AnandToday
AnandToday
Sunday, 20 Aug 2023 18:30 pm
AnandToday

AnandToday

રાષ્ટ્ર્રવાદની ગુંજ, સમગ્ર વિશ્વમાં ફરીથી ગુંજી રહી છે. મેરા ભારત મહાન... થા, હૈ ઔર રહેગા...

ગદર 2: હિન્દુસ્તાન ઝિંદાબાદ થા... ઔર હિન્દુસ્તાન ઝિંદાબાદ રહેગા... 

"ગદર 2" ફિલ્મ સાથે દરેક ભારતીય દેશભક્તિની લાગણી, ઝનૂન અને ઉત્સાહ સૌ નવા જોમ સાથે અનુભવી રહ્યા છે. 

બૉલીવુડ બાઝાર
-- વિજય એમ. ઠક્કર

"ગદર 2" ની 300 કરોડની એક સપ્તાહની આવક માત્ર આંકડાકીય રેકોર્ડ નથી, એ રકમ ભારતીય પ્રેક્ષકો એ પાકિસ્તાન સામે 'હિન્દુસ્તાન ઝિંદાબાદ થા... ઔર હિન્દુસ્તાન ઝિંદાબાદ રહેગા...'ની વાત વધુ એક વખત ગૌરવથી કહ્યાનો ગૌરવશાળી રેકોર્ડ છે. દરેક ભારતીયને હિન્દુસ્તાન ઝિંદાબાદ બોલવાનું ગૌરવ અને આનંદ 184 દેશ પૈકી પાકિસ્તાન સામે સૌથી વધુ હોય છે. આજથી 22 વર્ષ અગાઉ તા. 15 જૂન 2001ના દિવસે 'ગદર - એક પ્રેમ કથા' રજૂ થઇ હતી, એ સમયે ચીન સાથે આજે જે પ્રકારની નફરત ફેલાઈ છે, એ ચીન વિરુદ્ધ ખરાબ માહોલ ન હતો, દરેક ભારતીય પાકિસ્તાનને જ ભારત દેશનો સૌથી મોટો દુશ્મન ગણે છે, એ માહોલ સાથે 2001માં 'ગદર - એક પ્રેમ કથા' રજૂ થઇ અને ભારતીય પ્રેક્ષકોને એ વાર્તા, અને તેની અનિલ શર્માએ કરેલ ફિલ્મી રજુઆત એટલી પસંદ આવી કે, 2023માં આજે પણ ભારતીય પ્રેક્ષકો 1947 અને 1971 જેવી બૂમો પાકિસ્તાન સામે પાડી રહ્યા છે, 'હિન્દુસ્તાન ઝિંદાબાદ થા... હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ... ઔર હિન્દુસ્તાન ઝિંદાબાદ રહેગા...'

એટલે આજે પણ પાકિસ્તાન સામે આ નારો ગૌરવથી બોલવા સૌ ભારતીયો હંમેશા તૈયાર જ હોય છે, અને એ રીતે દરેક ભારતીય પરિવાર આજે પણ બલિદાન માટે તૈયાર રહે છે. પણ અત્યારે રાજકીય મોરચે ચીન સામે વધુ ખરાબ બોલવા ભારતીયોને તૈયાર કરવામાં આવી રહ્યા છે, એ વાતમાં ચાઈનીઝ એપ અને ચાઈનીઝ આઈટમો માટે વિરોધ કરવાનું મીડિયા મારફતે ભણાવાઈ રહ્યું છે, પણ આ રાજકીય પ્રયત્નો વચ્ચે જયારે, "ગદર 2" આવી અને પાકિસ્તાન સામે 'હિન્દુસ્તાન ઝિંદાબાદ થા... હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ... ઔર હિન્દુસ્તાન ઝિંદાબાદ રહેગા...' બોલવાનો અવસર આવ્યો એટલે, કોઈ સરકારી આયોજનો કે ફ્રી ટિકિટ માટે અપેક્ષા રાખ્યા વગર, "ગદર 2" સાથે પાકિસ્તાન સામે 'હિન્દુસ્તાન ઝિંદાબાદ થા... હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ... ઔર હિન્દુસ્તાન ઝિંદાબાદ રહેગા...' ના નારા ન્યુ ઇન્ડિયા દ્વારા પણ એટલા જોરથી લગાવવામાં આવી રહ્યા છે અને એ રીતે મૂળ રાષ્ટ્ર્રવાદની ગુંજ, સમગ્ર વિશ્વમાં ફરીથી ગુંજી રહી છે. મેરા ભારત મહાન... થા, હૈ ઔર રહેગા...

