AnandToday
AnandToday
Tuesday, 01 Aug 2023 18:30 pm
AnandToday

AnandToday

આજ કલ ઓર આજ 

તા. 2 ઓગસ્ટ : 2 AUGUST 
તારીખ તવારીખ
સંકલન : વિજય એમ. ઠક્કર

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે જન્મદિવસ

બે વખત ગુજરાતનાં મુખ્યમંત્રી રહેલ ભાજપના આગેવાન વિજયભાઈ રૂપાણીનો બર્મા (મ્યાનમાર)ના રંગૂન શહેરમાં જન્મ (1956)
તે 1987માં રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય તરીકે ચુંટાયા અને પછી એમણે 1996 થી 1997 સુધી રાજકોટ મહાનગરનાં મેયર તરીકે કાર્ય કર્યું
વર્ષ 2006 થી 2012 સુધી તેમની પસંદગી રાજ્યસભાના સાંસદ તરીકે થઇ હતી
વિજય રૂપાણી ચારવાર ભાજપનાં અધ્યક્ષ રહ્યા અને 2014માં તેઓ રાજકોટ-69 વિધાનસભા મતક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં
વિજયભાઈ રૂપાણીએ પ્રથમ 07 ઑગસ્ટ, 2016નાં રોજ અને ફરી તા. 26 ડિસેમ્બર, 2017નાં રોજ ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં હતાં

* સ્વાતંત્ર્ય સેનાની, ભાષાવિજ્ઞાની, ભૂસ્તરશાસ્ત્રી, લેખક અને ભારતીય રાષ્ટ્રધ્વજ પર આધારિત ધ્વજનાં ડિઝાઇનર પિંગલી વેંકૈયાનો જન્મ (1876)
વેંકૈયા 19 વર્ષની ઉંમરે બ્રિટિશ આર્મી સાથે જોડાયા અને આફ્રિકામાં એંગ્લે-બોએર જંગમાં ભાગ લીધો હતો
 
* ટેલીફોનની શોધ દ્વારા સમગ્ર વિશ્વને એક તાંતણે સાંકળનારા વિજ્ઞાની, એન્જિનિયર અને સંશોધક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલનું અવસાન (1922)
નેશનલ જિયોગ્રાફિક સોસાયટીનાં સ્થાપક સભ્યોમાંના એક બેલે 1875માં ટેલીફોનની શોધ કરી અને 1881માં મેટલ ડિટેક્ટરની શોધ કરી હતી

* ભારતીય આધ્યાત્મિક આગેવાન તથા શાકાહાર અને પશુ અધિકારોને પ્રોત્સાહન આપનાર દાદા વાસવાણીનો પાકિસ્તાનમાં જન્મ (1918)

* પદ્મ ભૂષણથી સન્માનિત ભારતીય ઉદ્યોગપતિ ગંગા પ્રસાદ બિરલાનો વારાણસી ખાતે જન્મ (1922)

* પદ્મશ્રીથી સન્માનિત લેખક અને હિન્દી ભાષામાં વ્યંગકાર જ્ઞાન ચતુર્વેદીનો ઉત્તરપ્રદેશ રાજ્યમાં જન્મ (1952)

* જૂનાગઢના છેલ્લા શાસક નવાબ સર મુહમ્મદ મહાબત ખાનજી 3જા રસુલ ખાનજીનો જૂનાગઢ ખાતે જન્મ (1900)

* પાકિસ્તાન આર્મીના ચીફ ઓફ સ્ટાફ રહેલ જનરલ મિર્ઝા અસલમ બેગનો ભારતમાં આઝમગઢ ખાતે જન્મ (1931)

* બૉલીવુડ ફિલ્મ નિર્માતા અને નિર્માતાઓના ગીલ્ડ - સંઘના પ્રમુખ સિદ્ધાર્થ રોય કપૂરનો મુંબઈમાં જન્મ (1974)
તેમના લગ્ન અભિનેત્રી વિદ્યા બાલન સાથે 2012માં થયા છે

* બૉલીવુડ ફિલ્મ નિર્માતા સુનિલ બોહરાનો જોધપુરમાં જન્મ (1972)

* હિન્દી ફિલ્મ અભિનેત્રી યુવીકા ચૌધરીનો ઉત્તરપ્રદેશ રાજ્યમાં જન્મ (1983)

* લાઈટનિંગ સ્વીચનાં શોધકસેમ્યુલ ફેસનો અમેરિકામાં જન્મ (1923)

* ગાંધીનગરનો સ્થાપના દિન (1965)
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વિવિધ ઐતિહાસિક, ધાર્મિક તેમજ સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો અક્ષરધામ, સરિતા ઉદ્યાન, ચિલ્ડ્રન્સ પાર્ક, ઈંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય, મહાત્મા મંદિર, દાંડી કુટીર, ત્રિમંદિર (અડાલજ), અડાલજની વાવ અને ગાંધીનગરની નજીકમાં વિજાપુર રોડ પર મહુડી ઘંટાકરણ મહાવીરનું પ્રખ્યાત જૈન મંદિર પણ જોવા લાયક છે