AnandToday
AnandToday
Sunday, 13 Aug 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 14 ઓગસ્ટ : 14 AUGUST 
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર

હિન્દી ફિલ્મ અભિનેતા શમ્મી કપૂરની આજે પુણ્યતિથિ

ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત હિન્દી ફિલ્મ અભિનેતા શમ્મી કપૂરનું મુંબઈ ખાતે અવસાન (2011)
તેમની યાદગાર ફિલ્મોમાં ભ્રહ્મચારી, વિધાતા, તુમસા નહીં દેખા, જંગલી, દિલ દેકે દેખો, પ્રોફેસર, કશ્મીર કી કલી, તીસરી મંઝિલ, અંદાઝ, એન ઇવનિંગ ઇન પેરિસ વગેરે છે 

* ભારતીય ક્રિકેટર (11 ટેસ્ટ અને 37 વનડે રમનાર) પ્રવીણ આમરેનો મુંબઈમાં જન્મ (1968)

* હિન્દી સિનેમા બોલિવૂડમાં પ્લેબેક સિંગર સુનિધિ ચૌહાણનો નવી દિલ્હી ખાતે જન્મ (1983)

* મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે બે ટર્મ (1999-2003 અને 2004-08) સેવા આપનાર વિલાસરાવ દેશમુખનું ચેન્નાઇ ખાતે અવસાન (2012)
તેમનો પુત્ર રિતેશ દેશમુખ બૉલીવૂડ અભિનેતા છે 

* આધ્યાત્મિક આગેવાન, વિશ્વ શાંતિ કાર્યકર્તા, વૈજ્ઞાનિક, ફિલોસોફર, આયુર્વેદિક અને હોમિયોપેથિક પ્રેક્ટિશનર વેથાથિરી મહર્ષિનો તામિલનાડુ રાજ્યમાં જન્મ (1911)

* પુજ્જી રોયલ એરફોર્સના પ્રતિષ્ઠિત ફાઇટર પાઇલટ અને રોયલ એરફોર્સમાં સ્વયંસેવક તરીકે સેવા આપનારા પ્રથમ ભારતીય શીખ પાઇલોટમાંના એક મોહિન્દર સિંઘનો સિમલા ખાતે જન્મ (1918)

* પદ્મ ભૂષણથી સન્માનિત પત્રકાર, સિન્ડિકેટ કટારલેખક, માનવાધિકાર કાર્યકર્તા, લેખક અને ભારતના ભૂતપૂર્વ હાઈ કમિશનર કુલદીપ નાયરનો પાકિસ્તાનમાં જન્મ (1923)

* ડાઈનોસોરનાં અશ્મિનો સૌ પ્રથમ પૂરો ચિતાર આપનાર વિજ્ઞાની વિલિયમ બકલેન્ડનું અવસાન (1956)

* હિન્દી સિનેમાનાં સૌથી જાણીતા હાસ્ય કલાકારો પૈકીના જોની લીવર (જોન પ્રકાશ રાવ જનમાલા)નો આંધ્રપ્રદેશ રાજ્યમાં જન્મ (1957)
સુનીલ દત્તની 'દર્દ કા રિશ્તા' (1982) પ્રથમ ફિલ્મ બાદ જોનીને પ્રથમ સફળતા 'બાજીગર' સાથે મળી અને 350 કરતાં પણ વધુ ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે
દિવાના મસ્તાના અને દૂલ્હેરાજા માટે ફિલ્મફેર એવોર્ડ વિજેતા જોની ને 13 ફિલ્મફેર એવોર્ડ્સનાં નામાંકન મળ્યા છે 

* સાહિત્યનું નોબલ પુરસ્કાર મેળવનાર બ્રિટનનાં નવલકથાકાર અને નાટ્યલેખક જોન ગોલ્સવર્થીનો ઈંગ્લેન્ડમાં જન્મ (1964)

* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા મોહનિશ બહલનો મુંબઈમાં જન્મ (1961)
તેમના માતા નૂતન ખુબ લોકપ્રિય અભિનેત્રી રહ્યા છે 

* ભારતીય ઇતિહાસકાર, પત્રકાર, વિવેચક અને માર્ક્સવાદી બૌદ્ધિક વિજય પ્રસાદનો કોલકાતા ખાતે જન્મ (1967)

* મોડલ, બોલિવૂડ ફિલ્મ નિર્માતા, ગાયિકા અને અભિનેત્રી પૂનમ ઝાવેરનો મુંબઈમાં જન્મ (1976)

* હિન્દી ટેલિવિઝન (સરસ્વતીચંદ્ર) અભિનેતા ગૌતમ રોડેનો નવી દિલ્હી ખાતે જન્મ (1977)

* હિન્દી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા મોહિત રૈનાનો જમ્મુ ખાતે જન્મ (1982)

* ભારતની સૌથી પ્રાચીન ઉચ્ચ અદાલતોમાંની એક બોમ્બે હાઈકોર્ટની સ્થાપના (1862)

* પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ *