AnandToday
AnandToday
Tuesday, 08 Aug 2023 00:00 am
AnandToday

AnandToday

"મેરી માટી મેરા દેશ" અભિયાન અંતર્ગત
આણંદ જિલ્લામાં ૨૦ જેટલા શહીદોના નામવાળી તકતીઓ સ્થાપવામાં આવી

આણંદ, મંગળવાર
 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત "મેરી માટી મેરા દેશ" ની સમગ્ર દેશમાં ઉજવણી થનાર છે. આ ઉજવણીનું હાર્દ છે દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનારા શહીદો સ્વાતંત્ર સેનાનીઓ પોલીસ અને સશસ્ત્ર દળના જવાનો અને તેમના પરિવારજનો. દેશ માટે શહીદી વ્હોરનાર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ગામે ગામ જવાનોના નામવાળી તકતીઓ (શિલાફલકમ) સ્થાપવામાં આવી છે. જે અન્વયે આણંદ જિલ્લાના ૨૦ જેટલા શહીદ/સ્વાતંત્ર સેનાની/પોલીસ/સશ્સ્ત્ર દળના જવાનોના નામ તકતી પર લખી તેમના ગામમાં શિલાફલકમ સ્થાપવામાં આવ્યા છે.

જે અંતર્ગત આણંદ તાલુકાના અડાસ ગામના સ્વાતંત્ર સેનાનીઓ રતિલાલ ગોરધનભાઈ પટેલ, રમણલાલ પરસોત્તમદાસ પટેલ, મોહનલાલ મગનલાલ પટેલ, તુલસીદાસ સાંકળચંદ મોદી અને મણીલાલ પરસોત્તમદાસ, સુંદણ ગામના પોલીસ જવાન કિરણભાઈ જયમાલસિંહ રાજ, ઉમરેઠ તાલુકાના રતનપુરા ગામના સ્વાતંત્ર સેનાની વિઠ્ઠલભાઈ પટેલ, બોરસદ તાલુકાના ભાદરણ ગામના સ્વાતંત્ર સેનાની રતિલાલ ગોરધનભાઈ પટેલ, ભાદરણીયા ગામના સ્વાતંત્ર સેનાની જેઠાભાઈ મૂળજીભાઈ પટેલ, વાસણા-બો ગામના સ્વાતંત્ર સેનાની મહીજીભાઈ વાઘજીભાઈ પટેલ, સોજીત્રા તાલુકાના કાસોર ગામના આર્મી જવાન મહેશભાઈ છોટાભાઈ પરમાર, ખંભાત તાલુકાના વટાદરા ગામના સ્વાતંત્ર સેનાની પૂનમભાઈ બનાભાઈ ઠાકોર, શાંતિલાલ સાંકળચંદ શાહ તથા આર્મીમેન જીગ્નેશભાઈ રમેશભાઈ ચૌહાણ, રાલેજ ગામના સ્વાતંત્ર સેનાની લાલશંકર ઈશ્વરભાઈ ત્રિવેદી, ભીમ તલાવ ગામના એસઆરપીએફ જવાન ધુળાભાઈ ડાહ્યાભાઈ રાઠોડ, વડગામના આર્મીમેન દુષ્યંતકુમાર વસંતલાલ પાઠક, નગરા ગામના આર્મીમેન નિકેતનકુમાર હિંમતલાલ પટેલ, તારાપુર ગામના તાલુકાના પચેગામના પોલીસ જવાન હિતેન્દ્રસિંહ ચંદ્રસિંહ વાઘેલા અને ઇન્દ્રણજ ગામના આર્મીમેન અરવિંદભાઈ નાથુભાઈ ચાવડાના નામ વાળી તકતી સ્થાપિત કરવામાં આવી છે.

આણંદ જિલ્લામાં યોજાનાર આ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત "મેરી માટી મેરા દેશ" કાર્યક્રમ અંતર્ગત દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનારા શહીદો/સ્વાતંત્ર સેનાનીઓ/પોલીસ અને સશસ્ત્ર દળના જવાનો અને તેમના પરિવારજનોનું સન્માન પણ કરવામાં આવશે.
*****