AnandToday
AnandToday
Sunday, 20 Aug 2023 18:30 pm
AnandToday

AnandToday

શિવાલયો બમ બમ ભોલે'અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા 

શ્રાવણના પહેલાં સોમવારે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

વહેલી સવારથી જ શિવભક્તો શિવાલયોમાં પહોંચી પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.

આણંદ ,ખેડા,સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના શિવાલયો ભૂદેવોના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ગૂંજી ઉઠ્યા

શિવાલયોમાં  વહેલી સવારથી જ શિવભક્તોની  કતારો લાગી

આણંદ ટુડે  I આણંદ,
શ્રાવણ માસનો પ્રથમ સોમવારે આણંદ શહેર સહિત જિલ્લા અને રાજ્ય ભરના શિવાલયો બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા.શિવ મંદિરોમાં વહેલી પરોઢથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભગવાન શિવજીના ભક્તો હર હર મહાદેવના જયકારા સાથે શિવાલયોમાં દર્શન કરી ધન્યતા અનૂભવી હતી.

હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ અનોખું મહત્વ ધરાવે છે. પ્રથમ શિવાલયોમાં સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.આણંદના જીટોડીયા ખાતે આવેલ અતિ પ્રાચીન વૈજનાથ મહાદેવ ભક્તો માટે એક આસ્થાનું કેન્દ્ર છે. એમાં શ્રાવણના પહેલા સોમવારે  વહેલી સવારથી જ મંદિરના દ્વાર ખુલતા હર હર ભોલેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.આ ઉપરાંત આણંદ ખાતે આવેલ લોટેશ્વર મહાદેવ,જાગનાથ મહાદેવ,કાબરેશ્વર મહાદેવ, રતનપુરા ખાતે આવેલ રત્નેશ્વર મહાદેવ ઉપરાંત જિલ્લાના તાલુકા મથક બોરસદ,તારાપુર, ખંભાત, પેટલાદ ,આંકલાવ સોજીત્રા અને ઉમરેઠ ખાતે આવેલ શિવ મંદિરોમાં સવારે મંગળા આરતીના દર્શન કરી ભક્તો શિવમય થયા હતા.શ્રાવણનો પ્રથમ સોમવાર  હોવાથી શિવભક્તોમાં આજે અનેરો ઉત્સાહ જોવા મળી હતો.ભગવાન ભોળાનાથને રીજવવા માટે શિવાલયોમાં શિવભક્તોની વહેલી સવારથી જ કતારો લાગી હતી.
અરબી સમુદ્રના કાંઠે પ્રભાસ પાટણ ક્ષેત્રમાં આવેલા દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ શિવાલયમાં શ્રાવણિયા પ્રથમ સોમવાર નિમિત્તે દર્શનાર્થી શિવભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા.આ ઉપરાંત આણંદ ,ખેડા,સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના શિવાલયો ભૂદેવોના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ગૂંજી ઉઠ્યા હતા. વહેલી સવારથી જ શિવભક્તો શિવાલયોમાં પહોંચી પૂજા-પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે સોમનાથ મંદિરમાં મહાદેવને નિત્યક્રમ ઉપરાંત વિશેષ પૂજન અને શ્રુંગાર કરવામાં આવે છે. સોમનાથ મહાદેવને આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર નિમિત્તે ૠષિનાગનો વિશેષ શૃંગાર કરવામાં કરવામાં આવ્યો હતો. સોમનાથ ટ્રસ્ટે આગવી વ્યવસ્થા કરી રવિવાર અને સોમવારે વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખોલી નાંખવામાં આવ્યું હતું. મોડી રાતથી જ દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડા પૂરું ઊમટ્યું હતું. મહિલાઓ અને પુરુષોની લાગી લાંબી કતારો લાગી હતી. જેમાં અંદાજે 1 કિલોમીટર સુધી લાગી લાંબી કતારો લાગી હતી. સવારે 6 વાગ્યે મહાપૂજા, 7 વાગ્યે આરતી, બપોરે મધ્યાહ્ન પૂજા અભિષેક અને પાલખી યાત્રા યોજાશે. સાંજે 5 કલાકે શૃંગાર દર્શન દીપમાળા અને 7 વાગ્યે સાયં આરતી થશે જયારે મંદિર રાતે 10 વાગ્યે બંધ થશે.

24 વર્ષ પછી શ્રાવણ સોમવારે નાગ પંચમીનો સંયોગ બન્યો

21 ઓગસ્ટ, 2023ના રોજ, શ્રાવણનાં પ્રથમ સોમવારે નાગપંચમી હોવાથી આ વર્ષે ભક્તો એક જ દિવસે ભગવાન શિવ અને નાગ દેવની ઉપવાસ અને પૂજા કરીને બેવડા આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે આ દિવસે અનેક શુભ યોગ પણ બન્યા હતા. 21 ઓગસ્ટે શુભ નામનો યોગ અને ચિત્રા નક્ષત્ર પણ હોવાથી આ વર્ષે નાગપંચમીનો તહેવાર અધિકમાસ પછી અને શ્રાવણ સોમવારે હોવાથી એવું માનવામાં આવે છે કે આવો સંયોગ 24 વર્ષ પછી બન્યો છે.