"ગદર 2" ફિલ્મ સાથે દરેક ભારતીય દેશભક્તિની લાગણી, ઝનૂન અને ઉત્સાહ સૌ નવા જોમ સાથે અનુભવી રહ્યા છે. સની પાજીનું આખી સ્ક્રીન રોકી લેતું અસ્સલ પંજાબી પહાડી શરીર, એક બે મીઠા મજ્જાના હાલરડાં જેવા ગીત અને પાકિસ્તાનને ધ્રુજાવી દેતો હિન્દુસ્તાન ઝીંદાબાદનો નારો. સની દેઓલનો દીકરો અને પિતા બન્નેની નવી ફિલ્મો અત્યારે ચર્ચામાં છે ત્યારે, 65 વરસની મર્દ પર્સનાલિટી એટલે સની દેઓલ. એમાંય એ જે ઊંચા અવાજે પાપિસ્તાનીઓને કહે કે- 'હમારા હિન્દુસ્તાન મુસલમાનો કા ભી ઔર શીખો કા ભી ઓર ઈસાઈઓ કા ભી...' વેવલા થઈને ફિટનેસ અને લાઈફ સ્ટાઈલની વાતો કરતા આજના ન્યુ ઇન્ડિયાના યુવાનો, ગદર 2 ની "તોપ" સામે લવિંગયા જેવા લાગે અને બોમ્બનો અવાજ જેની "રાડ" પછી સુરસુરીયું થઈ જાય એવા સંવાદ સાથે "ગદર 2 ફિલ્મ હજી તો અનેક નવા કીર્તિમાન બનાવશે એ નક્કી. આઝાદીના 75 અમૃત વર્ષ બાદ પણ પાકિસ્તાન સામે જુસ્સો આવે એવી આ નવી ફિલ્મ "ગદર   બિઝનેસની રીતે પણ 100 વર્ષમાં ન બન્યા હોય તેવા અનેક ન્યુ વર્લ્ડ રેકોર્ડ બનાવી રહી છે.  ‘ગદર - એક પ્રેમ કથા’ ફિલ્મમાં સન્ની પાજીની એક એક એન્ટ્રી ઉપર લોકો ચીસો પડતા હતા. 

હવે "ગદર 2"ની સૌથી મોટી સફળતા માત્ર એ નથી કે સળંગ 7 દિવસ ₹30+ કરોડની કમાણી કરનારી પહેલી ફિલ્મ બની છે. સફળતાએ પણ નથી કે સિંગલ થિયેટરોમાં રોનક લાવી દીધી છે. "ગદર 2" ની સૌથી મોટી સફળતાએ છે કે કોઈ પણ પ્રકારની આગાહી વગર ફિલ્મ આટલુ સારુ પ્રર્ફોમન્સ કરી રહી છે. લોકો ટ્રેક્ટર લઈને જોવા જઈ રહ્યા છે. લોકો થીયેટરમાં નાચી રહ્યા છે ચિચિયારી પડી રહ્યા છે જાણે 90 નો દાયકો પાછો આવી ગયો. સૌથી મહત્વની વાત એ છે કે આ ફિલ્મ મલ્ટીપ્લેક્ષ કરતા સિંગલ થીયેટરમાં વધુ જોવાઈ રહી છે. બોલીવુડે આ ફિલ્મથી ફરીથી સ્વીકારવું પડશે કે, કરોડો રૂપિયાની પબ્લિસિટીની જરૂર હોતી નથી,  VFX હોય તો જ ફિલ્મ સારી બને એવું પણ ફરજીયાત નથી. માત્ર હોલીવુડથી પ્રેરિત થવાના બદલે ભારતના લોકોને હૃદયની ભાવના સમજીને ફિલ્મ બનાવવી. ગામડામાં અથવા નાના નગરોમાં રહેતા લોકોને ધ્યાનમાં રાખી ધર્મ સંસ્કૃતિ અને વિશેષ સમુદાયના તૃષ્ટિકરણમાંથી બહાર આવી વાસ્તવિક વિષયો પર ફિલ્મો બનાવવી, બજેટ અને સ્ટારના સાથે સ્ટોરી ઉપર પણ કામ કરવું પડશે. અંતમાં જણાવવાનું કે, છેલ્લા 100 વર્ષનો બૉલીવુડનો સૌથી વધુ યાદગાર અને મહત્વનો રેકોર્ડ એ બન્યો કે, પ્રથમ વખત વિકએન્ડ કલેક્સન 400 કરોડનું થયું છે. તા. 11થી 13 ઓગસ્ટના વિકેન્ડમાં "ગદર 2" ના 159 કરોડ, 'જેલર' 147 કરોડ, 'ઓએમજી 2' ના 51 કરોડ, 'ભોલા શંકર' 31 કરોડ, રોકી ઔર રાની કી પ્રેમ કહાની સાથે વાત 400 કરોડને પાર કરી ગઈ છે. જે વાત દર્શાવે છે કે, યે પબ્લિક હૈ, સબ જાનતી હૈ... 
જય ગદર... જય હિન્દ... જય ભારત!

***