AnandToday
AnandToday
Thursday, 03 Aug 2023 18:30 pm
AnandToday

AnandToday

નારી વંદન ઉત્સવ - ૨૦૨૩

તારાપુર ખાતેબેટી બચાવો બેટી પઢાવોદિવસની ઉજવણી કરાઈ

“વ્હાલી દિકરી” યોજનાના લાભાર્થીઓને મંજુરી હુકમપત્રો વિતરણ કરાયા

આણંદ, 

 કમિશ્નરશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ આણંદની જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા સંકલિત બાળ વિકાસ કચેરીના સંયુક્ત પ્રયાસે “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી અંતર્ગત “બેટી બચાવો બેટી પઢાવો” દિવસ સંદર્ભે તારાપુર તાલુકાની તારાપુર સાર્વજનિક હાઈસ્કુલ ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. 

            “બેટી બચાઓ બેટી પઢાઓ” દિવસ અંતર્ગત યોજાયેલ કિશોરી મેળામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તરફથી ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન(DHEW)ના કર્મચારીઓ દ્વારા કિશોરીઓ તથા મહિલાઓને સશક્તિકરણ અને મહિલાલક્ષી કાયદાઓની સમજ આપીને તમામને પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન, "સખી" વન સ્ટોપ સેન્ટર, શક્તિ સદન, વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્ર જેવી સરકાર દ્વારા અમલી બનાવાયેલી મહિલાઓની પડખે રહેતી વિવિધ સેવાઓની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી થકી ઉપલ્બધ સરકારની વિવિધ યોજનાઓ જેમાં વ્હાલી દીકરી, બેટી બચાઓ બેટી પઢાઓ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના વગેરેની વિગતવાર જાણકારી આપી હતી. મહિલાઓ માટે હિંસામુક્ત અને પૂર્ણ સુરક્ષિત સમાજનું નિર્માણ થાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં “વ્હાલી દિકરી” યોજનાના લાભાર્થીઓને મંજુરી હુકમપત્રોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. 

          આ કાર્યક્રમમાં તારાપુરના સી.ડી.પી.ઓશ્રી તથા પુર્ણા કન્સલ્ટન્ટ, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન, ”સખી" વન સ્ટોપ સેન્ટર, શક્તિ સદન, વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્ર, આઈ.સી.ડી.એસ.ની કચેરી તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની અને ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન(DHEW)ના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામા મહિલાઓ ઉપસ્થિત રહી હતી. 

*************