આણંદ ટુડે I આણંદ,
દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનારા શહીદો, સ્વાતંત્ર સેનાનીઓ પોલીસ અને સશસ્ત્ર દળના જવાનો અને તેમના પરિવારજનોને સન્માન આપવા માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત "મેરી માટી મેરા દેશ" ની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શિલાફલકમ, પંચ પ્રાણ પ્રતિજ્ઞા, વૃક્ષારોપણ, વીરોનું સન્માન જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાની ૩૫૧ ગ્રામ પંચાયતો, ૮ તાલુકા પંચાયત અને ૧૧ નગરપાલિકાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શહીદોને નમન કરવા જિલ્લામાં ૩૭૦ શિલાફલકમ સ્થાપવામાં આવ્યા છે તેમજ ૨૯,૩૭૮ વૃક્ષો વાવીને ૩૮૩ અમૃત વાટીકાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.
"મેરી માટી મેરા દેશ" અન્વયે યોજાયેલા કાર્યક્રમોમાં જિલ્લાના ૬૦,૪૧૬ લોકોએ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી તથા ૪૩,૦૮૩ લોકોએ માટી/માટીના દીવડા સાથે સેલ્ફી અપલોડ કરી છે. આ ઉપરાંત ૬૦,૦૯૧ લોકો રાષ્ટ્રગાન-રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં સહભાગી બન્યા હતા.
આમ, જિલ્લાના નાગરિકોએ "મેરી માટી મેરા દેશ" અભિયાનની ઉજવણીમાં ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.
*****