રૂપિયા દેતા આ વાતો મળે નહિ. પ્રમુખસ્વામી મહારાજ, મહંતસ્વામી મહારાજની વાતો સાંભળતા આ વાત ની અનુભૂતિ થાય છે. બી. એ. પી.એસ. ની એક વિશેષતા છે કે મંદિર સાથે ભવ્ય સભાગૃહો જોવા મળે. સ્વામી કહે છે કે કરોડ ધ્યાન કરતા પણ આ વાતો અધિક છે. કથા સાંભળવાથી અંતરમાં સ્થિરતા આવે છે. અંતરનું પરિવર્તન થાય છે. ઇન્દ્રિયો અંતઃકરણ વિષયોમાં ખેંચાતા હોય તે કથામાં શબ્દો સાંભળવાથી અંતર સન્મુખ થાય. અજ્ઞાન દૂર થાય. કથાવાર્તા ખૂબ મોટું કામ કરે છે. બાળ મંડળો, યુવક યુવતી મંડળો, સત્સંગ પ્રવૃત્તિમાં થતી હજારો સભાઓમાં થતી કથાના શબ્દોથી લાખોની સંખ્યામાં ચારિત્ર્યવાન સમાજ દેશ પરદેશમાં તૈયાર થયો છે. શતાબ્દી મહોત્સવમાં સેવા કરનાર ૮૦ હજાર સ્વયસેવકોને સેવા કરવાની પ્રેરણા કથા શ્રવણથી મળી હતી. કથા આપણું બખ્તર ઘડે છે જેથી વિપરીત સંજોગો ઊભા થાય ત્યારે કથાના શબ્દો સાંભળ્યા હોય તે સામે આવે છે અને રક્ષા થાય છે.