AnandToday
AnandToday
Monday, 07 Aug 2023 18:30 pm
AnandToday

AnandToday

આણંદ ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી 

આણંદ, મંગળવાર
રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના કલ્યાણ અર્થે અનેકવિધ પ્રયાસો હાથ ધરાયા છે. સમગ્ર રાજ્યમાં "નારી વંદન ઉત્સવ" સપ્તાહની ઉજવણી  કરવામાં આવી રહી છે. તે અંતર્ગત સેંટ સ્ટિફન ઇસ્ટિટ્યુટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી ક્રિશ્ચિયન કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
             આ પ્રસગે  આઈ.ટી.આઈ સદાનાપુરાના નોડલ આચાર્યશ્રી એમ.પી.પટેલે આઈ.ટી.આઈ. ક્ષેત્રે ચાલતા મહિલાલક્ષી વિવિધ ટ્રેડ અને કોર્ષ વિશેની માહિતી આપી હતી. ઉપ-આયાર્યશ્રી ફોરમેન ઈન્સ્ટ્રકટર સેજલબેને આઈ.ટી.આઈના વિવિધ કોર્ષ અને ટ્રેડમાં ફોર્મ ભરવાથી લઈને પ્રવેશ મેળવવા સુધીની પ્રક્રિયા વિશે જાણકારી આપી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્ ફરજાનાબાનુ દ્વારા મહિલાઓને કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ અને પી.ઓ એસ એચ એકટ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. તે ઉપરાંત સ્વરોજગાર, મહિલા કલ્યાણ, સાયબર ક્રાઇમ તથા સોશિયલ મીડિયા જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે મહિલા કલ્યાણ દિવસની થીમ પર એક નાટક રજૂ કરવામાં આવ્યું હતું.
    આ કાર્યક્રમમાં જાગૃત મહિલા સંગઠન પ્રમુખ આશાબેન દલાલ, ઉમ્મીદ વિકલાંગ ટ્રસ્ટના ચેરપર્સન યાશુબેન વાઘેલા, રોજગાર કચેરીના ચેતનભાઈ મહેતા, મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
*******