AnandToday
AnandToday
Friday, 25 Aug 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 26 ઓગસ્ટ : 26 AUGUST
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર

સેવા અને કરુણાના મૂર્તિ સેઇન્ટ મધર ટેરેસાની આજે જન્મજયંતી 

નોબલ પારિતોષિક (1979) તથા ભારત રત્ન (1980)થી સન્માનિત સેવા અને કરુણાના મૂર્તિ સેઇન્ટ મધર ટેરેસા (એગ્નેસ ગોન્કસા બોજાક્સુ)નો રિપબ્લિક ઑફ મેસેડોનિયા ખાતે જન્મ (1910)
તેઓ ભારતમાં એક મિશનરી તરીકે તા. 6 જાન્યુઆરી, 1929નાં રોજ કલકત્તા પહોંચ્યાં હતાં
મધર ટેરેસાએ 1947માં ભારતનું નાગરિકત્વ સ્વીકારી લીધું અને તેઓ બહુ સારું બંગાળી બોલતાં હતાં
17 ઑગસ્ટ, 1948નાં રોજ મધર ટેરેસાએ લોરેટોનાં વસ્ત્રોનો ત્યાગ કરી ભારતીય સાડી અપનાવી, જે સાડી પણ તેમની ઓળખ બની
ગરીબોની શારીરિક અને આધ્યાત્મિક જરૂરિયાત બંનેને વધુ સારી રીતે ધ્યાન આપવા માટે મધર ટેરેસાએ 1963માં મિશનરીઝ ઑફ ચેરિટિ બ્રધર્સ, 1976માં સિસ્ટર્સની ચિંતન શાખા, ઈ.સ.1979માં કન્ટેમ્પલેટીવ બ્રધર્સ અને 1984માં મિશનરીઝ ઑફ ચેરિટી ફાધર્સની સ્થાપના કરી
મૃત્યુને આરે ઊભેલ રોગીઓ, રક્તપિત્તથી પીડાતા તથા સમાજથી બહિષ્કૃત એવા દર્દીઓ, એઈડ્સ જેવા અસાધ્ય રોગથી પીડાતા મનુષ્યો વિગેરેની સેવા તે જ તેમના જીવનનો એકમાત્ર ધર્મ બની રહ્યો
મધર ટેરેસા ‘બ્લેસેડ ટેરેસા ઓફ કલકત્તા’નાં હુલામણા નામે વિશ્વભરમાં આદરપૂર્ણ સ્થાન પામેલ

* ભારતીય પ્રાણી અધિકાર કાર્યકર્તા, પર્યાવરણવાદી અને 1996થી સાંસદ મેનકા ગાંધીનો દિલ્હી ખાતે જન્મ (1956)

* વિશ્વની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ સાયકલ મેન્યુફેક્ચરિંગ કંપની હિરો સાઇકલ્સના સ્થાપક ઉદ્યોગપતિ, કવિ અને પરોપકારી ઓમ પ્રકાશ મુંજલનો જન્મ (1928) 

* ફિલ્મોમાં અવાજ ઉમેરવાની ટેકનીકની શોધ સાથે બોલતી ફિલ્મોનાં શોધક વિજ્ઞાની લી ડી ફોરેસ્ટનો અમેરિકામાં જન્મ (1871)
વિજ્ઞાની લી ડી ફોરેસ્ટ એ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં લગભગ 180 જેટલી શોધો કરેલ અને અવાજને મોટો કરનાર એમ્પ્લીફાયરની શોધથી તે પ્રખ્યાત છે
યુવાન વયે તેમણે રેડીયો ને લગતાં ઘણા સંશોધનો કરેલાં, વાયરલેસ ટેલિગ્રાફીમાં અનેક સંશોધનો કરી તેમણે ડીઓડવાળી વેક્યુમ ટ્યુબની શોધ કરી હતી

* સામાજિક ઉદ્યોગસાહસિક અને અવતારના સ્થાપક-પ્રમુખ ડૉ. સૌંદર્યા રાજેશનો બેંગલુરું ખાતે જન્મ (1968)

* DNAનાં શોધક જોહાનીસ ફ્રેડરિક મિશેચરનું અવસાન (1895)
તેમણે લોહીમાં રહેલા શ્વેતકણોનો ઊંડો અભ્યાસ કર્યો અને તેનાં કેન્દ્રમાં એક વિશિષ્ટ રસાયણ શોધી કાઢ્યું, તેનું નામ ન્યુક્લિ રાખ્યું અને આજે આપણે તેને DNA કહીએ છીએ અને કોષમાં કેન્દ્રમાં રહેલાં DNAની તેમની શોધ પછી જિનેટિક વિજ્ઞાનનો વિકાસ થયો

* ભારતીય સ્વતંત્રતા સેનાની અને હિન્દી ફિલ્મ અભિનેતા અવતાર કિશન હંગલનું મુંબઈમાં અવસાન (2012)

* વિદ્યુત ડાયનેમોની શોધ કરનાર વૈજ્ઞાનિક માઈકલ ફેરાડેનું અવસાન (1867)

* ભારતીય ક્રિકેટર (3 ટેસ્ટ રમનાર) દિલાવર હુસૈનનું પાકિસ્તાનમાં અવસાન (1967)

* ધ પ્રિન્ટના સ્થાપક પત્રકાર અને લેખક શેખર ગુપ્તાનો જન્મ (1957)

* પંજાબી સિનેમા સાથે સંકળાયેલ નિર્માતા - અભિનેત્રી નીરુ બાજવાનો કેનેડામાં જન્મ (1980)

* અણુશક્તિનાં વિવિધ ઉપયોગો માટે અણુ ઉપર ઇલેકટ્રોનની અસરો અંગે સંશોધન કરનાર વિજ્ઞાની જેમ્સ ફ્રેન્કનો જર્મનીમાં જન્મ (1882)
તેમને ફિઝિક્સનું નોબેલ ઈનામ 1925માં અને મેક્સ પ્લાન્ક મેડલ અને રમફોર્ડ મેડલ એનાયત થયેલાં
ફ્રેન્ક વિશે રસપ્રદ વાત એ છે કે તેમણે જર્મની છોડતી વખતે પોતાનો સોનાનો નોબેલ ચંદ્રક નાઝીઓ ખૂંચવી લેશે તેવી બીકથી એસિડમાં ઓગાળીને રાખી મૂકેલો અને યુદ્ધ પૂરું થયા પછી પરત આવી તે ઓગાળેલું સોનું લઇ ગયો અને નોબેલ ફાઉન્ડેશને તે સોનામાંથી ફરીવાર ચંદ્રક બનાવી આપેલો

* હિન્દી ફિલ્મો (વોન્ટેડ, તુમકો ના ભૂલ પાયેંગે)માં સહાયક ભૂમિકા ભજવવા માટે જાણીતા અભિનેતા ઇન્દર કુમારનો જન્મ (1973)

* પ્રથમ હિન્દી ફિલ્મ ફગલી માટે જાણીતા બોલિવૂડ અભિનેતા મોહિત મારવાહનો દિલ્હી ખાતે જન્મ (1984)

* છોટી બહુમાં રાધિકાની ભૂમિકા માટે જાણીતી હિન્દી ટેલિવિઝન અભિનેત્રી રૂબિના દિલાઈકનો હિમાચલ પ્રદેશ રાજ્યમાં જન્મ (1987)