AnandToday
AnandToday
Monday, 07 Aug 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 8 ઓગસ્ટ : 8 AUGUST 
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર

મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરનો આજે જન્મદિવસ 

મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરનો સ્વિત્ઝર્લેન્ડમાં જન્મ (1981)
ટેનિસની દુનિયાના તે પહેલા નંબર-1 ખેલાડી છે અને સતત 237 અઠવાડિયાં સુધી પહેલું સ્થાન જાળવી રાખીને ફેડરરે વિક્રમ સ્થાપ્યો 
ટેનિસની રમતમાં ફાઈનલ મુકાબલામાં 100 વખત પ્રવેશ કરવાની સિદ્ધિ મેળવી ફેડરરે એટીપી વર્લ્ડ ટુર્નામેન્ટની રમત જીતીને 70 વખત ટાઇટલ પોતાનાં નામે કર્યું છે
દરેક ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાં ફાઈનલ રાઉન્ડમાં પાંચવાર પ્રવેશ મેળવનારો તે પહેલો ખેલાડી છે અને પુરુષ સિંગલ્સમાં 20 ગ્રેન્ડસ્લેમ ખિતાબ જીતનાર તેઓ પહેલા પ્લેયર છે 

* પદ્મશ્રી અને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત ભારતીય વેઈટલિફ્ટર સાઈખોમ મીરાબાઈ ચાનુનો મણિપુરના ઇમફાલ ખાતે જન્મ (1994)

* પદ્મ ભૂષણથી સન્માનિત લેખક, હિન્દીમાં નાટ્યકાર અને અભિનેતા ભીષ્મ સાહનીનો જન્મ (1915)
જે તેમની નવલકથા અને ટેલિવિઝન સ્ક્રીનપ્લે "તમસ" માટે સૌથી વધુ પ્રખ્યાત છે 

* ફિઝિક્સનું નોબેલ ઈનામ મેળવનાર અને કેન્સરની ગાંઠ દૂર કરવા માટે ઉપયોગી સાધન સાયક્લોટ્રોનની જાદુઈ શોધ કરનાર વિજ્ઞાની અર્નેસ્ટ લોરેન્સનો અમેરિકામાં જન્મ (1901)

* અર્જુન એવોર્ડથી સન્માનિત ટીમ ઇન્ડિયા તરફથી રમનાર ક્રિકેટર (179 ટેસ્ટ રમનાર) દિલીપ નારાયણ સરદેસાઈનો ગોવાનાં મડગાંવમાં જન્મ (1940)

* ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા અગ્રણી વકીલ અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલનો જલંધર ખાતે જન્મ (1948)

* ‘પદ્મશ્રી’ની પદવીથી વિભૂષિત સંગીત ગાયિકા અને શિક્ષિકા સિદ્ધેશ્વરી દેવીનો કાશીમાં જન્મ (1908)

* મરાઠી ફિલ્મ અભિનેતા, ગાયક, ગીતકાર અને નિર્માતા (ક્રિષ્ના) દાદા કોંડકેનો મુંબઈમાં જન્મ (1932)

* બંગાળી સિનેમામાં અભિનેત્રી, નૃત્યાંગના, કોરિયોગ્રાફર, રાજકારણી અને પ્રાણી અધિકાર કાર્યકર્તા દેબશ્રી રોયનો કોલકાતા ખાતે જન્મ (1961)
તેણીને બંગાળી કોમર્શિયલ સિનેમાની શાસક રાણી તરીકે ટાંકવામાં આવી છે

* ડેમ્પો SC અને ભારત માટે ડિફેન્ડર તરીકે રમનાર ભારતીય ફૂટબોલર અને કોચ સમીર સુભાષ નાઈકનો મુંબઈમાં જન્મ (1979)

* પત્રકાર, સ્વતંત્રતા ચળવળમાં સ્વતંત્રતા સેનાની, ખુદાઈ ખિદમતગાર અમીર ચંદ બોમ્બવાલનો પંજાબ રાજ્યમાં જન્મ (1893)

* ભારતીય સનદી અધિકારી અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ અરવિંદ સક્સેનાનો દિલ્હી ખાતે જન્મ (1955)

* મરાઠી ટેલિવિઝન સિરિયલો અને ફિલ્મોમાં અભિનેત્રી પ્રજાક્તા માલીનો પુના ખાતે જન્મ (1989)

* ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્યની માંગ સાથે મહાગુજરાત આંદોલનનો આરંભ (1956)
અમદાવાદમાં લાલ દરવાજા પાસે થયેલ ગોળીબારમાં 5થી વધુ વિદ્યાર્થીઓના મોત થયા 

* ભારતીય સ્વતંત્રતા સંગ્રામનાં ઈતિહાસમાં મહત્વનું ‘ભારત છોડો આંદોલન’ નું આહવાન મહાત્મા ગાંધીએ કર્યુ (1942)
નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને ‘દિલ્હી ચલો’ નો નારો આપ્યો