આણંદ
CVM યુનિવર્સિટી દ્વારા તારીખ 11 ઑગસ્ટ ના રોજ Freedom Health Club (FHC) જે આરોગ્ય સાથે વિદ્યાર્થી લક્ષી Non-Profit organization છે. જેમના સહયોગ થી Louisville, Kentucky અમેરિકા સ્થિત જગવિખ્યાત Sullivan University સાથે સમગ્ર ભારત માં પ્રથમ MOU કરાર કરવામાં આવ્યો છે. આ દ્રિપક્ષીય પ્રોગ્રામ અંતર્ગત CVM યુનિવર્સિટી માં ભણતા વિદ્યાર્થીઓ ને અમેરિકા માં ભણવાની સાથે J-1 VISA, Internship ટ્રેનિંગ માં જઈ શકે અને Pharmarcy ના વિદ્યાર્થીઓને લાઇસન્સ પરીક્ષાઓની તૈયારી અહિયાંથી જ શરુ કરી ને અમેરિકા જઈ માત્ર લાઇસન્સ પરીક્ષા આપવાની રહે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ થશે.
સાથે CVM યુનિવર્સિટી માં આવતી દરેક ઘટક કોલેજો દ્વારા જે વિવિધ કોર્સીસ ઓફર કરવામાં આવે છે તે બધાજ કોર્સ ના વિદ્યાર્થીઓને અમેરિકા અને કેનેડા ની સારી યુનિવર્સિટી માં સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ, રિસર્ચ અને કન્સલ્ટન્સી પ્રોજેક્ટસ માં પુંરતું માર્ગદર્શન મળી રહે તેના ભાગ રૂપે આ MOU કરવા માં આવેલ છે. આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને વિઝા પ્રોસેસ માર્ગદર્શન થી લઈને અમેરિકા માં રહેવા અને અન્ય જરૂરી વ્યવસ્થા કરવા અંગે પૂરતા પ્રયાસ કરવામાં આવશે. આ સમગ્ર દેશ માં એક landmark collaboration પુરવાર થશે.
2023 થી CVM યુનિવર્સિટી માં નર્સિંગ નો કોર્સ દ્વારા શરુ કરવામાં આવી રહ્યો છે, જેમાં જે કોઈ વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે તે Freedom Health Club (FHC) ની ટયુશન ફી ને scholarship ના રૂપ માં ઓફર કરાશે અને તેજ વિદ્યાર્થીઓને ડિગ્રી પુરી કર્યા બાદ અમેરિકા માં ટ્રેનિંગ અને જોબ મળે તેવી સગવડતા અપાશે.
તદુપરાંત આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળતું રહે તેની માટે CVM યુનિવર્સિટી ના CAREER DEVELOPMENT CENTER (CDC) માં Freedom Health Club (FHC) ની એક ઓફિસ શરુ કરવામાં આવશે. જેમાં તેઓના Expert કાઉન્સિલર્સ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને પૂરતું માર્ગદર્શન મળી રહે તેવી સુચારુ વ્યવસ્થા કરવા માં આવશે.
MOU કરાર પ્રકિયા બંને સંસ્થાઓના અગ્રણી હૅદ્દેદારો ની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ડો. હરેન્દ્રભાઈ જોશી, CEO, Freedom Health Club (FHC), શ્રી C M પટેલ, શુભ પ્રતિનિધિ, Freedom Health Club (FHC) તથા શ્રી મેહુલભાઈ પટેલ, માનદ સહ મંત્રી, CVM યુનિવર્સિટી, અને ડો. હિમાંશુ સોની, Provost CVM યુનિવર્સિટી, ઉપસ્થિત રહ્યા હતા. ચારુતર વિદ્યામંડળ ના અધ્યક્ષ એન્જીનીઅર શ્રી ભીખુભાઇ પટેલ સાહેબ તથા અન્ય હોદ્દેદારો દ્વારા હર્ષ ની લાગણી વ્યક્ત કરવા માં આવી હતી અને શુભેછા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.